Site icon Gujarat Mirror

વાંકાનેર-મોરબી હાઇવે પર બે બાઇક સામસામે અથડાતા એકનું મૃત્યુ

વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર બે બાઈક સામસામે અથડાયા હતા જે અકસ્માતમાં એક બાઈકચાલકનું મોત થયું છે અને તેની સાથે રહેલ યુવાનને ઈજા પહોંચી હતી વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

વાંકાનેરના રાતીદેવડી ગામે રહેતા રાહુલભાઈ મનુભાઈ વોરા (ઉ.વ.19) વાળાએ બાઈક જીજે 36 એએ 3561 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી રાહુલભાઈ વોરા અને કેતનભાઈ ખીમાભાઈ રાઠોડ બંને બાઈક લઈને મોરબી વાંકાનેર હાઈવે પરથી જતા હતા ભાયાતી જાંબુડિયા ગામના પાટિયા નજીક આરોપી બાઈક ચાલક રોંગ સાઈડમાં પુરઝડપે ચલાવી આવી સામેથી બાઈક અથડાવ્યું હતું અકસ્માતમાં ફરિયાદી રાહુલભાઈને ઈજા પહોંચી હતી તો કેતન ખીમાભાઈ રાઠોડને માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવારમાં મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version