Connect with us

Sports

IND/PAK ODI WORLD CUP: આજે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાશે વન ડે વર્લ્ડ કપ મેચ, ભારતીય ટીમની કમાન રોહિત શર્માના હાથમાં

Published

on

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં 14 ઓક્ટોબર શનિવાર એટલે કે, આજે ભારત – પાકિસ્તાનની વચ્ચે મેચ રમાશે. બંન્ને ટીમની વચ્ચે આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 2 કલાકે શરૂ થશે. આ બ્લોકબાસ્ટર મેચમાં ભારતીય ટીમનું કેપ્ટન પદ રોહિત શર્મા સંભાળશે. ત્યાં જ બાબર આઝમના ખભા પર પાકિસ્તાનની ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. ભારત અને પાકિસ્તાને પોતાના શરૂઆતના મેચમાં વિજય મેળવ્યો છે. એવામાં બંન્ને ટીમના ખેલાડીઓને આત્મવિશ્વાસ વધુ જોવા મળી રહ્યો છે.

ટોસ હારવો ભારત માટે ફાયદા કારક

મેજબાન ફેન્સને પૂરી આશા છે કે, ભારત આ મેચને જીતીને પાકિસ્તાન વિરુદ્ધ પોતાનો રેકોર્ડ 8-0 બનાવશે. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાની ટીમને ODI વર્લ્ડ કપમાં ભારત વિરુદ્ઘ અત્યાર સુધીમાં સાત મેચ રમ્યા છે અને તમામ મેચમાં પાકિસ્તાને હારનો સામનો કરવો પડ્યો છે. તેને કારણે પાકિસ્તાન ટીમ પર થોડું મનોવૈજ્ઞાનિક દબાણ જરૂર રહેશે.

કેપ્ટન રોહિત શર્મા જો આ મેચમાં ટોસ હારે છે તો તે ટીમ ઈન્ડિયા માટે ભાગ્યશાળી પૂરવાર થશે. હાલ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં જે મેચ રમાઈ ગયા છે, તેમાં ટોસ જીતનાર ટીમને આઠ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા અને અફઘાનીસ્તાન વિરુદ્ધ મેચમાં પણ ટોસ ભલે ન જીતે, પરંતુ ભારતીય ટીમ તે બંન્ને મેચ જીતવામાં સફળ રહી છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Sports

હાર્દિક જે રીતે મુંબઇ ઇન્ડિયન્સમાં ગયો તે યોગ્ય નથી: અરવિંદર સિંહ

Published

on

By

હાર્દિક પંડ્યા હવે આઈપીએલ 2024 માટે મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો છે. પરંતુ મુંબઈમાં જોડાયા પછી, તે અને ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સ બંનેને નિયમનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવે છે. આ સંદર્ભમાં 2010ની ઘટના પણ ટાંકવામાં આવી રહી છે જેમાં રવિન્દ્ર જાડેજા પર આઈપીએલ2010માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં હવે ગુજરાત ટાઇટન્સના સીઇઓ અરવિંદર સિંહે સ્પષ્ટ કહ્યું છે કે હાર્દિક જે રીતે મુંબઇ ઇન્ડિયન્સમાં ગયો તે યોગ્ય ન હતો. તેણે કહ્યું, આઈપીએલ ટ્રેડ માટે ખેલાડીઓનો સીધો સંપર્ક કરવો ખોટું છે. ટીમોએ આ માટે બીસીસીઆઇ ની પ્રક્રિયાને અનુસરવી જોઈએ. પરંતુ આ પદ્ધતિ (હાર્દિકનો વેપાર) યોગ્ય નહોતો અને ટીમ મેનેજમેન્ટ તેનાથી નારાજ છે. આઇપીએલ ટ્રેડિંગને લઈને બીસીસીઆઇના નિયમો સ્પષ્ટ છે. આઈપીએલની તત્કાલીન મેનેજમેન્ટ કમિટીએ જાડેજા વિરુદ્ધ કાર્યવાહી કરી અને તેના પર એક વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો. કેકેઆરના ભૂતપૂર્વ ડિરેક્ટર જોય ભટ્ટાચાર્યએ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. હાલમાં આ અંગે બીસીસીઆઈ, આઈપીએલ કે કોઈ ઓથોરિટી તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. હવે જોવાનું એ રહે છે કે આગામી આઇપીએલમાં હાર્દિકનું ભવિષ્ય શું હશે.

Continue Reading

Sports

ભારતીય ટીમ સા.આફ્રિકામાં, રવિવારથી ટી-20 સિરીઝ શરૂ

Published

on

By

ભારતીય ટીમ તેના આગામી સિરીઝ માટે સાઉથ આફ્રિકા રવાના થઈ ગઈ છે. 10મી ડિસેમ્બરથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી-20 સિરીઝથી મેચની શરૂૂઆત થશે. આ પછી વનડે અને ટેસ્ટ શ્રેણી રમાશે. વિરાટ કોહલી અને રોહિત શર્મા ટેસ્ટ ટીમનો ભાગ હતા, તેઓ આ બેચનો ભાગ નથી. આ સિવાય આ બેચમાં એવા ખેલાડીઓ પણ છે જે ત્રણેય ફોર્મેટની શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો ભાગ છે, જેમાં રૂૂતુરાજ ગાયકવાડ, મુકેશ કુમાર અને શ્રેયસ ઐયરનો સમાવેશ થાય છે. આ સિવાય ટી20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને રાહુલ દ્રવિડના નેતૃત્વમાં કોચિંગ સ્ટાફ બેચમાં હાજર છે. ભારતની અ ટીમ સહિત કુલ 47 ખેલાડીઓ આફ્રિકા પ્રવાસ માટે જશે. તે જ સમયે, ભારતની કમાન સંભાળનાર સૂર્યકુમાર યાદવ ઝ20 સિરીઝ પછી સ્વદેશ પરત ફરશે.આ સિવાય વિરાટ કોહલી અને રોહિત શર્મા 20 થી 22 ડિસેમ્બર વચ્ચે રમાનારી ઈન્ટ્રા-સ્કવોડ મેચ પહેલા ટીમ ઈન્ડિયા સાથે જોડાશે. આફ્રિકા પ્રવાસ પહેલા ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની ઝ20 સિરીઝ રમી હતી, જેમાં લગભગ તમામ વરિષ્ઠ ખેલાડીઓએ આરામ અપાયો હતો અને સૂર્યકુમાર યાદવે ટીમની કમાન સંભાળી હતી.

Continue Reading

Sports

રવિવારે ભારત-પાકિસ્તાનની ટક્કર, ચાર ગુજ્જુ ખેલાડીઓ મચાવશે ધમાલ

Published

on

By

ક્રિકેટ ચાહકોને ટૂંક સમયમાં ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચેની મેચ જોવા મળશે. ભારત અને પાકિસ્તાનની ટીમો આવતા મહિને અંડર-19 એશિયા કપમાં સામસામે ટકરાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ 10 ડિસેમ્બરે દુબઈના ICC એકેડમી ઓવલ 1 સ્ટેડિયમમાં રમાશે. આ ટુર્નામેન્ટ 8મી ડિસેમ્બરથી શરૂૂ થશે અને ફાઇનલ મેચ 17મી ડિસેમ્બરે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
અંડર-19 એશિયા કપ 2023 કુલ 8 ટીમો વચ્ચે રમાશે. 8 ટીમોને ચાર-ચારના બે ગ્રુપમાં રાખવામાં આવી છે. પાકિસ્તાન, ભારત, અફઘાનિસ્તાન અને નેપાળને ગ્રુપ અમાં રાખવામાં આવ્યા છે જ્યારે ગ્રુપ ઇમાં શ્રીલંકા, જાપાન, UAE અને બાંગ્લાદેશ છે. ટીમ ઈન્ડિયા અંડર-19 એશિયા કપની સૌથી સફળ ટીમ છે. ભારત આ ટૂર્નામેન્ટ 8 વખત જીત્યું છે. છેલ્લી વખત વર્ષ 2021માં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને હરાવીને ટ્રોફી જીતી હતી.
શુક્રવારે ભારત U 19 દત અફઘાનિસ્તાન U 19, ગ્રુપ A, ICC એકેડમી ગ્રાઉન્ડ, દુબઈ, 11:00 AM રવિવાર, ડિસેમ્બર 10 ભારત U 19 દત પાકિસ્તાન U 19, ગ્રુપ A, ICC એકેડમી ગ્રાઉન્ડ, દુબઈ, સવારે 11:00 AM મંગળવાર, ડિસેમ્બર 12 ભારત U 19 VS નેપાળ U 19, ગ્રુપ A, ICC એકેડમી ગ્રાઉન્ડ નંબર 2, દુબઈ, 11:00 AM મુજબ છે.

Continue Reading

Trending