Connect with us

ગુજરાત

ઓન લી ફોર મેચ: રાજકોટમાં બપોર બાદ ક્રિકેટ કર્ફયૂ

Published

on

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં આજે ભારત- પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપની હાઇવોલ્ટેડ મેચ રમાઇ હતી અને સમગ્ર દેશમાં ફાઇનલ જેવો માહોલ છવાય ગયો હતો ત્યારે મહામુકાબલાને માણવા રાજકોટવાસીઓ પણ સજજ થઇ ગયા હતા અને શહેરમાં બપોર બાદ કરફયુ લાગી ગયો હતો. શહેરના રસ્તાઓ સુમસામ બની ગયા હતા અને સન્નાટો છવાઇ ગયો હતો.
પરિવાર સાથે મહામુકાબાનો આનંદ શહેરીજનો માણી રહ્યા હતા. આ ઉપરાંત જે જે સ્થળે જાહેર સ્ક્રીન મુકવામાં આવ્યા છે ત્યાં પણ મેળાવડા જેવો માહોલ જોવા મળ્યો હતો.
ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ હોય અને તેમાં રજા મળી જાય એટલે લગભગ કશું ઘટે એવું લાગતું નથી ! આવો જ કંઈક સંયોગ આજે બન્યો છે. એક બાજુ આજે રાજકોટમાં બીજા શનિવારની રજા છે અને બીજી બાજુ અમદાવાદમાં ભારત-પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપનો મુકાબલો છે એટલા માટે આ ડબલ ડોઝથની મજા માણી લેવા માટે ક્રિકેટરસિકો અધીરા બની ગયા હોય આ સાથે જ અનેક લોકો એવું કહેતાં પણ સાંભળવા મળ્યા કે આજે બધા જ પ્રોગ્રામ કેન્સલ હોય કેમ કે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ હોવાથી અમે તે જોવામાં જ વ્યસ્ત રહેશું !! આ મેચ બપોરે 2 વાગ્યાથી શરૂૂ થઇ હતી. એટલા માટે એમ કહી શકાય કે 2 વાગ્યાથી રાજકોટમાં ક્રિકેટ કર્ફયૂ લાગી ગયો હતો.
મહાપાલિકા દ્વારા શહેરમાં અલગ-અલગ ચાર જગ્યા જેમાં કિશાનપરા ચોક, સોરઠીયાવાડી સર્કલ, પેડક રોડ (પાણીના ઘોડા પાસે) અને મવડી ચોકડીએ સાર્વજનિક મેચના પ્રસારણનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે જ્યાં સાંજ થતાં સુધીમાં હજારો લોકોનો મેળાવડો જામી જવાનું નિશ્ચિત છે. આ ઉપરાંત શહેરના અલગ-અલગ રેસ્ટોરન્ટ, કાફે, ચા-પાનની દુકાનો, હોટેલોમાં પણ મેચના પ્રસારણનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હોય લોકો ભોજન-નાસ્તાનો આસ્વાદ માણતાં માણતાં મેચનો લુત્ફ ઉઠાવશે. આવી જ રીતે શહેરની ભાગોળે આવેલા વિલા, ફાર્મહાઉસ તેમજ વાડીઓમાં પણ સામૂહિક રીતે મેચનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. એકંદરે સવારથી જ લોકો પોતપોતાના સ્થળ ઉપર પહોંચી ગયા અને જેવી મેચ શરૂૂ થઈને પૂર્ણ ન થાય ત્યાં સુધી ટીવી સામે જ ચીપકેલા જોવા મળશે.
ક્રિકેટ એક એવી રમત છે જે નાના બાળકથી લઈ વૃદ્ધ સુધીના સૌને પસંદ પડતી હોય છે અને તેમાં પણ ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ હોય એટલે પછી કહેવું જ શું ? ખાસ કરીને શનિવારની રજા હોવાને કારણે સરકારી કચેરીઓ બંધ જ રહેશે તો અનેક ખાનગી કંપનીઓ દ્વારા પણ મેચને ધ્યાનમાં રાખી આડકતરી રજા જાહેર કરી દેવામાં આવી હોવાનું ધ્યાન પર આવી રહ્યું છે. ક્રિકેટરસિકો આજનો એક દિવસ ભારત-પાકિસ્તાન મેચને જ સમર્પિત કરી દેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુજરાત

ચોટીલામાં પોલીસ ગ્રાઉન્ડ નજીક આગથી મુદ્દામાલના વાહનો થયા ખાક

Published

on

By

  • બે બસ આગમાં ખાક: ડમ્પરના ટાયર બળી ગયા

ચોટીલા પોલીસ મથકનાં ગ્રાઉન્ડ નજીક કોઇ અગમ્ય કારણોસર આગ લાગ્યાનાં બનાવ બનતા દોડધામ મચી હતી અને પાલિકા ફાયર ટીમ આગ ઓલવવા દોડી ગયેલ હતી.
ચોટીલા પોલીસ મથકનાં ચોપડે મુદ્દામાલ તરીકે વર્ષોથી પડેલા વાહાનો પાસે કચરાનાં ગંજ ખડકાયા હતા જેમા કોઇ અગમ્ય કારણોસર આગ લાગેલ હોવાનું હાલ અનુમાન છે જે આગની જવાળા પલવારમાં જ તેની લપેટમાં મુદ્દામાલ પૈકીની બે મીની બસને લીધી હતી જેમા બસ ભડભડ સળગવા લાગી હતી જોતા જોતા બંન્ને બસો બળીને ખાક થઇ ગયેલ હતી તેમજ નજીક રહેલ એક ડમ્પરનાં ટાયરો પણ આ આગમાં સળગી ગયા હતા. મોડી સાંજ બાદ આગનો બનાવ બનતા પાલિકાના ફાયર વિભાગને જાણ કરતા બે ફાઇટર બંમ્બા દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને દોઢેક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં તો બે વાહાનો ભરખી લીધા હતા. આસપાસમાં રહેતા લોકો આગજનીને જોવા ટોળે વળ્યાં હતા ત્યારે આગ કચારાનાં ઢગલાઓને કારણે લાગી હોવાનું અનુમાન કરાય છે ત્યારે વાહનો જે સ્થળે આગ લાગી ત્યાં કેમ અને કેવી રીતે પહોચ્યાં? તે પણ એક સવાલ છે.

Continue Reading

rajkot

ઓરબિટવાળા વિનેશ પટેલ ઉપરાંત દાનુભા સહિતના બિલ્ડરોને ત્યાં તપાસ

Published

on

By

નિવાસસ્થાનો તેમજ બાંધકામ સાઇટો સહીતના 30 જેટલા સ્થળોએ ઇન્કમટેકસ વિભાગના 150 જેટલા અધિકારીઓનો કાફલો ત્રાટકયો હતો.મળતી માહિતી મુજબ આ બિલ્ડર ગૃપના નવા રીંગરોડ ઉપર સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલ ગેલેકસી ગાર્ડન, મોટામવામાં આવેલ ટિવન ટાવર, સ્કાય હિલ ગાર્ડન સહીતના લાડાણી એસોસીએટસના તમામ ભાગીદારોના ઠેકાણાઓ ઉપર ઇન્કમટેકસ વિભાગે તપાસ હાથ ધરી છે.

લાડાણી એસોસીએટસ સાથે દિલીપ લાડાણી ઉપરાંત ઉત્સવ લાડાણી, રાજ વિનેશ પટેલ, વિનેશ બાબુલાલ પટેલ, વિપુલ બાબુલાલ પટેલ સહીતના ભાગીદારો જોડાયેલા છે. આ તમામ ભાગીદારોના નિવાસસ્થાનો તેમજ ઓફિસો સહીતના સ્થળો ઉપર તપાસ હાથ ધરવામાં આવી છે.

ઇન્કમટેકસ વિભાગ દ્વારા લાડાણી એસોસીએટસના તમામ ભાગીદારોના કોમ્પ્યુટર, હિસાબી સાહિત્ય, કાચી-પાકી ચિઠ્ઠીઓ સહીતનાં હિસાબી સાહિત્યની ચકાસણી શરૂ કરી છે. આ તપાસ દરમિયાન મોટી રકમના બિનહિસાબી વ્યવહારો મળી આવવાની શકયતા છે.

Continue Reading

ગુજરાત

કાલાવડના નિકાવા ગામ નજીક બાઈક અને મોટર ટકરાતા ઘાયલ થયેલ શ્રમિકનું મૃત્યુ

Published

on

By

કાલાવડના નિકાવા ગામ પાસે શનિવારે સાંજે એક મોટરે સામેથી આવતા બાઈક સાથે ધડાકાભેર અકસ્માત સર્જતા નગર પીપળીયા ગામમાં મજૂરીકામ કરતા મૂળ દાહોદ જિલ્લાના શ્રમિક યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું છે. અકસ્માત પછી મોટર પણ ઉંધી પડી ગઈ હતી. મૃતકના પત્નીની ફરિયાદ પરથી પોલીસે મોટરચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

કાલાવડ તાલુકાના નગરપીપળીયા ગામમાં આવેલા દેવેન્દ્રભાઈ બાબુભાઈ નામના ખેડૂતના ખેતરમાં મજૂરી કામ માટે આવીને રહેતા મૂળ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટા નટવા ગામના મુકેશભાઈ નાગલાભાઈ બામણીયા નામના ચાલીસ વર્ષના શ્રમિક શનિવારે સાંજે છ વાગ્યે જીજેે-3-એલજે 7880 નંબરના મોટરસાયકલમાં નિકાવા ગામે ખરીદી કરવા માટે જતા હતા.

આ યુવાન જ્યારે નિકાવા ગામથી આગળ એક હોટલ પાસે પહોંચ્યા ત્યારે જીજે-3 એનઈ 4364 નંબરની કાળા રંગની ક્રેટા મોટર પુરપાટ ઝડપે ધસી આવી હતી. તે મોટરના ચાલકે બેફિકરાઈથી ડ્રાઇવિંગ કરી સામેથી આવતા મુકેશભાઈ ના બાઈક સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં જોશભેર રોડ પર પછડાયેલા મુકેશભાઈનું માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બાઈકને ટક્કર મારી ક્રેટા મોટર પણ ઉંધી પડી ગઈ હતી.બનાવની જાણ થતા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો. પોલીસે મૃતક મુકેશભાઈ ના પત્ની ચંપાબેન બામણીયાનું નિવેદન નોંધી મોટરના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

Continue Reading

Trending