Connect with us

રાષ્ટ્રીય

28-29મીએ ખંડગ્રાસ ચંદ્રગ્રહણનો 4 કલાકનો જોઈ શકાશે અવકાશી નજારો

Published

on

માનવ જીવન પર ગ્રહણની કોઈ અસર પડતી નથી; સુતકની વાત ભ્રામક: જાથા

ભારત સહિત વિશ્વના અમુક દેશો-પ્રદેશોમાં શનિવાર તા. ર8/ર9 ઓકટોબરે ખંડગ્રાસ ચંગ્રહણનો સાડા ચાર કલાકનો અભુત અવકાશી નજારો બનવાનો છે. અમુક પ્રદેશોમાં ગ્રસિત સાથે ખંડગ્રાસ ચંગ્રહણનો બેનમુન અલૌકિક નજારો નિહાળવા-માણવા, ફોટોગ્રાફી-વિડીયોગ્રાફી કરવાનો લ્હાવો લોકોને મળવાનો છે. રાજયભરમાં ગ્રહણ નિદર્શન કાર્યક્રમ ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અમલમાં મુક્યો છે. અવકાશી ગ્રહણની ભૂમિતિની રમત, પિરભ્રમણ અને ખગોળીય ઘટના વિશે જાથા મહિતગાર કરનાર છે.

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે સંવત ર079 આસો શુકલ પક્ષ્ા પુનમને શનિવાર તા. ર8/ર9 ઓકટોબર ર0ર3 મેષ રાશિ અશ્વિની નક્ષ્ાત્રમાં થનારૂં ખંડગ્રાસ ચંગ્રહણ ભારતમાં દેખાશે. અમુક જગ્યાએ ગ્રસિત ગ્રહણ ઉપરાંત એશિયા, ઓસ્ટ્રેલિયા, પૂર્વ અમેિરકા, યુરોપ અને આફ્રિકામાં જોવા મળશે.

ભારતમાં ભૂમંડલે ગ્રહણ સ્પર્શ : ર3 કલાક 31 મિનિટ 44 સેક્ધડ, ગ્રહણ સંમીલન : રપ કલાક 0પ મિનિટ 18 સેક્ધડ, ગ્રહણ મધ્ય : રપ કલાક 44 મિનિટ, ગ્રહણ ઉન્મીલન : ર6 કલાક રર મિનિટ 37 સેક્ધડ, ગ્રહણ મોક્ષ્ા : ર7 કલાક પ6 મિનિટ, 19 સેક્ધડ, પરમ ગ્રાસ : 0.1રર રહેશે. ખંડગ્રાસ કાળ : 1 કલાક 17 મિનિટનો રહેશે.

ખંડગ્રાસ ચંગ્રહણમાં ગ્રસિત ભાગ મુંબઈ, સુરત, અમદાવાદ, રાજકોટ સહિત જિલ્લા મથકે જોવા મળશે. જયારે અન્ય પ્રદેશોમાં ખંડગ્રાસ જોવા મળશે. બેલ્જિયમ, થાઈલેન્ડ, પોર્ટુગલ, હંગેરી, ઈજિપ્ત, તુર્કી, ઈન્ડોનેશિયા, ગ્રીસ, ઈટાલી, સ્પેન, ઈગ્લેન્ડ, મ્યાનમાર, સાઉથ આફ્રિકા, ફ્રાન્સ, નાઈજીરીયા, જાપાન, ચીન વિગેરે પ્રદેશ-દેશોમાં લોકોને જોવાનો લ્હાવો મળશે. સાડા ચાર કલાકની ગ્રહણની અવધિ હોય ખગોળીય આનંદ લૂંટી શકાશે. જાથાના પંડયા જણાવે છે કે તા. ર8 મી રાત્રિના સાડા અગિયાર કલાકથી શરૂ થનારૂ ગ્રહણ તા. ર9 મી 3 કલાક પ6 મિનિટ સુધી ગ્રસિત-ખંડગ્રાસ ગ્રહણ નરી આંખે જોઈ શકાશે. સાડા ચાર કલાકનું ગ્રહણ ખંડગ્રાસ કાળ 1 કલાક 17 મિનિટની અવધિ સુધી જોવા મળશે. રાજયકક્ષ્ાાનો કાર્યક્રમ અમદાવાદ, રાજકોટ ખાતે યોજાશે. જેમાં પૃથ્વીનો મિત્ર ચં માનવી માટે અનેક પ્રકારે લાભપ્રદ છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવશે. અવકાશી ઘટનાઓ જોવા-માણવા માટેની હોય છે. ગ્રહો કે ગ્રહણોને માનવજીવન સાથે કશી જ લેવા-દેવા નથી તેની સમજ આપવામાં આવશે

રાષ્ટ્રીય

ક્રિકેટ રમવાની ભૂખ હોવી જોઇએ, ઇશાન, હાર્દિક પંડ્યા પર રોહિત શર્માનો હુમલો

Published

on

By

હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન બન્ને હાલમાં ટેસ્ટ ક્રિકેટથી દૂર છે. બન્ને ટેસ્ટમાં રમવા માગતા નથી તે જગજાહેર છે. હવે ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝ જીત્યાં બાદ કેપ્ટન રોહિત શર્માએ આ બન્ને પર આડકતરું નિશાન સાધ્યું છે. રાંચી ટેસ્ટ જીત્યાં બાદ રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાના સવાલોના જવાબ આપ્યા હતા અને ટેસ્ટ ક્રિકેટ ન રમવા માંગતા અને માત્ર આઇપીએલ મોડમાં રહેતા ખેલાડીઓ પર નિશાન સાધ્યું હતું.રોહિતે કહ્યું કે ટેસ્ટ ક્રિકેટ સૌથી મુશ્કેલ ફોર્મેટ છે. તેને રમવા માટે તમારી પાસે પેશન હોવી જોઈએ. સરળતાથી ખબર પડી જાય છે કે કોનામાં ભૂખ છે અને કોનામાં નથી. ટેસ્ટ ક્રિકેટમાં ઘણી વધારે મહેનત કરવી પડે છે.

હાલ તો આવા માત્ર બે જ ખેલાડી છે, હાર્દિક પંડ્યા જેણે ટેસ્ટ ક્રિકેટ રમવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે, અને બીજો તેનો નવો શિષ્ય ઈશાન કિશન હોય તેમ લાગી રહ્યું છે, જેણે સાઉથ આફ્રિકા પ્રવાસમાં પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. રોહિતનું આ નિવેદન સ્પષ્ટ રીતે હાર્દિક પંડ્યા પર હતું, જે 2018થી ટેસ્ટ ક્રિકેટથી દૂર છે. આ સાથે જ હાલમાં જ પોતાના મુંબઈ ઈન્ડિયન્સના નવા કેપ્ટન સાથે દોસ્તી કરતા દેખાતા ઈશાન કિશન પણ હાર્દિકના રસ્તે ચાલ્યો ગયો છે. જે રીતે હાર્દિક રેડ-બોલ ક્રિકેટ રમતો નથી, તે જ રીતે ઇશાન પણ આવું જ કરી રહ્યો છે. ઈશાન કિશને સાઉથ આફ્રિકા પ્રવાસની વચ્ચેથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. જે પછી તેણે ટીમ મેનેજમેન્ટના સતત રણજી રમવાના આદેશને પણ નકારી કાઢ્યો. પરંતુ ઈશાન કિશન ઘણી વખત હાર્દિક સાથે અને જિમ સેશનમાં આઈપીએલની તૈયારી કરતો જોવા મળ્યો હતો.

Continue Reading

રાષ્ટ્રીય

હવે હું કયારેય નહીં રમું, ક્રિકેટર હનુમા વિહારીના આંધ્રપ્રદેશ એસો. સામે બેફામ આક્ષેપો

Published

on

By

સ્ટાર ક્રિકેટર હનુમા વિહારીએ થોડો સમય પહેલા આંધ્ર ટીમની કેપ્ટનશિપ છોડી હતી. હવે હનુમા વિહારીએ કેપ્ટનપદ કેમ છોડ્યું તેનું કારણ પણ જણાવ્યું છે. હનુમાએ કહ્યું કે- તે ફરી ક્યારે રાજ્ય તરફથી નહીં રમે. રણજી ટ્રોફીની હાલની સીઝનમાં આંધ્રપ્રદેશનું અભિયાન સમાપ્ત થઈ ગયું છે. આંધ્રપ્રદેશને ક્વાર્ટર ફાઈનલમાં મધ્ય પ્રદેશે 4 રનથી હરાવી દીધું છે.

હનુમા વિહારીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું- આ પોસ્ટ થકી હું કેટલીક ફેક્ટ સામે રાખવા માંગુ છું. બંગાળ વિરુદ્ધ પહેલી મેચમાં હું કેપ્ટન હતો. તે મેચ દરમિયાન 17માં ખેલાડી પર બૂમો પાડી અને તેણે પોતાના પિતા જેઓ એક રાજનેતા છે તેમણે ફરિયાદ કરી દીધી. જેના બદલામાં તેના પિતાએ એસોસિએશનને મારી વિરુદ્ધ કાર્યવાહી કરવાનું કહ્યું.

મધ્યપ્રદેશ વિરુદ્ધ ગત વર્ષની રણજી ટ્રોફી ક્વાર્ટર ફાઈનલ મેચને યાદ કરતા વિહારીએ કહ્યું કે- તેણે ટીમ માટે પોતાનું શરીર દાંવ પર લગાવી દીધું હતું. જમણા હાથમાં ઈજાને કારણે તેણે તે મેચમાં ડાબા હાથે બેટિંગ કરવા મજબૂર થવું પડ્યું હતું પરંતુ તે આંધ્રને બહાર ન થતા ન અટકાવી શક્યો. છેલ્લાં 7 વર્ષમાં મેં પાંચ વખત આંધ્રને નોકઆઉટમાં જગ્યા અપાવી અને ભારત માટે 16 ટેસ્ટ રમ્યો.

30 વર્ષના વિહારીએ કહ્યું કે- દુખદ વાત એ છે કે એસોસિએશનનું માનવું છે કે તે જે પણ કહે ખેલાડીને તે સાંભળવું પડશે અને ખેલાડી તેમના કારણે જ ત્યાં છે. મેં નિર્ણય કર્યો છે કે હું આંધ્ર તરફથી ક્યારેય નહીં રમું જ્યાં મેં મારું આત્મ સન્માન ગુમાવી દીધું છે. હું ટીમને પ્રેમ કરું છું, જે રીતે અમે દરેક સત્રમાં પ્રગતિ કરતા હતા તે મને પસંદ છે, પરંતુ સંઘ નથી ઈચ્છતું કે અમે આગળ વધીએ.

ભારત તરફથી 16 ટેસ્ટ રમનાર મીડલ ઓર્ડર બેટ્સમેન વિહારીએ સત્રની શરુઆત આંધ્રના કેપ્ટન તરીકે કરી હતી, પરંતુ ગત વર્ષની ઉપવિજેતા બંગાળ વિરુદ્ધ પહેલી મેચ બાદ તેણે પદ છોડી દીધું. રિકી ભુઇએ સત્રની અન્ય મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું અને તે 902 રનની સાથે હાલના સત્રમાં સૌથી સફળ બેટ્સમેન છે.

 

Continue Reading

રાષ્ટ્રીય

પંકજ ઉધાસના બન્ને મોટાભાઈ પણ જાણીતા ગઝલ ગાયક

Published

on

By

  • ચરખડીના ચારણ પરિવારમાં જન્મ, ઘરમાં સંગીતના માહોલથી ગઝલ ગાયિકામાં રસ પડયો

દેશના પ્રસિદ્ધ ગઝલ સમ્રાટ પંકજ ઉધાસ આ ફાની દુનિયા છોડીને ચાલી નીકળ્યાં છે. સોમવારે 72 વર્ષની ઉંમરે લાંબી બીમારી બાદ તેમણે મુંબઈમાં દેહ છોડ્યો હતો. તેમના જેવું રત્ન ગુમાવીને ભારતને બહુ મોટી ખોટ પડી છે. પંકજ ઉધાસના કેટલાક ગીતો તો એવા લાજવાબ હતા કે તેમણે સાંભળીને આજે પણ આંખો ભરાઈ આવે, બોલિવુડના મોટા મોટા દિગ્ગજો તેમના ગીતો સાંભળીને આંસુથી છલકાયા હતા.

પંકજ ઉધાસનો જન્મ 17 મે 1951ના દિવસે ગુજરાતના ચરખડી ગામે ચારણ પરિવારમાં થયો હતો. ત્રણ ભાઈઓમાં સૌથી નાના પંકજ ઉધાસના પિતાનું નામ કેશુભાઈ ઉધાસ અને માતાનું નામ જીતુબેન ઉધાસ છે. પંકજ ઉધાસની જેમ તેમના બન્ને મોટા ભાઈઓ મનહર ઉધાસ અને નિર્મલ ઉધાસ પણ ગઝલ ગાયક તરીકે પ્રસિદ્ધ છે. ઘરમાં જ સંગીતનો માહોલ હોવાથી તેમને રુચિ પેદા થઈ હતી જોકે શરુઆતમાં તેઓ તબલ વાદક બનવા માગતા હતા પરંતુ ધીરે ધીરે તેમને ગઝલમાં રસ પડવા લાગ્યો.

પંકજ ઉધાસનું શરુઆતનું ભણતર ભાવનગરની સર ભાવસિંહજી પોલીટેકનીક ઈન્સ્ટીટ્યૂટમાંથી થયું હતું. આ પછી તેમનો પરિવાર મુંબઈ સ્થાયી થયો હતો અને વધુ અભ્યાસ મુંબઈની સેન્ટ ઝેવિઅર્સ કોલેજમાંથી કર્યો હતો. દાદા ગામમાંથી પ્રથમ ગ્રેજ્યુએટ હતા અને ભાવગર રાજ્યના દીવાન (મહેસૂલ મંત્રી) હતા. તેમના પિતા કેશુભાઈ ઉધાસ સરકારી કર્મચારી હતા અને તેઓ પ્રખ્યાત વીણા વાદક અબ્દુલ કરીમ ખાનને મળ્યા હતા.મોટા ભાઈ મનહર ઉધાસ થિયેટર એક્ટર હતા અને આને કારણે તેઓ સંગીતના ક્ષેત્રમા આવ્યાં હતા. તેમણે સૌ પ્રથમ એક થિયેટર ગાયક તરીકે સંગીતની દુનિયામાં પગ મૂક્યો. ભારત-ચીન યુદ્ધ દરમિયાન તેમણે સ્ટેજ પર ‘એ મેરે વતન કે લોગોં’ ગીત ગાયું હતું, જે દર્શકોને ખૂબ જ ગમ્યું હતું અને તેમને ઇનામ તરીકે ₹ 51 આપવામાં આવ્યા હતા.

પંકજ ઉધાસે આપેલી સુપરહીટ ગીતો અને ગઝલોમાં ‘ચિઠ્ઠી આઈ હૈ’, ‘ન કજરે કી ધાર, તું ચીજ બડી હૈ મસ્ત વગેરે સહિતના ઘણા ગીતો આપ્યાં છે. તેમના આ ગીતો આજે પણ એટલા તરોતાજા લાગે છે.
ઉલ્લેખનીય છે કે પંકજ ઉદાસના ભાઈ મનહર ઉધાસે ઘણા સુપરહિટ ગીતો ગાયા છે જેમાં ‘રામ લખન’ના ‘તેરા નામ લિયા’, ‘હીરો’ના ‘તુ મેરા હીરો હૈ’, ‘જાન’ના ‘જાન ઓ મેરી જાન’, ‘કુરબાની’ના ’હમ તુમ્હે ચાહતા હૈં ઐસે’થી લઈને ‘કર્મા’નો સમાવેશ થાય છે.

Continue Reading

Trending