Connect with us

ભાવનગર

ભાણવડ નજીક બોલેરો અડફેટે બાઈક સવાર વૃદ્ધનું મૃત્યુ

Published

on

ભાણવડ તાલુકાના શીવાગામના મૂળ વતની અને હાલ મુંબઈ ખાતે રહેતા પ્રવીણભાઈ પરસોતમભાઈ સોનગરા નામના દલવાડી વૃદ્ધ તેમના ભાઈ નરશીભાઈ પરસોતમભાઈ સોનગરાને સાથે લઈને ગઈકાલે મંગળવારે બપોરના સમયે તેમના જી.જે. 10 એસ. 2882 નંબરના પેશન પ્રો મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે ભાણવડથી આશરે 10 કિલોમીટર દૂર ત્રણ પાટીયા પાસે પહોચતા આ માર્ગ પર આવી રહેલા જી.જે. 37 ટી 6958 નંબરના બોલેરો પીક-અપ વાનના ચાલકે પ્રવીણભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.
આ જીવલેણ ટક્કરમાં ગંભીર રીતે ઈજા પામેલા પ્રવીણભાઈ સોનગરાનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે નરશીભાઈને નાની-મોટી ઇજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે નરશીભાઈ પરસોતમભાઈ સોનગરા (ઉ.વ. 75)ની ફરિયાદ પરથી મહિન્દ્રા બોલેરો પીકઅપ વાનના ચાલક સામે આઈપીસી કલમ 279, 304 (અ) 337 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એમ.કે. ગઢવી દ્વારા હાથ ધરવામાં આવી છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Uncategorized

મોરબી, બોટાદ, દ્વારકા, રાજુલા, પાલીતાણામાં બનશે એરપોર્ટ

Published

on

By

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે એવિએશન સેક્ટરના વિકાસ અને એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થકી ટુરિઝમ, રિજિયોનલ કનેક્ટિવિટી, ટ્રેડ એન્ડ કોમર્સ તથા જોબ ક્રિએશનને વેગ આપવા એક નક્કર પગલું ભર્યું છે. આ હેતુસર રાજ્ય સરકારના સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટ અને એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા વચ્ચે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ખજ્ઞઞ કરવામાં આવ્યા હતા.
આ ખજ્ઞઞ અનુસાર, ગુજરાત સરકાર એરપોર્ટ ડેવલપમેન્ટ માટે જરૂૂરિયાત મુજબની જમીન, વીજળી, પાણી, ફાયર સિક્યોરિટી જેવી યૂટિલિટી સેવાઓ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને પૂરી પાડશે.
એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા રાજ્યનાં ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ એરપોર્ટ ડેવલપમેન્ટની કામગીરી તથા વિસ્તરણની કામગીરી કરશે અને તે માટે થતો ખર્ચ પણ ભોગવશે. એટલું જ નહીં, એરપોર્ટના ઓપરેશન્સ અને મેન્ટેનન્સની કામગીરી, માસ્ટર પ્લાનિંગ, ડિઝાઇનિંગ પણ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કરશે. આ કામગીરી તથા ખજ્ઞઞની અન્ય બાબતોના સંચાલન માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરમેનના વડપણમાં 10 સભ્યોની રાજ્યસ્તરીય સંકલન સમિતિની રચના કરવામાં આવશે.
આ કમિટીમાં ગુજરાત સરકારના નાગરિક ઉડ્ડયન સચિવ, મહેસુલ સચિવ, સિવિલ એવિએશન ડાયરેક્ટર તથા ગુજસેઇલના સી.ઇ.ઓ સહિત એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયાના અને રાજ્ય સરકારના સંબંધિત વિભાગના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે. નાગરિક ઉડ્ડયન અને ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપુત તથા ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ ખજ્ઞઞ પર ગુજરાત સરકાર વતી ગુજસેઇલના સી.ઈ.ઓ અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વતી એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે હસ્તાક્ષર કર્યા હતા.રાજ્યમાં જે 11 જેટલા સ્થળોની સૂચિત ગ્રીનફિલ્ડ એરપોર્ટની વિકાસ કરવા માટે ઓળખ કરવામાં આવી છે તેમાં અંકલેશ્વર, મોરબી, રાજપીપળા, બોટાદ, દ્વારકા, ધોરડો, રાજુલા, દાહોદ, અંબાજી, ધોળાવીરા તથા પાલીતાણાનો સમાવેશ થાય છે. આ સ્થળોએ ટેકનિકલ ફિઝિબિલિટી અને જમીનની ઉપલબ્ધિની સંભાવનાઓ ચકાસીને તેના આધારે રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એરપોર્ટ ડેવલપ કરવા માટે જરૂૂરીયાત મુજબ આગળ વધશે. આ ઉપરાંત જે હયાત એરપોર્ટમાં વિસ્તરણની જરૂૂરીયાત છે તેમાં ભાવનગર, કંડલા, પોરબંદર, સુરત, વડોદરા અને કેશોદના એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના એરપોર્ટ સમાવિષ્ટ છે.મહેસાણા, અમરેલી અને માંડવીની રાજ્ય સરકારની એર સ્ટ્રીપના વિસ્તરણની પણ જરૂૂરીયાત સુનિશ્ચિત કરવામાં આવી છે.
એટલું જ નહીં, વડનગર, સિદ્ધપુર અને કેવડિયા ખાતે ટેક્નો-ઇકોનોમિક ફિઝિબિલિટી તથા જમીનની ઉપલબ્ધતાના આધારે રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવાની સંભાવનાઓ પણ ચકાસશે.

Continue Reading

ભાવનગર

ભાવનગરના ઘોઘાગામે ભત્રીજાની હત્યા કરનાર કાકાને આજીવન કેદની સજા

Published

on

બે વર્ષ પુર્વે ભાવનગર જીલ્લાના ઘોઘા ગામે મિલ્કત બાબતે થયેલ લડાઈ ઝઘડામાં ઉશ્કેરાયેલા કાકાએ ધારીયા વડે હુમલો કરી ભત્રીજાની હત્યા કરી નાખતા આરોપી કાકા સામે જે તે સમયે હત્યાનો ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ એલ.એસ.પીરઝાદાની અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપીને આજીવન કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આ કામના ફરીયાદી સ્નેહલતાબેન માર્શલભાઈ દિપકભાઈ પટેલ ઉ.વ.27, રહે. મામલવાડા ઘોઘા ના પતિ તથા તેના સગા કાકા સુભાષભાઈ ઇમાનુએલભાઈ પટેલ ઉ.વ.50 રહે. માલમવાડા,ઘોઘા બંન્ને વચ્ચે વડીલોપાર્જીત જમીન તથા મકાનનો વિવાદ ચાલતો હોય જેથી અવાર નવાર બોલાચાલી થતા ગત તા. 24/09/2021ના રોજ ફરીયાદના પતિ માર્શલભાઈ દિપકભાઈ પટેલ માલઢોર લઈ ઘરે આવેલ આ વખતે ફરીયાદી ઘરે હાજર હોય આ વખતે આરોપી સુભાષભાઈ તેના ઘરની બહાર ઉભા હતા જે ફરીયાદીના પતિને જોઇને એમ બોલેલ કે તું કેમ મારી સામે કતરા છો ? તો ફરીયાદીના પતિ માર્શલભાઈ એ કહેલ કે હું તારી સામે શું કામ કતરા છો ? તેમ કહેતા તહોમદાર સુભાષભાઈ ફરીયાદીના પતિ સાથે બોલાચાલી કરવા લાગેલ અને તેના ઘર પાસે પડેલ ધારીયુ લઇને આવેલ અને ઘારીયાનો એક ઘા માર્શલભાઈ ના માથાના ભાગે મારતા માથા માંથી લોહી નીકળવા લાગેલ અને તે નીચે પડી ગયેલ આ વખતે ફરીયાદી દોડીને વચ્ચે પડતા તહોમતદારે ધારીયુ મારવા જતા ફરીયાદીને જમણા હાથના પોંચા ઉપર ઘારીયાનો ઘા કરી ઇજા કરેલ અને પછી તહોમદાર સુભાષભાઈ ફરીયાદના પતિને પણ આડેઘડ મારવા લાગેલ અને ફરીયાદના પતિને માથાના ભાગે ગંભીર ઈજા કરી મોત નીપજાવ્યુ હતુ અને આ બનાવ હત્યામાં પરીણમ્યો હતો.
જે તે સમયે ફરીયાદી સ્નેહલતાબેન માર્શલભાઈ પટેલ ઘોઘા પો.સ્ટે. માં આરોપી સુભાષભાઈ ઇમાનુએલભાઈ પટેલ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધીયો હતો. આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ એલ.એસ.પીરઝાદાની અદાલતમાં ચાલી જતા અદાલતે જીલ્લા સરકારી વકીલ મનોજ જોષી ની અસરકારક દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ, વિગેરે ધ્યાને લઈ ઇપીકો કલમ 302 નીચે આજીવન કેદ અને રૂા. 10,000/- નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સજા તથા ઇ.પી.કો. કલમ 324 અન્વયે 2 વર્ષની સજા અને રૂા. 1000/- નો દંડ અને જો દંડ ન ભરે તો 1 માસની સજા અને ગુજરાત પોલીસ અધિનીયમ કલમ 135 અન્વયે 7 દિવસની સજા અને રૂા. 100/- નો દંડ અને દંડ ન ભરે તો વધુ 1 દિવસની સખ્ત સજા અદાલતે ફટકારી હતી.

Continue Reading

ભાવનગર

ભાવનગર: સરકારી અધિકારીઓને તેમની ફરજ સમજાવતો એન્જિનિયરિંગનો વિદ્યાર્થી

Published

on

ભાવનગર એસ.ટી .સ્ટેન્ડમાં એન્જિનિયરનો એક વિદ્યાર્થી તેની બસની રાહ જોઈને સ્ટેન્ડમાં ઉભો હતો નક્કી સમય કરતા પણ વધુ સમય થતાં ઇન્કવાયરી માં જઈને પૂછપરછ કરી. તો તેઓએ કહ્યું કે ટેકનિકલ કારણસર બસ મોડી આવશે ત્યારે વિદ્યાર્થીએ કહ્યું કે મારી આ ટિકિટ કેન્સલ કરો અથવા મને આ ટિકિટ ઉપર બીજી બસમાં મુસાફરી કરવાની મંજૂરી આપો પણ આપણા દેશમાં પોતાનું કામ બરોબર ન કરીને ઉડાવ જવાબ આપવા એ એક રૂૂટીન પ્રક્રિયા છે એ રીતે જ ઇન્કવાયરીમાં બેસેલા કર્મચારીઓ આવું ન બની શકે એવું કહી બસની રાહ જોવાનું કહ્યું હતું ક્રાંતિકારી સ્વભાવ ધરાવતો વિદ્યાર્થી તેના ઉપરી અધિકારીને મલયો તેઓએ પણ આવો જ જવાબ આપ્યો ત્યારે વિદ્યાર્થી તેના ઉપરી અધિકારીને મળ્યો અને સમગ્ર વાતથી વાકેફ કર્યા ત્યારે ઉપરી અધિકારીએ તરત જ નીચેના અધિકારીને સૂચના આપી કે વિદ્યાર્થીને તાત્કાલિક બીજી બસમાં મુસાફરી કરવાની વ્યવસ્થા કરી આપો અને જે અધિકારી આવું ન બને તેવું કહેતા હતા તેઓએ તાત્કાલિક નિયમ અનુસાર કોમ્પ્યુટરમાંથી પ્રિન્ટ કાઢી સહી સિક્કા પોતે કરી વિદ્યાર્થીને બીજી બસમાં મુસાફરી કરવાની વ્યવસ્થા કરી આપી ત્યારે સવાલ એ થાય છે કે વિદ્યાર્થી આ બધી માથાકૂટમાં તેનો અમૂલ્ય 1.5 કલાક જેવું સમય બગાડ્યો હતો ત્યારે નીચેના અધિકારીએ તેની સત્તાઓ હોવા છતાં પણ એને નિયમમાં હોવા છતાં પણ આવા ઉડાન જવાબ આપ્યા અને ચલણ ચલાનું જેવી નીતિ અપનાવી આ વિદ્યાર્થી કાયદો અને નિયમ સમજતો હતો એટલે તેણે લડત આપી તે સિવાયના બીજા 20 જેટલા મુસાફર હોય કાં તો ટિકિટના પૈસા ગુમાવ્યા અથવા બસની રાહ જોઈને બેસી રહ્યા આ સમગ્ર બનાવ ભાવનગર એસટી બસ સ્ટેન્ડ નો છે જેમાં અધિકારીઓ કાયદા અને નિયમ માં જોગવાઈ હોવા છતાં પણ તેનું યોગ્ય પાલન ન કરી ઉડાવ જવાબો આપી રહ્યા છે પરંતુ ઉપલા અધિકારીઓ મૌખિક સૂચના આપે તો પણ તાત્કાલિક તેનો અમલ કરી રહ્યા છે ભવિષ્યમાં કોઈ પણ મુસાફર સાથે આવો બનાવ ન બને તે માટે તે વિદ્યાર્થી દ્વારા વાહન વ્યવહાર મંત્રીની પણ મુલાકાત માંગી છે અને તેમને ઈમેલ પણ કર્યો છે.

Continue Reading

Trending