Site icon Gujarat Mirror

ઓખા-શકૂરબસ્તી સ્પેશિયલ ટ્રેનના સમયમાં રાજકોટ વચ્ચે ફેરફાર કરાયો

મંગળવારથી 25 નવેમ્બર સુધીની રેલવે દ્વારા જાહેરાત

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ચલાવવામાં આવતી ઓખાશકૂર બસ્તી (દિલ્હી કેન્ટ પાસે) સ્પેશિયલ ટ્રેનના ઓખાથી રાજકોટ સુધી આવતા સ્ટેશનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ટ્રેન નં. 09523 ઓખાશકૂર બસ્તી સ્પેશિયલ 23 સપ્ટેમ્બર થી 25 નવેમ્બર, 2025 સુધી દરેક મંગળવારે ઓખાથી 10:20 વાગે, દ્વારકા 10:51 વાગે, ખંભાળિયા 12:02 વાગે, જામનગર 12:53 વાગે, હાપા 13:20 વાગે, રાજકોટ 14:50 વાગે અને શકૂર બસ્તી બીજા દિવસે સવારે 10:35 વાગે પહોંચશે.

તે જ રીતે, પરત ફરતી ટ્રેન નં. 09524 શકૂર બસ્તીઓખા સ્પેશિયલ 24 સપ્ટેમ્બરથી 26 નવેમ્બર, 2025 સુધી દરેક બુધવારે શકૂર બસ્તીથી બપોરે 13:15 વાગે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 07:58 વાગે રાજકોટ, 08:23 વાગે હાપા, 09:37 વાગે જામનગર, 10:25 વાગે ખંભાળિયા, 11:35 વાગે દ્વારકા અને બપોરે 13:00 વાગે ઓખા પહોંચશે. લક્ષનીય છે કે આ બન્ને ટ્રેનોના ઓખાથી રાજકોટ વચ્ચે આવેલા સ્ટેશનો સિવાય અન્ય કોઈપણ સ્ટેશનના સમયપત્રકમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ટ્રેનોના સ્ટોપેજના સમય અને રચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો ૂૂૂ.યક્ષિીશિુ. શક્ષમશફક્ષફિશહ.લજ્ઞદ.શક્ષ પર મુલાકાત લેવા સૂચન કરવામાં આવ્યુ છે.

Exit mobile version