Site icon Gujarat Mirror

ઓખા-ગોરખપુર એક્સપ્રેસ બદલાયેલા માર્ગે દોડશે

ઐશબાગ, બાદશાહનગર, બારાબંકી અને ગોંડા સ્ટેશનો પર ટ્રેન નહીં જાય

ઉત્તર રેલવેના કાનપુર સેન્ટ્રલ સ્ટેશન પાસે આવેલા બ્રિજ સંખ્યા 110 પર નિર્ધારિત મેન્ટેનન્સ કામગીરીના કારણે, પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી ટ્રેન સંખ્યા 15046 ઓખાગોરખપુર સાપ્તાહિક એક્સપ્રેસ નિર્ધારિત તારીખોમાં આંશિક રીતે બદલાયેલા માર્ગ પર ચલાવવામાં આવશે.

તારીખ 05, 12, 19 અને 26 એપ્રિલ તથા 03 અને 10 મે 2026 ના રોજ ઓખાથી ઉપડનારી આ ટ્રેન તેના નિયમિત માર્ગ વાયા કાનપુર સેન્ટ્રલ ઐશબાગ, મલ્હૌર, બારાબંકી, ગોરખપુરના બદલે આંશિક રીતે પરિવર્તિત માર્ગ વાયા કાનપુર સેન્ટ્રલ પ્રયાગરાજમાં બેલહા દેવી ધામ પ્રતાપગઢ જંક્શનગોરખપુર થઈને દોડશે. માર્ગમાં ફેરફારને કારણે આ તારીખો દરમિયાન આ ટ્રેન ઐશબાગ, બાદશાહનગર, બારાબંકી અને ગોંડા સ્ટેશનો પર જશે નહીં.

રેલવે પ્રશાસન મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરીનું આયોજન કરે. ટ્રેનોના સંચાલન સંબંધિત લેટેસ્ટ માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની અવશ્ય મુલાકાત લે, જેથી તેમને કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે.

Exit mobile version