ઉત્તર પૂર્વ રેલવેમાં ગોંડા-બુઢવલ સેક્શનમાં નોન-ઇન્ટરલોકિંગ કામગીરીના કારણે રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી ઓખા-ગોરખપુર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન આંશિક રીતે બદલાયેલા માર્ગ પર દોડશે. જેની વિગતો નીચે મુજબ છે. 8 અને 15 માર્ચ, 2026ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન સંખ્યા 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ વાયા બારાબંકી-ગોંડા-મનકાપુરના બદલે આંશિક રીતે પરિવર્તિત માર્ગ વાયા બારાબંકી-અયોધ્યા કેન્ટ-મનકાપુર થઈને ચાલશે. આ ફેરફારને કારણે ટ્રેન જે સ્ટેશન પર નહીં જાય તેમાં ગોંડા સ્ટેશનનો સમાવેશ થાય છે. રેલ મુસાફરોને વિનંતી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીનું આયોજન કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટેwww.e nquiry. indianrail. gov.in ની મુલાકાત લે જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય.
તા.8 અને 15 માર્ચની ઓખા-ગોરખપુર એકસપ્રેસ આંશિક રીતે બદલાયેલા રૂટમાં દોડશે

