Uncategorized
ઊલટી ગંગા: પત્નીએ છરીના ઘા ઝીંકી પતિને પતાવી દીધો

રાજકોટમાં ક્રાઈમ રેટ દિવસેને દિવસે વધતો જાય છે. ત્યારે છેલ્લા થોડા સમયથી એક પછી એક હત્યાની હારમાળા શરૂ થઈ છે. જેમાં આજે વધુ એક બનાવ હત્યામાં પલ્ટાયો છે. રાજકોટના ભારતીનગર શેરી નં. 6માં રહેતા અને પ્લમ્બીંગનું કામ કરતા યુવાનને પત્નીએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતા સનસનાટી મચી જવા પામી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ રાજકોટના ભારતીનગર શેરી નં. 6માં રહેતા અને પ્લમ્બીંગનું કામ કરતા ભવાનભાઈ રવજીભાઈ નકુમ ઉ.વ.45એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે પોતાની પત્ની વનિતા ભવાનભાઈ નકુમનું નામ આપ્યું છે.
પોલીસ ફરિયામાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી પોતાની પત્ની વનીતા પુત્ર ધાર્મિક ઉ.વ.16 અને દિકરી નેન્સી ઉ.વ.6 સાથે ભારતીનગરમાં છેલ્લા દોઢેક માસથી રહે છે. અગાઉ દસેક વર્ષ પહેલા શાસ્ત્રીનગરમાં ભાડાના મકાનમાં રહેતા હતા. આ વખતે પત્ની વનીતાને પાડોશમાં રહેતા જગદીશભાઈ સાથે પ્રેમ સબંધ બંધાયો હતો.
પાડોશી યુવાનના પ્રેમમાં પાગલ બનેલી વનીતા છ વર્ષ પહેલા પતિ-પુત્ર અને પુત્રીને પડતા મુકી પ્રેમી જગદીશ સાથે ભાગી ગઈ હતી. ત્યાર બાદ ફરિયાદી યુવાન પોતાના બાળકો સાથે એકલો રહેતો હતો અને મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
દોઢેક માસ પહેલા પત્ની વનીતાનો પતિ ભવાન ઉપર ફોન આવ્યો હતો અને હું ભારતીનગરમાં એકલી રહું છું જગદીશ મને મુકીને જતો રહ્યો છે. તમે બાળકોને લઈ અહીં રહેવા આવતા રહો આપણે સાથે રહેશું. તેવી વાત કરતા પતિ બન્ને બાળકોને લઈ પત્ની સાથે રહેવા જતો રહ્યો હતો.
દરમિયાન ગત તા. 11-9-23ના રાત્રીના નવેક વાગ્યે ભવાનભાઈ જમીને ખાટલા ઉપર સુતા હતા અને પત્ની માળિયામાં રહેલી સુટકેસ નીચે ઉતારી તેમાંથી પ્રેમ લગ્નના કાગળો શોધતી હતી જે નહીં મળી આવતા પતિ ભવનને કહ્યું હતું કે, મારી સુટકેસમાંથી કાગળો કોણે લીધા પરંતુ ભવાને કાગળ વિશે કશુ જાણતો નહીં હોવાનું જણાવ્યું હતું જેના કારણે પત્ની ઉશ્કેરાઈ ગઈ હતી અને કહેવા લાગેલ કે કાગળો આપી દો નહીંતર ધાર્મિકને મારી નાખીશ તેમ કહી પત્નીએ હાથમાં છરી લઈ ધાર્મિકને મારવા દોડી હતી આ વખતે પતિ ભવાન વચ્ચે આવી જતા રોશે ભરાયેલ પત્નીએ પતિને પેટના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા.
ત્યાર બાદ ભવાનભાઈને સારવાર અર્થે સૌપ્રથમ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અને ત્યાર બાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. ત્યાં એક માસની સારવાર બાદ ગઈકાલે રાત્રે ભવાનભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા બનાવ હત્યાના ગુનામાં પલ્ટાયો છે.
આ ઘટના અંગે પોલીસે અગાઉ ભવાનભાઈ નકુમની ફરિયાદ પરથી પત્ની વનિતા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. જ્યારે એક માસ બાદ યુવાનનું મોત થતા હવે પોલીસે આ બનાવમાં 302ની કલમનો ઉમેરો કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
Uncategorized
સ્ટેન્ડિંગમાં 50.47 કરોડના ખર્ચને મંજૂરી: અનેક કામો ઓનથી અપાયા

કમિશનર વિભાગમાંથી રજૂ થયેલ 38 દરખાસ્ત સર્વાનુમતે મંજૂર
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજરોજ મળેલ કમિશનર વિભાગમાંથી રજૂ થયેલ 38 દરખાસ્તના રૂૂપિયા 50.47 કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી હતી આજની દરખાસ્ત પૈકી ન્યારી એક ડેમ ખાતે મિયાવાકી થીમ બેચ વૃક્ષારોપણ તેમજ પ્રદ્યુમન પાર્ક પાસે તૈયાર થનાર સફારી પાર્કમાં ઘનિષ્ઠ વૃક્ષા રોપણ અને રૂૂપિયા 33 કરોડના ખર્ચે એસટીપી નો નવો પ્લાન્ટ તેમજ તેવર કામ તથા પેવિંગ બ્લોક અને નવી આંગણવાડી સહિતની દરખાસ્તના ખર્ચને મંજૂરી આપવામાં આવેલ પરંતુ આ વખતે પણ મોટાભાગના કામોમાં તૈયાર થયેલ એસ્ટીમેન્ટ ફેલ થયું હતું અને અનેક કામો એસ્ટીમેન્ટ કરતા વધુ રકમ એટલે કે ફોનથી આપવા કોર્પોરેશન મજબૂર બન્યું હતું.
મહાનગરપાલિકા દ્વારા ન્યારી-1 ડેમ ખાતે મીયાકાવી પધ્ધતિથી થીમ ફોરેસ્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેવી જ રીતે પ્રદ્યુમન પાર્ક પાછળ પણ સફારી પાર્કની ખુલ્લી જગ્યામાં ઘનીષ્ટ વૃક્ષારોપણ કરવામાં આવશે. મીયાવાકી ફોરેસ્ટમાં 1.55 કરોડના ખર્ચે 50 હજાર ચો.મી. જગ્યામાં વૃક્ષોનું વાવેતર અને ચાર વર્ષ માટે જતન કરવાનું કામ આપવામાં આવસે. તેવી જ રીતે સફારી પાર્કની જગ્યામાં 9 હજાર વૃક્ષોનું રોપાણ કરવામાં આવશે.
મહાનગરપાલિકાના લીગલ વિભાગ દ્વારા અલગ અલગ પ્રકારના કેસનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. મુદત માટે બહારગામ અધિકારીઓને જવા તેમજ વકિલ રોકવાની ફી સહિતનો ખર્ચ વર્ષે 50 લાખ આપવામાં આવતો હતો પરંતુ આવર્ષે નવેમ્બર માસ સુધીમાં ખર્ચ 47 લાખે પહોંચી જતા હવે મોંઘવારીના કારણે ખર્ચમાં વધારો કરવો પડે તેવું લાગતા 25 લાખનો વધારો કરવામાં આવ્યો છે. આથી હવે દર વર્ષે લીગલ વિભાગને અલગ અલગ પ્રકારનાખર્ચ માટે 75 લાખ ફાળવવામાં આવશે.
શહેરનો વ્યાપ વધતા ફાયર સ્ટેશનોની સાથો સાથ ફાયરના સાધનોની વધુ જરૂરિયાત ઉભી થઈ રહી છે. તેવી રીતે ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પણ કેમીકલ ઉદ્યોગો આવતા આગની દુર્ઘટના સમયે હવે નવી પધ્ધતિ પ્રમાણે આગ બુઝાવવાના સાધનોની ખરીદીની જરૂરિયાત ઉભી થતા મહાનગરપાલિકા વધુ એક ફાયર ફોમ ટેન્કર 89 લાખના ખર્ચે ખરીદશે. તેવી જ રીતે 14.75 લાખના ખર્ચે જમ્પીંગ કુસનની ખરીદી કરશે.
મોટામૌવા ખાતે 40 વર્ષ પહેલા બનેલ બ્રીજ જર્જરીત થયો હોવાનો યુનિટેસમાં બહાર આવ્યું છે. આથી હવે બ્રીજનું ચેકિંગ કરવામાં આવશે. અને નબળાઈ દૂર કરવા માટે બ્રીજનું રિનોવેશન કરવામાં આવશે જેના માટે ક્ધસલ્ટન્ટ કંપનીની નિમણુંક કરવામાં આવી છે. મોટામૌવા ખાતે હાલ એક બ્રીજનું નિર્માણકામ ચાલુ છે. જેમાં પણ મટિરીયલ નબળુ વાપરવાનું બહાર આવે આથી જૂના પથ્થરના બ્રીજનું રિનોવેશન કરી હાલમાં બનનાર બ્રીજ 36 મીટરનો પહોળો કરવામાં આવશે. મહાનગરપાલિકા સંચાલિત 23 આરોગ્ય કેન્દ્ર ખાતે એકઠો થતો બાયોવેસ્ટના નિકાલ માટે એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે. જે મુજબ દર ત્રણ દિવસે અંદાજે 20 કિલો બાયોવેસ્ટ એક આરોગ્ય કેન્દ્ર ખાતે એકઠો થાય છે. આથી કંપની દ્વારા રૂા. 36ના કિલોના ભાવથી તમામ આરોગ્ય કેન્દ્ર ખાતેથી બાયોવેસ્ટ એકઠો કરી જેનો નિયમ મુજબ નિકાલ કરવામા આવશે. તેવી જ રીતે એક આરોગ્ય કેન્દ્ર ખાતેથી બાયોવેસ્ટ લેવાના પ્રતિમાસ રૂા. 310 વાહન ભાડુ પણ કંપની ઉઘરાવશે.
કાલાવડ રોડ ઉપર રૂપિયા 3.64 કરોડના ખર્ચે બનશે નવી એનિમલ હોસ્ટેલ
આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરમાં વધુ એક એનિમલ હોસ્ટેલને મંજૂરી આપવામાં આવી છે કાલાવડ રોડ ઉપર તાલુકા પોલીસ સ્ટેશનની સામે લક્ષ્મીના ધોળા પાછળ રૂૂપિયા 3.64 કરોડના ખર્ચે છ સેડ તૈયાર કરવામાં આવશે કુલ 896 ચોરસ મીટરમાં એનિમલ હોસ્ટેલ તૈયાર કરવામાં આવશે જેમાં 800 થી વધુ પશુઓનો સમાવેશ થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે મનપાત દ્વારા પકડવામાં આવેલ પશુઓ ઉપરાંત પશુપાલકો પોતાના ઢોર આ એનિમલ હોસ્ટેલમાં રાખી શકશે.
વિગત રકમ
કાર્યક્રમ ખર્ચ 1,09,768
તબીબી આર્થિક સહાય 5,00,000
પેવિંગ બ્લોક 1,70,64,177
વાહન ખરીદી 89,11,840
ગાર્ડન 2,26,44,400
નવી આંગણવાડી 15,65,000
એનિમલ હોસ્ટેલ 4,12,23,00
ડ્રેનેજ 36,41,62,081
વોટર વર્કસ 4,70,91,747
મશીનરી/સાધન સામગ્રી 14,75,000
કુલ ખર્ચ 50,47,47,013
Uncategorized
સગીરાના દુષ્કર્મના આરોપીને 10 વર્ષની સજા ફટકારતી ખંભાળિયા કોર્ટ

ખંભાળિયામાં રહેતી એક સગીરાને લગ્ન કરવાની લાલચ આપી તેણીને અપહરણ કરીને લઈ ગયા બાદ દુષ્કર્મ આચરવાના પ્રકરણમાં ખંભાળિયાની સ્પેશિયલ એડિશનલ સેશન્સ કોર્ટે આરોપીને દસ વર્ષની સખત કેદની સજા તથા રૂૂપિયા 10,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયામાં આવેલી કચોરીયા વાડી ખાતે રહેતા જીતુ ઉર્ફે જીતો બલુ જોગાણી નામના શખ્સ દ્વારા અહીંની એક સગીરાને આજથી આશરે 10 વર્ષ પૂર્વે લગ્ન કરવાની લાલચ આપીને લલચાવી, ફોસલાવી તેણીના પરિવારજનોના વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયો હતો. આરોપી શખ્સ સગીરાને જામનગર, ચોટીલા, અમદાવાદ, સુરત, વલસાડ વિગેરે સ્થળોએ લઈ ગયા બાદ ઉપરોક્ત શખ્સ સામે અપહરણની કલમ મુજબ અહીંના પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
આ પ્રકરણમાં તપાસનીસ પોલીસ અધિકારીએ આરોપીને શોધી કાઢી અને સગીરાની તબીબી ચકાસણી કરાવી હતી. જેમાં એફ.એસ.એલ.ના રિપોર્ટના આધારે સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું ખુલવા પામ્યું હતું. આ સમગ્ર પ્રકરણ અંગે અહીંની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ થયા બાદ પોક્સો એક્ટની કલમનો પણ ઉમેરો થયો હતો. આ પ્રકરણમાં જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા અદાલત સમક્ષ વિવિધ આધાર, પુરાવાઓ તેમજ ભોગ બનનાર અને મેડિકલ ઓફિસરની જુબાની વિગેરે રજુ કરવામાં આવતા એડિશનલ સેશન્સ જજ શ્રી વી.પી. અગ્રવાલ દ્વારા આરોપી જીતુ ઉર્ફે જીતો જોગાણીને તકસીરવાન ઠેરવી, આ સમગ્ર કેસમાં તેને દસ વર્ષની સખત તથા રૂૂપિયા 10,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આટલું જ નહીં, ભોગ બનનારને તેમના સામાજિક, માનસિક અને આર્થિક પુનર્વસન માટે વીટનેસ કોમ્પનસેશન સ્કીમ હેઠળ રૂૂપિયા ે લાખનું વળતર ચૂકવવા પણ હુકમ કરવામાં આવ્યો છે.
Uncategorized
તાલાલા-ઉના વિસ્તારમાંથી દેશી બંદૂક સાથે 2 શખ્સને દબોચી લેતી ગીર સોમનાથની SOG

આગામી દિવસોમાં ગુજરાત રાજયમાં વાઇબ્રન્ટ સમિટ-2024 યોજાનાર હોઇ, જેને અનુલક્ષીને રાજયમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સારૂ ગે.કા.શસ્ત્રોના ઉપયોગ, સંગ્રહ, ઉત્પાદન, હેરાફેરી, વેચાણ કરતા ઇસમો ઉપર કાયદેસર કાર્યવાહી કરવા અધિક પોલીસ મહાનિદેશ, એ.ટી.એસ. અને કોસ્ટલ સિકયુરીટી ગુ.રા. અમદાવાદનાઓ તરફથી ખાસ ડ્રાઇવ રાખવામાં આવેલ હોય જે ડ્રાઇવ અન્વયે જુનાગઢ વિભાગના ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર, જુનાગઢ રેન્જ, જુનાગઢનાઓ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાનાઓ તરફથી ગેરકાયદેસર અને પરવાના વગરના હથીયાર પકડી પાડવા તેમજ જુદા-જુદા સોશ્યલ મિડીયામાં હથીયાર સાથેના વિડીયો/ફોટો મુકી લોકોમાં ભય ફેલાવતા ઇસમોને પકડી પાડવા કરેલ સુચના મુજબ, ગીરસોમનાથ એસ.ઓ.જી. ઇન્ચાર્જ પો.ઇન્સ. એ.બી.જાડેજાના માર્ગદર્શન અનુસાર તા.08/12/2023ના એસ.ઓ.જી. શાખાના પો.સબ.ઇન્સ. આર.એચ.મારૂ સા. તથા પો.સબ ઇન્સ. કે.પી.જાદવ સા. તથા એ.એસ.આઇ. નરવણસિંહ ગોહીલ તથા ગોવિંદભાઇ વંશ તથા સુભાષભાઈ ચાવડા તથા દેવદાનભાઈ કુભારવડીયા તથા ઇબ્રાહીમશા બાનવા તથા ગોવિંદભાઇ રાઠોડ તથા ભુપતગીરી મેઘનાથી તથા પો.હેડ કોન્સ ગોપાલભાઇ મોરી તથા સલીમભાઇ મકરાણી તથા પ્રકાશભાઇ સોલંકી તથા પો.કોન્સ ધર્મેન્દ્રસિંહ ગોહીલ તથા મેહુલસિહ પરમારએ રીતેના પોલીસ સ્ટાફ સાથે કામગીરી સબબ પ્રભાસ પાટણ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન સયુકત બાતમી આધારે આર્મ્સ એકટ મુજબ વિગતે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. તા.08/12/2023 ના એસ.ઓ.જી. સ્ટાફના પો.અધિ./પોલીસ સ્ટાફ સાથે કામગીરી સબબ તાલાલા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન માધુપુર જશાધાર રોડ, કેનીંગ વાડી કટીંગ નામની ધાર વિસ્તાર પાસેથી જુનેદ ઉમરભાઈ કિરીલદલ, સંધી મુસ્લીમ, ઉવ.23 રહે. જશાધાર, તા. તાલાલા, વાળા પાસેથી ગે.કા. લાયસન્સ કે દેશી જામગરી બંદૂક-01 કિ.રૂ.1000/- વાળી સાથે પકડી પાડી આરોપી વિરૂધ્ધ તાલાલા પો.સ્ટે.માં ગુન્હો રજી. કરાવેલ. તા.08/12/2023 ના એસ.ઓ.જી. સ્ટાફના પો.અધિ./પોલીસ સ્ટાફ સાથે કામગીરી સબબ ઉના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન વાવરડા ગામથી કાંધી ગામ જતા રસ્તા ઉપર કેનાલ પાસે વાવરડા ગામની સીમ પાસેથી સોહીલ ઉર્ફે છોટુ અહેસાનભાઈ ઉનડજામ, સંધી મુસ્લીમ, ઉવ. 28 રહે.ઉમેજ તા.ઉના. વાળા પાસેથી ગે.કા.લાયસન્સ કે પરવાના વગર દેશી જામગરી બંદૂક-01 કિ.રૂ.1000/- વાળી સાથે પકડીપાડી આરોપી વિરૂધ્ધ ઉના પો.સ્ટે.માં ગુન્હો રજી. કરાવેલ.
-
Sports3 weeks ago
કોહલી-રોહિત નહીં આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ખતરનાક, કાંગારુ કેપ્ટને કર્યો ખુલાસો
-
LIFESTYLE1 month ago
દિવાળી પહેલા JIO નો મોટો ધમાકો: ઓછી કિંમત ને વધારે ફિચર્સ સાથે 4G મોબાઇલ કર્યો લૉન્ચ, જુઓ કેવા છે ફીચર્સ
-
પોરબંદર2 months ago
પોરબંદર પંથકના ખેડૂત નાં રૂા. 50 હજાર સેરવી લેનાર ત્રણ ઝડપાયા
-
પોરબંદર2 months ago
આરોગ્યની જાળવણી માટે ખેડૂતોએ મિલેટ્સ ધાન્યોનું વાવેતર વધારવું જોઇએ: પર્યાવરણ મંત્રી
-
પોરબંદર2 months ago
સગર સમાજની ભગીરથ જનકલ્યાણ યાત્રાનું ભાણવડ ખાતે આગમન
-
પોરબંદર1 month ago
બોટાદ જિલ્લામાં વીજતંત્ર આકરા પાણીએ : 228 કનેક્શનમાંથી રૂા. 1.11 કરોડની વીજચોરી પકડાઈ
-
પોરબંદર2 months ago
ગાંધવી સમુદ્ર કિનારે તથા ભાણવડ પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ
-
પોરબંદર1 month ago
પોરબંદરની સ્વામિનારાયણ નર્સિંગ કોલેજના વોર્ડનના બીભત્સ શબ્દાના ઉચ્ચારથી ચકચાર