રાષ્ટ્રીય

હવે QR કોડવાળા પાનકાર્ડ જારી કરાશે: કેબિનેટની મંજૂરી

Published

on



પીએમ મોદીની આગેવાની મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતો અને વિદ્યાર્થી માટે બે મોટા નિર્ણય લેવાયાં છે. ખેડૂતો માટે નેશનલ મિશન ફોર નેચરલ ફાર્મિંગ અને વિદ્યાર્થીઓ માટે વન નેશન વન સબસ્ક્રિપ્શનને મંજૂરી આપવામાં આવી છે.


માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, કુદરતી ખેતી પર રાષ્ટ્રીય મિશન એક અગ્રણી નિર્ણય છે. 2481 કરોડ રૂૂપિયાના બજેટ સાથે આ મિશન દેશભરના 1 કરોડ ખેડૂતોને આવરી લેશે. જમીનની ગુણવત્તામાં સુધારો કરવાની અને રાસાયણિક મુક્ત ખોરાક સાથે લોકોના સ્વાસ્થ્યને જાળવવાની જરૂૂર છે, તેથી કુદરતી ખેતી પરનું રાષ્ટ્રીય મિશન એક અગ્રણી નિર્ણય છે. 2019-20 અને 2022-23માં સફળ પ્રયોગો બાદ કુદરતી ખેતીને મિશન મોડ પર પ્રોત્સાહન આપવામાં આવશે. હાલમાં સમગ્ર દેશમાં લગભગ 10 લાખ હેક્ટર જમીન કુદરતી ખેતી હેઠળ છે.


અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મોદી સરકારે બીજો મોટો નિર્ણય વિદ્યાર્થીઓ માટે લીધો છે જેમને માટે વન નેશન વન સબસ્ક્રિપ્શન યોજનાને મંજૂરી આપવામાં આવી છે. સંશોધન માટે ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રકાશનોની જરૂૂર પડે છે જે ખૂબ ખર્ચાળ હોય છે તેથી વિદ્યાર્થીઓની મદદ માટે આવા મોંઘા જર્નલ લાવવામાં આવશે, તેનું સબસ્ક્રિપ્શન લેવામાં આવશે અને પછી દેશની તમામ શૈક્ષણિક સંસ્થાઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે. આના માટે અંદાજે 100 કરોડ રૂૂપિયાનો ખર્ચ થશે તેવો અંદાજ છે.
સોમવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પીએએન 2.0 પ્રોજેક્ટને મંજૂરી આપી દેવાઈ છે. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે પીએએનને કયુઆર કોડ સાથે મફતમાં અપગ્રેડ કરવામાં આવશે. પીએએન બદલાશે નહીં પરંતુ કયુઆ કાર્ડ સાથેનું નવું કાર્ડ મફતમાં મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version