Site icon Gujarat Mirror

રાક્ષસી કૃત્ય જેવી ઘટના બાદ ભાજપના એક પણ મંત્રી દેખાયા નહીં : શક્તિસિંહ

BZ ગ્રૂપ કે ખ્યાતિકાંડમાં વરઘોડા નીકળ્યા? બેવડી જાતિ સામે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષની સટાસટી

ઓલ ઇન્ડિયા કોંગ્રેસના મહામંત્રી અને રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનીકની પત્રકાર પરિષદ યોજાઇ છે. જેમાં પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યાં છે. ઉપરાંત વિધાનસભાના વિપક્ષ નેતા અમિત ચાવડાની હાજરીમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે દુષ્કર્મ, હીરા મંદી, કૌભાંડ સહિતના મુદ્દે ભાજપને ઘેરી છે.

શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું છે કે જે પરિસ્થિતિ ગુજરાતની છે તે કેમેરા જોઈ રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાનની કર્મભૂમિ ગુજરાત છે જેમાં ગુજરાત માં શાંતિ અને કાયદો વ્યવસ્થા અવ્વલ નંબરની રહેતી હતી. દેશમાં ગુજરાતની વ્યવસ્થા વખણાતી હતી. રાત્રે દીકરી સાયકલ પર ઘરે જતી હતી. ત્યારે હવે બળાત્કારની ઘટનાઓ ગુજરાતમાં બની રહી છે. આ પ્રકારની કાયદો વ્યવસ્થાની સ્થિતિ ગુજરાતમાં ક્યારેય ન્હોતી. ગરીબ પરિવારની નાની ફૂલ જેવી દીકરી પર બળાત્કાર થયો છે. રાક્ષસી કૃત્ય કરતા શરમજનક ઘટના બની છે. ઝારખંડમાંથી કોંગ્રેસના મિનિસ્ટર આવી આર્થિક સહાય અને દુ:ખમાં ભાગીદાર થાય છે પરંતુ ભાજપના એક પણ મંત્રી આવીને ઊભા નહી રહ્યાં તે દુ:ખની વાત છે.

માત્ર પબ્લિસિટી સ્ટંટ કરવાના બદલે સરકારની આ જવાબદારી છે. આખા દેશમાં સૌથી વધુ ડ્રગ્સ ગુજરાતમાંથી પકડાય છે જે ભાજપની હપ્તાખોરીનું કારણ છે. તેમજ ચૂંટણીમાં ગુંડાઓની મદદ લેવામાં આવે છે. તેમજ નિટની પરીક્ષામાં પેપર ફોડવામાં ભાજપનો નેતા હતા. તેમજ સાબરકાંઠામાં કરોડોનું કોભાંડ કર્યું તેનું જોડાણ ભાજપ સાથે મળી આવ્યું છે. સુરતના ડાયમંડ ઉદ્યોગમાં લાગતી બ્રેક પર શક્તિસિંહે પ્રહાર કરતા જણાવ્યું છે કે ભારતમાં ડુપ્લીકેટ લેબગ્રોન ડાયમંડ બની રહ્યા છે. તેમજ ઇણ ગ્રુપના કરોડોના કૌભાંડ પર શક્તિસિંહે ભાજપ સરકાર સામે આક્ષેપ કરતા જણાવ્યું કે સાબરકાંઠામાં કરોડોનું કૌભાંડ ભાજપ સાથે મળીને કરવામાં આવ્યું છે. ભાજપમાં કોઈનો વરઘોડો નીકળ્યો ? જેમાં ખ્યાતિ હોસ્પિટલ જેવું કાંડ થાય તેવામાં કોઈનો વરઘોડો નીકળ્યો ? જેમાં ભાજપની બેવડી નીતિ છે. જેમાં ભાજપ એટલે બડકા જૂઠાણું પાર્ટી તેવું કહી શક્તિસિંહે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે.

Exit mobile version