ગુજરાત
કાયદાથી ઉપર કોઇ નથી, ભલે તે મુખ્ય સચિવ હોય: હાઇકોર્ટ

ચાર દિવસ પહેલા ગુજરાત હાઇકોર્ટે રાજ્યના વિવિધ શહેરના પોલીસ કમિશ્નર અને જિલ્લા કલેક્ટરની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે સામાન્ય લોકો સાથે પોલીસ કમિશ્નર અને જિલ્લા કલેક્ટર પોતે ભગવાન હોય તેવું વર્તન કરે છે. તો આજે 6 નવેમ્બરે ગુજરાત હાઇકોર્ટે મુખ્ય સચિવ અને અન્ય સચિવ કક્ષાના અધિકારીઓની પણ ઝાટકણી કાઢી છે.
ટ્રાઈબલ વિસ્તારોમાં નક્સલવાદ ન વધે એ માટે વોકેશનલ ટ્રેનિંગ અને રોજગારની તકો ઊભી કરવા કેન્દ્ર સરકારે એક પ્રોજેક્ટ શરૂૂ કર્યો હતો અને તેમાં કેન્દ્ર સરકાર 100 ટકા ભંડોળ આપતી હતી. જો કે આ ભંડોળના ઉપયોગ અધિકરીઓમાં વિવાદ થયો હતો. ભંડોળ મુદ્દે ઉભા થયેલ વિવાદમાં વર્ષોથી નોકરી કરનારાઓનો પ્રશ્ન ઉકેલવા જરૂૂરી નિર્ણય લેવા હાઇકોર્ટે સરકારને તાકીદ કરી હતી.
હાઇકોર્ટના આદેશ બાદ પણ સરકાર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ગુજરાત હાઇકોર્ટે રાજ્યના મુખ્ય સચિવ અને અન્ય સચિવ કક્ષાના અધિકારીઓની ઝાટકણી કાઢી છે. હાઇકોર્ટે કહ્યું કે મુખ્ય સચિવ અને અન્ય વિભાગના સચિવોએ આ મુદ્દાની ગંભીરતા સમજી નથી. ઉચ્ચ પદ પર બેઠેલ અધિકારી પ્રત્યે માન હોય, પણ કોર્ટના હુકમની અમલવારીમાં બેદરકારી કરનારને ચલાવી લેવાય નહીં. કોઈપણ કાયદાથી ઉપર નથી, ભલે તે મુખ્ય સચિવ હોય.
હાઇકોર્ટના આકરા વલણ બાદ સરકાર પક્ષે કરાયેલ સોગંદનામુ બિન શરતી રીતે પાછું ખેંચાયું છે. આ મામલે સરકારે 9 તારીખ સુધીમાં હકારાત્મક નિર્ણય લેવા હાઇકોર્ટને બાંહેધરી આપી છે.
ગુજરાત
નરેગા કૌભાંડમાં જવાબદાર અધિકારીઓ સામે FRI નોંધવા હાઇકોર્ટનો આદેશ

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનાના ભંડોળના દુરુપયોગ માટે સરકારી અધિકારીઓ સામે સત્તાવાળાઓ દ્વારા કાર્યવાહીના અભાવની ગંભીર નોંધ લેતા, ગુજરાત હાઇકોર્ટે ગુરુવારના રોજ તાપી જિલ્લામાં કૌભાંડની તપાસનો આદેશ આપ્યો હતો, અને નિર્દેશ આપ્યો હતો કે, આ અંગે FIR નોંધવામાં આવે. ગુજરાત હાઈકોર્ટના નિર્દેશો વર્ષ 2019માં દાખલ કરવામાં આવેલી પીઆઈએલના જવાબમાં આવ્યા હતા.
અરજદારના એડવોકેટ અર્ચિતા પ્રજાપતિએ રજૂઆત કરી હતી કે, 36 જોબ કાર્ડ પર NREGA ફંડની વહેંચણીમાં રૂૂપિયા 1.5 લાખની ઉચાપત મળી આવી હતી. કૌભાંડનો પર્દાફાશ થયા બાદ અધિકારીઓએ રૂૂપિયા 1.37 લાખની વસૂલાત કરી હતી. પ્રજાપતિએ જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ કરી હતી.
ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ માયીની ખંડપીઠે જિલ્લા કાર્યક્રમ સંયોજકને રક્ષણ આપવા બદલ સત્તાવાળાઓની ઝાટકણી કાઢી હતી અને પૂછ્યું હતું કે, શા માટે સામેલ અધિકારીઓ સામે પગલાં લેવામાં આવ્યાં નથી. તેમની સંડોવણી વિના, આ થઈ શક્યું ન હોત. ગુજરાત હાઇકોર્ટે પૂછ્યું કે, શું તમે તમારી પોતાની ઓફિસને સેનિટાઇઝ કરી છે? તમે તેઓ પાસેથી વસૂલાત કરી છે, જેમને ગેરકાયદેસર રીતે ચુકવણી કરવામાં આવી હતી. તે તમારા અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. શું તમે તમારા અધિકારીઓને ઓળખ્યા છે?
જ્યારે કોર્ટને કહેવામાં આવ્યું હતું કે, પોલીસને કૌભાંડ વિશે જાણ કરવામાં આવી છે, ત્યારે કોર્ટ ગુસ્સે થઈ હતી અને મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, તમે એવી દલીલ કરી શકતા નથી કે, તમારા અધિકારીઓ તેમની ફરજો નિભાવી શકતા નથી. જો તેઓ પરિસ્થિતિને સંભાળવામાં અસમર્થ હોય, તો બીજું કોણ કરશે? જો પોલીસ તમારા અધિકારીઓને સાંભળતી નથી, તો તમે કેવી રીતે અપેક્ષા કરશો કે, પોલીસ સામાન્ય માણસની વાત સાંભળે?
ખંડપીઠે ગ્રામીણ વિકાસ કમિશનરને સૂચના આપી હતી કે, તેઓ યોજનાના અમલીકરણ અને દેખરેખમાં દરેક સ્તરે અધિકારીઓની ભૂમિકા શોધવા માટે તપાસ અધિકારીની નિમણૂક કરીને જાહેર ભંડોળના દુરુપયોગની તપાસ શરૂૂ કરે.
વિભાગને આદેશ આપવામાં આવ્યો છે કે, તેઓ જિલ્લા, તાલુકા અને પંચાયત સ્તરે તમામ અધિકારીઓને નોટિસ આપે, તેમની સુનાવણી કરે અને 24 જાન્યુઆરી સુધીમાં હાઈકોર્ટમાં તપાસ અહેવાલ સુપરત કરે. આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે જેની ભૂમિકાઓ છે, તે તમામ ભૂલ કરનારા લોકો સામે એફઆઈઆર કરવાનો આદેશ આપ્યો છે. જાહેર નાણાંની ઉચાપતના મામલામાં પહેલાથી જ મળી આવ્યા છે.
rajkot
ઉપલેટાના નવાપરા ગામે પ્રેમ પ્રકરણમાં સમાધાન માટે બોલાવી યુવાનને માર માર્યો

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નવાપરા ગામે ગઈકાલે બપોરે પરિણીત યુવાનને પ્રેમ પ્રકરણમાં સમાધાન માટે બોલાવી ‘તું શું કામ અમારા જમાઈને જામજોધપુર ફોન કરશ’ તેમ કહી પ્રેમિકાના કાકા સહિત ત્રણ શખ્સોએ લાકડી વડે માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, ઉપલેટાના નવાપરા ગામે રહેતા અને ડ્રાઈવીંગ કરતાં વિપુલ મનજીભાઈ બારીયા (ઉ.30) નામના યુવાને ભાયાવદર પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે નવાપરા ગામના જ હમીરભાઈ રામશીભાઈ નંદાણીયા, રવિ રાજશીભાઈ નંદાણી, હિરેન રાજશીભાઈ નંદાણીયાના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી યુવાનને આરોપી હમીરભાઈ નંદાણીયાની ભત્રીજી સાથે પ્રેમ સંબંધ હોય જેની જાણ આરોપીઓને થઈ જતાં ગઈકાલે સમાધાન માટે બોલાવ્યો હતો. નવાપરા ગામે જ દુકાને સમાધાન માટે ભેગા થયા ત્યારે ફરિયાદી યુવાનના પિતા મનજીભાઈ અને ભાઈ રાહુલની નજર સામે જ ત્રણેય આરોપીઓએ ‘તું શું કામ અમારા જમાઈને જામજોધપુર ફોન કરશ’ તેમ કહી બેફામ ગાળો દઈ લાકડી વડે માર માર્યો હતો.
આ બનાવ અંગે ભાયાવદર પોલીસે યુવાનની ફરિયાદ પરથી ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે. આ બનાવની તપાસ એએસઆઈ પી.પી.જાડેજા ચલાવી રહ્યાં છે.
rajkot
ટનલની મેન્ટેનન્સ કામગીરીથી રાજકોટ ડિવિઝનની ચાર ટ્રેનોના રૂટમાં ફેરફાર

દક્ષિણ પશ્ચિમ રેલવેના સત્યસાઈ પ્રસંતિ નિલયમ અને બસમપલ્લી સ્ટેશનો વચ્ચે આવેલી ટનલ નંબર 65ની મેન્ટેનન્સ કામગીરીને કારણે રાજકોટ ડિવિઝનની ચાર ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂૂટ પર દોડશે.
ટ્રેન નંબર 19568 ઓખા-તુતીકોરિન વિવેક એક્સપ્રેસ 8 ડિસેમ્બર, 2023 થી 26 જાન્યુઆરી, 2024 સુધી ડાયવર્ટ કરેલા રૂૂટ વાયા ગુંટકલ-રેનિગુંટા-જોલારપેટ્ટાઈ-સાલેમ થઈને દોડશે. આ ટ્રેન જ્યાં નહીં જાય તેમાં અનંતપુર, ધર્માવરમ, હિન્દુપુર, યેલાહંકા અને બંગારાપેટ સ્ટેશનો નું સમાવેશ થાય છે. ટ્રેન નંબર 19567 તુતીકોરીન-ઓખા વિવેક એક્સપ્રેસ 10 ડિસેમ્બર, 2023 થી 28 જાન્યુઆરી, 2024 સુધી ડાયવર્ટ કરેલા રૂૂટ વાયા સાલેમ-જોલારપેટ્ટાઈ-રેનિગુંટા-ગુંટકલ થઈને દોડશે. આ ટ્રેન જ્યાં નહીં જાય તેમાં બાંગરાપેટ, કૃષ્ણરાજપુરમ, યેલાહંકા, હિન્દુપુર, ધર્માવરમ અને અનંતપુર સ્ટેશનો નું સમાવેશ થાય છે.
ટ્રેન નંબર 16613 રાજકોટ-કોઈમ્બતુર એક્સપ્રેસ 10 ડિસેમ્બર, 2023 થી 28 જાન્યુઆરી, 2024 સુધી ડાયવર્ટ કરેલા રૂૂટ વાયા ગુંટકલ-રેનિગુંટા-જોલારપેટ્ટાઈ-તિરુપત્તુર-સાલેમ થઈને દોડશે. આ ટ્રેન જ્યાં નહીં જાય તેમાં ગુટી, અનંતપુર, ધર્માવરમ, હિન્દુપુર, કૃષ્ણરાજપુરમ અને બંગારાપેટ સ્ટેશનો નું સમાવેશ થાય છે. ટ્રેન નંબર 16614 કોઈમ્બતુર-રાજકોટ એક્સપ્રેસ 8 ડિસેમ્બર, 2023 થી 26 જાન્યુઆરી, 2024 સુધી ડાયવર્ટ કરેલા રૂૂટ વાયા સાલેમ-તિરુપત્તુર-જોલારપેટ્ટાઈ-રેનિગુંટા-ગુંટકલ થઈને દોડશે. આ ટ્રેન જ્યાં નહીં જાય તેમાં બાંગરાપેટ, કૃષ્ણરાજપુરમ, હિન્દુપુર, ધર્માવરમ, અનંતપુર અને ગુટી સ્ટેશનો નું સમાવેશ થાય છે.
-
Sports2 weeks ago
કોહલી-રોહિત નહીં આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ખતરનાક, કાંગારુ કેપ્ટને કર્યો ખુલાસો
-
LIFESTYLE1 month ago
દિવાળી પહેલા JIO નો મોટો ધમાકો: ઓછી કિંમત ને વધારે ફિચર્સ સાથે 4G મોબાઇલ કર્યો લૉન્ચ, જુઓ કેવા છે ફીચર્સ
-
પોરબંદર1 month ago
પોરબંદર પંથકના ખેડૂત નાં રૂા. 50 હજાર સેરવી લેનાર ત્રણ ઝડપાયા
-
પોરબંદર1 month ago
સગર સમાજની ભગીરથ જનકલ્યાણ યાત્રાનું ભાણવડ ખાતે આગમન
-
પોરબંદર1 month ago
આરોગ્યની જાળવણી માટે ખેડૂતોએ મિલેટ્સ ધાન્યોનું વાવેતર વધારવું જોઇએ: પર્યાવરણ મંત્રી
-
પોરબંદર2 months ago
ગાંધવી સમુદ્ર કિનારે તથા ભાણવડ પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ
-
સુરેન્દ્રનગર1 month ago
સુરેન્દ્રનગરમાં રેલવે પાટા ઉપર કુદરતી હાજતે બેઠેલા વૃદ્ધને નીંદર ચડી જતા ટ્રેન અડફેટે ચડ્યા
-
પોરબંદર1 month ago
પોરબંદરની સ્વામિનારાયણ નર્સિંગ કોલેજના વોર્ડનના બીભત્સ શબ્દાના ઉચ્ચારથી ચકચાર