Connect with us

મોરબી

મોરબીમાં અગાઉના મનદુ:ખનો ખાર રાખી ચાર પરિવારજનો પર નવ શખ્સોનો હુમલો

Published

on

મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો તેમજ વૃદ્ધે પોતાના ઘરે સીસીટીવી કેમેરા લગાડેલ હોય જે બાબતનો ખાર રાખી નવ શખ્સોએ કાવત્રુ ઘડી ઈકો કારમાં આવી લોખંડના પાઇપ તથા ધોકા જેવા હથીયાર ધારણ કરી વૃદ્ધના ઘરમાં ઘુસી તોડફોડ કરી વૃદ્ધ સહિત પરિવારના ચાર વ્યક્તિઓને મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર વૃદ્ધે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ ઇન્દિરા આવાસ નવા પ્લોટ ઇસ્કોન એપાર્ટમેન્ટ પાછળ શક્ત શનાળા ગામે રહેતા બાબુભાઈ આંબાભાઈ સોલંકી (ઉ.વ.66) એ આરોપી મહીપત ઉર્ફે ભુરો રવજીભાઇ વાઘેલા, પ્રેમજીભાઇ છગનભાઇ વાઘેલા, અશ્વીન રવજીભાઇ વાઘેલા પંકજ પ્રેમજીભાઇ વાઘેલા નિતીન ઉર્ફે લાલો ધનજીભાઇ સોલંકી મનોજ ધનજીભાઇ સોલંકી પ્રેમજીભાઇ છગનભાઇ વાઘેલા ગોવીંદ મનસુખભાઇ વાઘેલા મયુર કાંતીભાઇ વાઘેલા માનવ બચુભાઇ સોલંકી રહે. બધા ઇન્દીરાવાસ શકત શનાળા ગામ તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.17-11-2023 ના રોજ આરોપી મહીપત ઉર્ફે ભુરોએ અગાઉ થયેલ ઝઘડાનો તેમજ ફરીયાદીએ પોતાના ઘરે સીસીટીવી કેમેરા લગાડેલ હોય જે બાબતનો આરોપીઓએ મંડળી રચી પોતાના કબ્જા ભોગવટાવાળી ઇકો કારમાં આવી લોખંડના પાઇપ તથા ધોકા જેવા હથીયારો ધારણ કરી ફરીયાદીના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી માનવ જીદંગી જોખમાઇ તે રીતે ફરીયાદીના ઘરમાં છુટા પથ્થરો ના ઘા કરી લોખંડના પાઇપ તથા ધોકા વડે ફરીયાદીને માથામાં ગંભીર ઇજા તથા શરીરે મુંઢ ઇજા તથા દેવુબેન બાબુભાઇ સોલંકી ઉવ.61 વાળાને માથામાં ગંભીર ઇજા તથા શરીરે મુંઢ ઇજા કરી તથા નિતીન મહેશભાઇ સોલંકીને જમણા હાથમાં તથા ડાબા પગમાં મુંઢ ઇજાઓ કરી તેમજ રાહુલ મહેશભાઇ સોલંકીને માથામાં તથા જમણા પગમાં ગંભીર ઇજા તેમજ જમણા હાથમાં ફ્રેકચર જેવી ઇજાઓ કરી માર મારી ફરીયાદીના ઘરમાં રહેલ એલઈડી ટીવી તથા દરવાજાઓ તથા વાહનોમાં તોડફોડ કરી આશરે રૂૂ.30,000/- જેટલુ નુકશાન કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર બાબુભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ કલમ -326, 335, 323, 504, 506(2), 147, 148, 149, 337, 427, 447, 120(બી) તથા જી.પી.એકટ કલમ -135 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી

મોરબીમાં પગરખા પ્રકરણમાં રાણીબા સહિતના ત્રણેય આરોપી જેલહવાલે

Published

on

મોરબીમાં અનુ.જાતિના યુવાનને પગાર આપવાને બદલે માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હોય જે બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે મુખ્ય આરોપી સહિતના કુલ છને ઝડપી લઈને રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને આજે કોર્ટમાં રજુ કરતા કોર્ટે જેલહવાલે કરવાનો હુકમ કર્યો છે
મોરબીની રવાપર ચોકડીએ યુવાનને પગાર આપવાને બદલે માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરાયો હોય જે બનાવને પગલે એ ડીવીઝન પોલીસે અજાણ્યા સહિતના 12 ઈસમો વિરુદ્ધ મારામારી, એટ્રોસિટી અને લૂંટની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ ચલાવી હતી અને આરોપીઓની આગોતરા જામીન અરજી કોર્ટે રદ કરતા આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ અને રાજ પટેલ એમ ત્રણ આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થતા પોલીસે વિધિવત ધરપકડ કરી હતી તે ઉપરાંત અન્ય આરોપી પરીક્ષિત સુધીરભાઈ ભગલાણી, ક્રીશ મેરજા અને પ્રિત વડસોલાની પોલીસે ધરપકડ કરી હતી જે આરોપીઓને કોર્ટમાં રજુ કરતા કોર્ટે તા. 01 ડીસેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા
જે રિમાન્ડ દરમિયાન આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી અને આજે રિમાન્ડ પૂર્ણ થતા છ આરોપીઓને કોર્ટમાં રજુ કરતા કોર્ટે તમામ આરોપીને જેલહવાલે કરવાનો આદેશ આપતા આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા છે.

Continue Reading

મોરબી

મોરબીમાંથી નશીલા સીરપના જથ્થા સાથે આરોપી ઝડપાયો

Published

on

મોરબીના ભક્તિનગર સર્કલ એસાર પંપ સામે મુરલીધર પાનની દુકાનમાંથી નશીલા પદાર્થ શીરપનો જથ્થો ઝડપાયો મોરબી સીટીએ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીગમાં હોય તે દરમ્યાન ખાનગીરાહે બાતમીના આધારે મોરબી ભકિતનગર સર્કલ એસ્સાર પંપ સામે મુરલીધર પાનની દુકાનમાથી કુલદીપભાઇ ગોવીંદભાઇ ડાંગર રહે.મોરબી કેનાલ પાસે યદુનંદન-2 મુળ રહે.જશાપર તા.માળીયા(મી) તથા હિતેષભાઇ રાવલ રહે.મોરબી (મોકલનાર) ઇસમ પાસેથી આયુર્વેદીક શંકાસ્પદ કેફીપ્રવાહી શીરપની બોટલ નંગ-120 કિ.રૂ.18000/-નો જથ્થો મળી આવતા જથ્થો કબ્જે કરવામા આવેલ છે. એફ.એલ.એલ રીપોર્ટ આવ્યેથી વધુ કાર્યવાહી કરવામાં આવશે.

Continue Reading

મોરબી

માળિયાના રોહીશાળામાં ખેડૂતનું શ્રમિક દંપતીએ ઢીમ ઢાળી દીધું

Published

on

માળીયાના રોહિશાળા ગામે સીમમાંથી આજે ખડૂતની કરપીણ હત્યા કરેલી લાશ મળી આવતા મૃતકના ખિસ્સામાંથી રોકડ સહિતનો મુદામાલ અને બાઇક તેમજ મૃતકના ખેતરે ખેતમજુરી કરતા દંપતી ભેદી સંજોગોમાં ફરાર હોવાથી હાલ માળીયા પોલીસે હાલ ફરાર દંપતી સામે હત્યાનો ગુન્હો નોંધી બન્ને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
વધુ વિગતો મુજબ,મોરબીનાં રોહિશાળા ગામે રહેતા પરેશભાઈ જાદવજીભાઈ કાલરીયા ઉ.વ.37નામના ખેડૂતની આજે સવારે તીક્ષીણ હથિયારો આડેધડ ઘા ઝીલી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ બનાવની જાણ થતાં ડીવાયએસપી, એલસીબી, માળિયા પોલીસ સહિતની ટીમ સ્થળ પર દોડી જઈને તપાસ હાથ ધરી હતી. આ ખેડૂતની હત્યાનો મામલે પ્રાથમિક તપાસમાં ખેડૂતના ખિસ્સામાંથી 50 હજાર રોકડા, 4થી 5 તોલાનો સોનાનો ચેઇન અને બાઇક ગાયબ જોવા મળતા લૂંટના ઇરાદે હત્યા થયાની આશંકા વ્યક્ત કરાઈ હતી.
આ ઉપરાંત મૃતકના ખેતરે કામ આદિવાસી દંપતી ભેદી સંજોગોમાં ફરાર હોવાથી આ દંપતી પર હત્યાની શંકા દર્શાવી પોલીસે મૃતકના ભાઈ ચંદુભાઈ જાદવજીભાઈ કાલરીયાની ફરિયાદ પરથી ખેતરે ખેતમજૂરી કરતા રાકેશ નામનો આદિવાસી ખેતમજૂર અને તેની પત્નીએ કોઈ કારણોસર પરેશભાઈ જાદવજીભાઈ કાલરીયા ગતરાત્રે મજૂરોને ડીઝલ આપવા ગયા ત્યારે ધારદાર હથિયારથી તેમના શરીરે આડેધડ ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધાનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે માળીયાના મહિલા પીએસઆઇ કલસરિયાએ જણાવ્યું હતું કે, હાલ હત્યાના કારણ અંગે કઈ કહી શકાય એમ નથી. જુદી જુદી દિશામાં તપાસ ચાલુ છે અને આરોપીઓ પકડાયા બાદ હત્યાનું સાચું કારણ બહાર આવશે.

Continue Reading

Trending