નવરાત્રિ: સિંહવાહિની આ વર્ષે ઘોડેસ્વાર!

શારદીય નવરાત્રિ નવદુર્ગાની ઉપાસનાનો પર્વ છે, જે દર વર્ષે શ્રાદ્ધ પૂર્ણ થયા પછી જ શરૂ થાય છે, પરંતુ આ વર્ષે અધિકમાસ હોવાને કારણે નવરાત્રિ 25 દિવસ પછી એટલે 17 ઓક્ટોબરથી શરૂ થઇ રહી છે અને 25 ઓક્ટોબર સુધી રહેશે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે, આ વખતે આઠમ અને નોમ એક જ દિવસે હોવા છતાં નવરાત્રિમાં દેવી આરાધના માટે નવેનવ દિવસ મળશે, સાથે જ પ્રોપર્ટી, વાહન અને અન્ય વસ્તુઓની ખરીદદારી માટે નવરાત્રિમાં દરરોજ શુભ મુહૂર્ત રહેશે. દેવી ભાગવત પ્રમાણે, આ વર્ષે શનિવારે ઘટ સ્થાપના હોવાથી દેવીનું વાહન ઘોડો રહેશે. તેના પ્રભાવથી પાડોશી દેશ સાથે તણાવ વધવાની આશંકા છે અને દેશના રાજકારણમાં ઊથલપાથલ પણ થઇ શકે છે.
દેવી ભાગવત ગ્રંથ પ્રમાણે, જોકે માતા દુર્ગાનું વાહન સિંહ છે, પરંતુ આ ગ્રંથમાં જણાવવામાં આવ્યું છે કે દર વર્ષે નવરાત્રિએ દેવી અલગ-અલગવાહનથી ધરતી ઉપર આવે છે. નવરાત્રિનો પહેલો દિવસ શનિવાર હોવાના કારણે માતા દુર્ગા ઘોડાની સવારી કરીને પૃથ્વી ઉપર આવશે, ત્યારે પાડોશી દેશ સાથે યુદ્ધ, ગૃહ યુદ્ધ, તોફાન-વાવાઝોડું અને સત્તામાં
ઊથલપાથલ જેવી ગતિવિધિઓ વધવાની સંભાવના રહે છે, સાથે જ નવરાત્રિનો છેલ્લો દિવસ રવિવાર હોવાથી દેવી ભેંસ ઉપર સવાર થઇને પાછાં ફરશે. તેના શુભ ફળ પ્રમાણે દેશમાં રોગ અને શોક વધવાની આશંકા છે.

નવરાત્રિના દિવસો અને દેવીનું વાહન

દિવસ વાહન શું થઇ શકે
સોમવાર હાથી અતિવૃષ્ટિ
મંગળવાર ઘોડો યુદ્ધ થવાની આશંકા
બુધવાર હોડી મનોકામના પૂર્તિ
ગુરુવાર ડોલી મહામારીનો ભય
શુક્રવાર ડોલી મહામારીનો ભય
શનિવાર ઘોડો પાડોશી દેશ સાથે તણાવ
રવિવાર હાથી વધારે પ્રમાણમાં વરસાદ

રિલેટેડ ન્યૂઝ