સુરતને ‘યૂનેસ્કો’નો ખૂબસુરત એવોર્ડ

સુરત: સુરત શહેર સૌથી ઝડપથી વિકસી રહેલા શહેરોની યાદીમાં યુનેસ્કોના સર્વેમાં પ્રથમ સ્થાને આવ્યું છે. યુનેસ્કો નેટેક્સપ્લો એવોર્ડ-2020માં સુરતને સ્માર્ટ સિટીઝ એક્સેલેટર અંતર્ગત શ્રેષ્ઠ ‘રિઝિલિયન્સ’ (સ્થિતિસ્થાપકતા)ની કેટેગરીમાં એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. સ્માર્ટ સિટીઝ એક્સેલેટર અંતર્ગત 10 અલગ-અલગ કેટેગરીમાં (ક્ષેત્રે) પ્રગતિ કરનાર શહેરોને એવોર્ડ આપવામાંઆવશે, જેમાંથી ભારતમાં એકમાત્ર સુરત છે. યુનેસ્કો દ્વારા કરાયેલા સર્વેમાં સુરત મનપાની ઉક્ત કેટેગરીમાં પસંદગી કરવામાં આવી હતી. પુર, પ્લેગ, ધરતીકંપ વગેરે જેવી કૃદરતી મુશ્કેલીઓ વખતે પણ સુરત
ઝડપથી પુન સ્થાપિત થયું હતું. જેના કારણે રિઝિલિયન્સ એવોર્ડ સુરતીઓ માટે ગૌરવની વાત છે. ગમે તેવી સ્થિતિમાંથી નીકળી આગળ વધવાની પ્રવૃત્તિ સુરતને મહાન બનાવે છે.

રિલેટેડ ન્યૂઝ