લાલુ પુત્રને બિહારના મુખ્યમંત્રી બનાવવા કોંગ્રેસ મજબૂર

નવીદિલ્હી: કોરોના મહામારી વચ્ચે પણ બિહારમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. કોંગ્રેસ અને આરજેડીએ દીવાસ્વપ્ન જોવાની સાથો સાથ તેની જાહેરાત પણ કરી દીધી છે કે આગામી મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ જ હશે. આ માટે આરજેડી અને કોંગ્રેસ ભેગા મળીને જેડી (યુ) અને ભાજપને ટકકર આપવાની તૈયારીમાં લાગી ગયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મહા ગઠબંધનનો શુભારંભ ઘોષણા યાદવ કુટુંબે કરી હતી. સંભવ છે કે
જાતિવાદના સંવેદનશીલ મુદાને લઈ બિહારમાં મત મેળવી શકાય. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ 74 બેઠકો પરથી ચૂંટણી લડી શકે છે. મુખ્યમંત્રી ઉમેદવારના નામનેલઈ આખરી શકયતાઓ પર વાટાઘાટો ચાલુ છે. આ સાથે ઘણા બધા મુદાઓને લઈ ચર્ચા થઈ રહી છે. મહત્વનું છે કે ગઠબંધન હજુ પણ ઉપેન્દ્ર કુશવાહાના એઆરએલએસપીના વિરોધી જૂથમાં રહે;વા માટે મનાવી રહ્યું છે અને
વિકાસશીલ પાર્ટી આ ગઠબંધનમાંથી ફુટ પણ પડી શકે છે. જો કે કેટલાક નેતાઓ મુકેશ સહાની સાથે જોડાયેલા રહેવાનું વધારે પસંદ કરે છે.

રિલેટેડ ન્યૂઝ