હેન્ડ સેનિટાઈઝરથી કાર સળગી: નેતા ભડથું થયા

નાસિક: મહારાષ્ટ્ર ના નાસિકમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (ગઈઙ) નેતા સંજય શિંદે ની ગાડીમાં આગ લાગી અને આ ઘટના સમયે તેઓ ગાડીની અંદર જ હોવાથી જીવતા ભૂંજાઈ ગયા અને મૃત્યુ થયું છે. કહેવાય છે કે એનસીપી નેતા સંજય શિંદે મુંબઈ-આગ્રા હાઈવે પર જઈ રહ્યા હતાં તે વખતે પિપલગાંવ બસવંત ટોલ પ્લાઝા પાસે તેમની કારમાં શોર્ટ સર્કિટ થયું અને આગ ભભૂકી ઊઠી.
એક
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આગ લાગ્યા બાદ સંજય શિંદેએ કાર રોકીને બહાર નીકળવાની કોશિશ કરી પરંતુ તેઓ સફળ થઈ શક્યા નહીં. કારણ કે કારના દરવાજા લોક થઈ ગયા હતાં. ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરીલીધું અને તેમનું મૃત્યુ થયું. અધિકારીએ એમ પણ જણાવ્યું કે અમને કારની અંદરથી હેન્ડ સેનિટાઈઝરની એક બોટલ પણ મળી આવી છે અને અમને શક છે કે કદાચ આ કારણથી જ આગ ઝડપથી ફેલાઈ ગઈ હશે. કારણ કે તે એક જ્વલનશીલ
પદાર્થ છે.

રિલેટેડ ન્યૂઝ