‘હેલ્પલાઇન’ શરૂ કરવામાં પહેલે ‘આપ…’

સુરત: સુરતમાં ‘આપ’ની 27 બેઠક પર જીત બાદ મોટી જાહેરાત કરવામાં આવી છે. મનોજ સોરઠિયા દ્વારા કરાઈ હેલ્પલાઈનની જાહેરાત કરાઇ છે. હેલ્પલાઈન દ્વારા લોકો પોતાની સમસ્યાની રજૂઆત કરી શકશે. ગુજરાતની રાજનીતિમાં સુરતના માર્ગેથી પોતાનો પગ જમાવનારી આમ આદમી પાર્ટીએ 27 બેઠકની સાથે જનતા સાથે સંબંધ બાંધવાનું શરૂ કરી દીધું છે. સુરતમાં નોંધપાત્ર જીતની સાથે મનોજ સોરઠિયાએ એક મહત્વની જાહેરાત કરી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ચહેરો ગોપાલ ઈટાલિયાની સાથે સુરતમાં મનોજ સોરઠિયાને પણ જીતનું કારણ માનવામાં આવે છે. પરિણામની મોડી સાંજ સુધી આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ ઉજવણી કરી હતી. જે બાદ જાહેર સભામાં મનોજ સોરઠિયા દ્વારા એક જાહેરાત પણ કરી દેવાઈ છે. આ 3 લોકોથી હંમેશા રહેજો સાવધાન, તેમની મદદ લેવી કે કરવી પડી શકે છે ભારે - ગુજરાતના ચીફ સેક્રેટરીનો વધુ એક વખત કાર્યકાળ લંબાવાયો, રાજ્યના ઈતિહાસમાં બન્યો આ રેકોર્ડ જિયોએ ગુજરાતમાં રેકોર્ડ બનાવ્યો, હરીફ કંપનીઓને લાગ્યો મોટો ઝટકો - મનોજ સોરઠિયાએ જાહેરાત કરી કે, આમ આદમી પાર્ટી એક હેલ્પલાઈન નંબરનીસુવિધા શરૂ કરશે. લોકો પોતાના વોર્ડની સમસ્યાને પોતાના મોબાઈલથી સમાધાન લાવી શકશે. જખઈને લગતી ફરિયાદ કરવા માટે લોકોએ હેલ્પલાઈનનું માધ્યમ ઉપયોગ કરવું પડશે. મનોજે કહ્યું કે, કોંગ્રેસ વિપક્ષમાં
ભ્રષ્ટાચારને આંખ આડા કાન કરતી હતી. જ્યારે સત્તાધારી ભાજપ દ્વારા બેફામ ભ્રષ્ટાચાર કરવામાં આવતો હતો. તો સાથે દાવો પણ કર્યો કે, આમ આદમી ન તો ભ્રષ્ટાચાર કરશે ન કરવા દેશે.
જનતાએ પોતાના મત આપી આમ
આદમી પાર્ટીના જે ઉમેદવારને જીતાડ્યા છે. તેમની પાસેથી લોકોએ અપેક્ષા પણ રાખી છે. વેરાનું ભારણ ઓછું કરવા માટે માગણી કરાઈ છે. મેડિકલ સુવિધા ઉભી કરવા પણ લોકોની અપેક્ષા છે. લોકો શિક્ષણ ક્ષેત્રે પણ સુવિધા વધારવા માગણી કરી રહ્યા છે. મજબૂત વિપક્ષ હોવાથી કામ થવાની લોકોને આશા છે.

રિલેટેડ ન્યૂઝ