સંસદનાં બંને ગૃહમાં વિપક્ષોનો શોર-બકોર

- રાજ્યસભા અને લોકસભામાં બપોર સુધી કોઈ કાર્યવાહી
ન થઈ

સંસદના ચોમાસુ સત્રમાં અત્યારસુધી ઘણો હોબાળો જોવા મળ્યો છે. સત્રના પ્રથમ સપ્તાહમાં લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં એકપણ દિવસ યોગ્ય રીતે કામ થયું નથી. સોમવારે પણ બંને ગૃહમાં હોબાળો જ થયો હતોે. પેગાસસ જાસૂસી,ખેડૂત આંદોલન અને મીડિયા પર દરોડા વિશે વિપક્ષ સરકાર પર પ્રહાર કરી રહી છે. લોકસભા અને રાજ્યસભા દ્વારા આપવામાં આવેલી નોટિસ પ્રમાણે, સરકારે આ સપ્તાહની કાર્યવાહી માટે પાંચ બિલની યાદી બનાવી છે. એમાં હોમિયોપેથી કેન્દ્રીય પરિષદ (સંશોધન) બિલ, ભારતીય ચિકિત્સા કેન્દ્રીય પરિષદ (સંશોધન) બિલ, રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર અને આસપાસના વિસ્તારમાં વાયુ ગુણવત્તા પ્રબંધન આયોગ (સંશોધન) બિલ, નાદારી અને દેવાળું સંહિતા (સંશોધન) બિલ અને જરૂરી રક્ષા સેવા બિલ સામેલ છે.
આજે
ફરી હોબાળાને કારણે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી અને લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. વિપક્ષ સતત પેગાસસ મુદ્દે તપાસની માગણી કરી રહ્યું છે. આદરમિયાન ખૂબ નારેબાજી પણ કરવામાં આવી છે.
કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ આજે ખેડૂતોના સમર્થનમાં ટ્રેક્ટર ચલાવ્યું હતું. તેઓ ટ્રેક્ટર ચલાવીને જ સંસદ પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ
ખેડૂતોનો સંદેશ લઈને જઈ રહ્યા છે. સરકારે ખેડૂતોનો અવાજ સાંભળવો જોઈએ. સરકાર ખેડૂતોનો હક છીનવી રહી છે. તેમનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે.
કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ લોકસભામાં પેગાસસ
પ્રોજેક્ટ રિપોર્ટ પર ચર્ચા કરવા માટે સ્થગન પ્રસ્તાવ નોટિસ મોકલી છે. કોંગ્રેસના જ સંસદ મણિકમ ટાગોરે પણ સરકાર તરફથી પેગાસસ સ્પાયવેરના કથિત ઉપયોગ પર ચર્ચા માટે લોકસભામાં સ્થગન પ્રસ્તાવ નોટિસ મોકલી છે. એ ઉપરાંત ડીએમકે સાંસદ તિરુચિ સિવાએ પણ રાજ્યસભામાં કાર્ય સ્થગન પ્રસ્તાવ નોટિસ મોકલી છે. આ નોટિસ પેગાસસ મુદ્દે ચર્ચા માટે મોકલવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ