વડાપ્રધાને બીજો ડોઝ લીધો અને કહ્યુ… રસીથી હરાવશું વાયરસને

કોરોનાથી વધતા કેસો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. પોતે વડાપ્રધાને ટ્વિટ કરીને કહ્યું કે, મેં આજે દિલ્હી એમ્સમાં વેક્સિનનો બીજો ડોઝ લીધો. તે સાથે જ પીએમ મોદીએ પાત્ર લોકોને વેક્સિનનો ડોઝ લેવાની અપીલ કરતાં કહ્યું કે, રસીકરણ આપણી પાસે વાયરસને હરાવવાના કેટલીક રીતોમાંથી એક છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોરોના વેક્સિનનો બીજો ડોઝ પણ
પોંડૂચેરીની સિસ્ટર પી નિવેદાએ આપી. તેમના સાથે પંજાબની નર્સ નિશા શર્મા હાજર રહી હતી. મહારાષ્ટ્રે કહ્યું હતુ કે, કેન્દ્ર વેક્સિન આપવાની સ્પીડ વધારે કેમ કે તેમના પાસે માત્ર 3 દિવસનો સ્ટોક બચ્યોછે. મહારાષ્ટ્ર જેવા રાજ્ય વેક્સિનેશનમાં ઉંમરની સીમાને પણ ખત્મ કરવાની માંગ કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર અત્યાર સુધી દેશમાં 9 કરોડથી વધારે કોરોના વેક્સિનની ડોઝ આપવામાં આવી
ચૂકી છે.

રિલેટેડ ન્યૂઝ