રૂપાણીનો ‘મશ્કરો વીડિયો’ વાયરલ કરનારો પણ ‘રૂપાણી’!

સમગ્ર ગુજરાતમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે. શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી મૃતદેહોના આંક હોય કે પછી લોકડાઉન અંગેની ચર્ચા હોય કે બોર્ડની પરીક્ષા હોય તમામ અંગે સમાચાર કરતા બમણી ઝડપે અફવાઓ ફેલાઇ રહી છે. સુરતના કિશન રૂપાણી નામના વ્યક્તિ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીનો વીડિયો એડિટ કરીને તેમની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે. લોકોમાં ગભરાય ફેલાય તેવું કૃત્ય કર્યું હોવાનું પોલીસે અવલોકન કરીને ક્રાઇમબ્રાંચ દ્વારા આ આરોપીની ધરપકડ કરી લીધી છે.
સુરતનાં સિંગણપોર વિસ્તારમાં 402 માનસી ફ્લેટમાં રહેતા કિશન અરવિંદ રૂપાણીએ સોશિયલ મીડિયામાં મુખ્યમંત્રી
રૂપાણીનો એડિટ કરેલો વીડિયો વાયરલ કર્યો હતો. કિશન રૂપાણી સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે. કિશન ઇન્સ્ટાપર ગુજ્જુ સ્માઇલ નામનું પેજ પણ ધરાવે છે. આશરે પાચ લાખ લોકો પણ આ પેજ ફોલો કરે છે.મુખ્યમંત્રીની છબી ખરડાઇ તે માટે ઇરાદાપુર્વક વીડિયો એડિટીંગ કરીને સોશિયલ મીડિયામાં મુક્યો હોવાનું ક્રાઇમબ્રાંચની ટીમે ધ્યાને આવ્યું હતું.
ક્રાઇમબ્રાંચના ટેક્નિકલ ટીમે સોશિયલ મીડિયા
મોનિટરિંગ કરીને ઇન્સ્ટાગ્રામ પર એપ્લિકેશન યુઝ કરનારા કિસન રૂપાણી નામના 28 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી. કિશન રૂપાણી જેવા સોશિયલ મીડિયા પર ખોટી માહિતી અથવા બદઇરાદા પુર્વક કોઇની છબી ખરડાય તેવો પ્રયાસ કર્યો હોવાનાં કારણે ક્રાઇમબ્રાંચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. સોશિયલ મીડિયાનો દુરઉપયોગયોગ કોઇ પણ રીતે સાંખી નહી લેવામાં આવે તેવો કડક સંદેશ પોલીસ દ્વારા આપવામાં આવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ