રાજકોટ એઇમ્સનો ગુજરાત ગૌરવવંતો લોગો

ગુજરાતમાં રાજકોટ ખાતે એઈમ્સ હોસ્પિટલને કેન્દ્ર સરકારે મંજૂરી આપ્યા બાદ પુરજોશમાં કામગીરી ચાલી રહી છે. રાજકોટ ખાતે એઈમ્સ હોસ્પિટલને બનાવવામાં રૂ. 1195 કરોડનો ખર્ચ થશે, જેમાં 750 બેડની સવલત ઊભી કરાશે. પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત નિર્માણ થઈ રહ્યું છે. રાજકોટ એઈમ્સને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યો છે. રાજકોટ એઇમ્સ દ્વારા હાલ તેનો લોગો જાહેર કરાયો છે.જેમાં ગુજરાતની કલા અને સાંસ્કૃતિક ધરોહરને સમાવાઇ છે. એઇમ્સ દ્વારા રાજકોટ એઇમ્સનો લોગો જાહેર કરવામાં આવ્યો છે. એઇમ્સ રાજકોટ દ્વારા ટ્વિટ કરીને લોગો જાહેર કરવામાં આવ્યો છે. લોગોમાં આ સિવાય
ગાંધી ચરખો, સ્ટેચ્યુ ઓફ યુનિટી, બાંધણી ડિઝાઇન, સિંહ અને દાંડિયાની પ્રતિકૃતિ રખાઇ છે.

રિલેટેડ ન્યૂઝ