કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીનાં જમાઇ અને પ્રિયંકા ગાંધીનાં પતિ રોબર્ટ વાડ્રાએ કહ્યું કે પહેલા મેં જો કોઇ ચર્ચ, મસ્જિદ, કે ગુરૂદ્વારા માટે દાન આપ્યું હશે તો તેઓ રામ મંદિર માટે પણ
દાન આપશે, તેમણે તમામ ભગવાનોને એક બતાવતા એ પણ કહ્યું કે જે દિવસે તમામ માટે દાન એકત્રિત કરવામાં આવશે, તે સમયે તે પણ દાન આપશે.રાહુલ ગાંધીનાં ઉત્તર-દક્ષિણ નિવેદન અંગે મચેલા હંગામા પર તેમના બનેવી અને બિઝનેશમેન વાડ્રાએ કહ્યું કે નેચરલ છે અને ભારતને એક માને છે, વાડ્રાએ કહ્યું, રાહુલે કોઇને પણ દુખ પહોંચાડવા માટે કહ્યું નથી, તે નેચરલ છે, અને ભારતને એક માને છે, રાહુલ ઉત્તર પ્રદેશ,
અમેઠી, ગુજરાતનાં લોકોને પ્રેમ કરે છે.
અન્ય એક સવાલનાં જવાબમાં રોબર્ટ વાડ્રાએ ફરાર થઇ ગયેલા બિઝનેશ મેન નિરવ મોદી અંગે બ્રિટિશ કોર્ટનાં ચુકાદાનું સ્વાગત કર્યું, તેમણે કહ્યું કે, થદેશનો કાયદો તેનું કામ કરી રહ્યો છે, હું ખુબ ખુશ છું.