પૂર્વ રાષ્ટ્રપતિ ઝૈલસિંહની હત્યા થઇ’તી: પૌત્રનો દાવા

પૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંહના પૌત્ર ઇન્દ્રજીત સિંહ સોમવારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીની હાજરીમાં, ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંહના પૌત્ર ઇન્દ્રજીત સિંહ ભાજપ મુખ્યાલય ખાતે ભાજપમાં જોડાયા. આ સાથે તેમણે પાર્ટીનું સભ્યપદ પણ લીધું. ભાજપમાં જોડાયા બાદ ઇન્દ્રજીત સિંહે કોંગ્રેસ પાર્ટી પર જોરદાર પ્રહારોકર્યા હતા. ઈન્દ્રજીત સિંહે કોંગ્રેસને સકંજામાં મુકતી વખતે તેના દાદા જ્ઞાની ઝૈલ સિંહના મોતને લઈને ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. તેમણે કહ્યું કે, 1994 માં તેમના દાદા અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની કાર
કોઈ કાવતરાને કારણે જાણી જોઈને અકસ્માત સર્જી હતી, જે બાદ તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. 1994 માં 78 વર્ષની ઉંમરે ગિની ઝૈલ સિંહનું માર્ગ
અકસ્માતમાં મૃત્યુ થયું હતું.

રિલેટેડ ન્યૂઝ