આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં પણ ઓસ્ટ્રેલિયાને પછાડ્યું
બ્રિસબેન તા.20
બ્રિસબેનના ગાબામાં ભારતીય ક્રિકેટ ટીમની યુવા બ્રિગેડે
ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં ગાબામાં સાત મેચ રમી છે અને પહેલી વખત જીત પ્રાપ્ત કરી
છે. આ જીતની સાથે ટીમ ઈન્ડિયા ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમાંક પહોંચી ગઈ છે. પોઈન્ટ ટેબલ મુજબ, ટીમ ઈન્ડિયાના કુલ 430 પોઈન્ટ થઈ ગયા છે. તો ટીમની વિનિંગ પર્સન્ટેજ 71.1 ટકા છે, જે સૌથી વધુ છે. ભારતે અત્યાર સુધીમાં પાંચ સીરીઝ અંતર્ગત કુલ 13 મેચ રમી છે જેમાંથી 9માં જીત હાંસલ કરી છે. ભારતીય ટીમને ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે કે એક મેચ ડ્રો રહી છે. ગાબામાં હાર મેળવ્યા બાદ ઓસ્ટ્રેલિયા આ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને ધકેલાઇ ગયું છે.