કાકા-મામાના પોરિયાઓનાં લગ્ન ગેરકાનૂની: હાઇકોર્ટ

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે કહ્યુ છે કે, સગા કાકા, મામા-ફુઆ અને માસીના દિકરાઓ વચ્ચે થતાં લગ્નો ગેરકાયદેસર હોય છે. કોર્ટે ગુરૂવારના રોજ એક અરજી પર સુનાવણી કરતા કહ્યુ હતું કે, અરજીકર્તા પોતાના પિતાના ભાઈની દિકરી સાથે લગ્ન કરવા માગે છે. જો કે, સંબંધમાં તે કાકાની દિકરી થાય છે. ત્યારે આવા લગ્ન કરવા એ ગેરકાયદેસર છે. જજે આ અંગે જણાવ્યુ હતું કે, આ અરજીમાં દલીલ આપવામાં આવી છે કે, જ્યારે પણ દિકરી 18 વર્ષની થાય છે. ત્યારે તે લગ્ન તો કરી શકશે, પણ તેમ છતાં પણ આવા લગ્ન એ ગેરકાયદેસર ગણાશે. આ મામલામાં 21 વર્ષિય યુવકે 18 ઓગસ્ટના રોજ લુધિયાના જિલ્લાના ખન્ના શહેર-2 પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 363 અને 366એ અંતર્ગત કેસ દાખલ કરી આગોતરા જામીનની અરજી કરતા પંજાબ સરકાર વિરુદ્ધ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. રાજ્ય સરકારના વકીલે આ જામીન અરજીનો વિરોધ કરતા દલીલ આપી હતી કે, યુવતી સગીરા છે અને તેના માતા-પિતાએ ફરિયાદ પણ નોંધાવી છે કે, તેમની દિકરી અને દિકરી પિતરાઈ ભાઈ-બહેન છે. યુવકની વકીલે જજ અરવિંહ સિંહ સાંગવાનને કહ્યુ હતું કે, અરજી કર્તાએ જીવન અનેસ્વતંત્રતા માટે યુવતી સાથે અપરાધિક રીટ અરજી દાખલ કરી છે. જે અનુસાર યુવતી 17 વર્ષની છે અને અરજીકર્તાએ અરજીમાં દલીલ
(અનુસંધાન પાના નં.8)
આપી છે કે, બંને લિવ ઈન સંબંધોમાં છે. યુવતીએ પોતાના
માત-પિતા દ્વારા બંનેને હેરાન કરવાની આશંકા જણાવી છે. કોર્ટે આ કેસનો સાત સપ્ટેમ્બરે નિરાકરણ લાવી દીધુ છે. અને રાજ્યને આદેશ આપ્યો છે કે, યુવક અથવા યુવતીને કોઈ પણ પ્રકારનો ખતરો જણાય તો તેમને સુરક્ષા આપવામાં આવે. જો કે, કોર્ટે એવુ પણ કહ્યુ છે કે, ભલે સુરક્ષા આપવામાં આવશે, સાથે જ કોઈ પણ પ્રકારના કાયદાનું ઉલ્લંઘન કરશે યુવક યુવતી તો તે અંતર્ગત કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ