ઉ.પ્ર.માં છોરૂ-કછોરૂ થશે તો (સરકાર) માયબાપ પણ ‘ક-માવતર’ થશે!

શુક્રવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સમક્ષ વરિષ્ઠ નાગરિક જાળવણી કલ્યાણ અધિનિયમ-2017માં સુધારો કરવાની દરખાસ્ત રજૂ કરી હતી જેને લીધે વરિષ્ઠ નાગરિક લાપરવાહી કરવા પર પોતાના ઉત્તરાધિકારીઓ પાસેથી પોતાની સંપત્તિ પાછી મેળવી શકશે.
કમિશને દરખાસ્ત રજૂ કરી છે કે વૃદ્ધ વ્યકિતની ફરિયાદ પછી ગિફટ પ્રોપર્ટીની ડીડ રદ કરવામાં આવશે. એ પણ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે કે
જો વૃદ્ધ વ્યકિતઓના ઘરે રહેતાં સતાનો અથવા સંબધીઓ તેમની સાર- સંભાળ લેતા નથી, અથવા તેમની સાથે અનુચિત વ્યવહાર કરે છે, તો તેમને ઘરમાંથી કાઢી મુકવામાં આવશે. વરિષ્ઠ નાગરિક જાળવણી કલ્યાણ અધિનિયમ મુજબ, માતા- પિતા સહિત એક વરિષ્ઠ નાગરિક કે જે પોતાની કમાણીથી પોતાને ટેકો આપવા માટે અસમર્થ છે અથવા તેમની માલિકીની સંપત્તિ બાળકો અને સંબધીઓ દ્રારા જાળવણી માટે હકદાર છે.
રાજય સરકારોને નિયમ
બનાવવા અને ટ્રિબ્યુનલ્સ પર નિર્ણય લેવાની સત્તા આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશ સરકારે 2014માં આ કાયદા હેઠળ નિયમો બનાવ્યા અને તે જ વર્ષે ટ્રિબ્યુનલની રચના કરી. યુપીએલસીએ તેના 13 અહેવાલો, જે પ્રથમ એકટના અભ્યાસ કર્યા પછી અને વૃદ્ધો સાથે વાર્તાલાપ કર્યા પછી સબમિટ કરવામાં આવ્યા છે. જેમાં જાણવા મળ્યું છે કે ઘણા કિસ્સામાં તેમના વૃદ્ધ માતા-પિતાની સંપત્તિમાં રહેવા છતા સંતાનો તેમની દેખભાળકરતા નથી.
દિલ્હી હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે કે જો વૃદ્ધ માતા-પિતાએ તેમની મિલ્કત બાળકોના નામે ટ્રાન્સફર કરી છે, અને સંપત્તિ ટ્રાન્સફર કર્યા પછી જો સંતાનો તેમની સાર સંભાળ લેશે નહીં તો માતા
પિતા આ ટ્રાન્સફર રદ કરાવી શકશે અને સંતાનોએ કાયદેસર રીતે મિલ્કત પરત કરવી પડશે. યુપીએલસીએના ન્યાયમૂર્તિ (નિવૃત) આદિત્ય મિત્તલે આ રિપોર્ટ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સુપરત કર્યો છે.
મિત્તલે કહ્યું કે આ કાયદામાં બીજી જોગવાઇ છે જેમાં જણાવાયું છે કે જો કોઇ વ્યકિત પોતાના ઘરમાંથી કોઇકને કાઢી મુકવા માંગે છે તો તેણે તેના માટે સિવિલ કેસ દાખલ કરવો પડશે. એક સિવિલ કેસ લાંબો સમય ચાલે છે અને એના માટે મોંઘો વકીલ અને મુખ્ય સ્ત્રોતની આવશ્યકતા રહે છે. આવી સ્થિતિમાં અમે એક સુધારોના પ્રસ્તાવ મુક્યો છે, જેના દ્રારા વૃદ્ધ માતા-પિતાની સંપત્તિમાં રહેતા સંતાનો અને સંબધીઓને મિલક્ત છોડી દેવાનું કહેવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ