દિલ્હીના ખેડૂતોના આંદોલને હિંસક વલણ લેતા સમાજસેવક અણ્ણા હજારે વ્યથિત થયા છે. પ્રજાસત્તાક દિવસે જ તોફાને ચડી માલમત્તાને નુકસાન કરવું એ દુર્ભાગ્યપૂર્ણ છે, એમ હજારેએ જણાવ્યું હતું.
અત્યાર સુધી વિવિધ પ્રશ્ને વિવિધ સ્થળે, અલગ અલગ સરકાર વિરુદ્ધ નાના-મોટા આંદોલન કરનારા અણ્ણા હજારેના આંદોલનમાં ક્યારેય હિંસા જોવા મળી નહોતી. એટલે હિંસાચાર અંગે હજારેની પ્રતિક્રિયા મહત્ત્વપૂર્ણ કહી શકાય. ખેડૂતોના પ્રશ્ર્ને હજારેએ 30 જાન્યુઆરીથી રાશેગણસિદ્ધિ ખાતે ઉપવાસ કરવાનું જાહેર કર્યું હતું. એની તૈયારી પણ ચાલી રહી છે. દિલ્હીમાં ખેડૂતોના આંદોલન વખતે ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલા હિંસાચાર બાદ હવે અણ્ણા હઝારેના સંભવિત આંદોલન અંગે ચર્ચા શરૂ થઈ છે. વરિષ્ઠ સમાજસેવક અને સ્વાતંત્ર્ય સેનાની અણ્ણા હજારેએ ખેડૂતોના પ્રશ્ર્નો બાબતે 30મી જાન્યુઆરીથીરાળેગણસિદ્ધિમાં ઉપવાસ આંદોલન કરવાનો સંકેત આપ્યો છે. સરકાર જોકે તેમની સાથે ચર્ચા કરી રહી છે. મધ્યસ્થી માટે પ્રયત્ન કરી રહેલા અહમદનગરના ભાજપના સંસદસભ્ય ડો. સુજય વિખે પાટીલે જણાવ્યું હતું કે કેન્દ્રીય કૃષિપ્રધાને આપેલો પત્ર અમે અણ્ણા હઝારેને આપી દીધો છે અને એ અંગે તેમના ઉત્તરની અપેક્ષા છે. દિલ્હીમાં આંદોલન દરમિયાન થયેલા હિંસાચારની ઘટના બાદ હવે તમામ સ્તરે સાવધાનીનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે.