ધર્મસ્થાનકોના દરવાજા બંધ છે ત્યારે ભીતરનો દરવાજો ખોલો:પૂ.શ્રી શિવકૃપાનંદસ્વામીજી

આ પરિર્સ્થિતિ કેટલા સમય રહેશે? આગળનું ભવિષ્ય શુ છે?
જવાબ : આજે જે પરિસ્થિતિ નિર્માણ થઇ છે તે કેટલા સમય રહેશે અને તેના માટે આપણે પોતાને કેવી રીતે તૈયાર કરવા જોઈએ તેને બે ભાગમાં સમજીએ એક ભાગ છે શારીરિક સ્તર અને બીજો ભાગ છે માનસિક સ્તર.
શારીરિક સ્તર એટલે મારું કહેવું છે કે કોઇ આવશ્યકતા હોય ત્યારે નવી શોધ નિર્માણ પામે છે આજ મહામારીની દવા શોધવા ની આવશ્યકતા છે મને વિશ્ર્વાસ
છે કે સંશોધકો ડોક્ટર સાઇન્ટિસ્ટ આ બીમારીની દવા શોધી કાઢશે આનું પણ કોઈ વેક્સીન શોધી કાઢશે એવી કોઇ બીમારી નથી જેની દવા શોધાઈ ન હોય.બીમારી આવી છે તો તેનો ઈલાજ પણ શોધાશે આજે પણ જે કોઈ પેશન્ટ હોસ્પિટલમાં દાખલ થાય છે તેને કોઇ ને કોઇ પ્રકારની દવા આપીને કંટ્રોલ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને દર્દી સારો થઈને પોતાના ઘરે જઈ રહ્યો છે. દવાની શોધ થશે તેના માટે સમય લાગી શકે છે પરંતુ જે માનસિક પ્રભાવ પડશે તે માણસના જીવનમાં જીવનભર રહેશે એ પ્રભાવને કોઈ દવા કે વેક્સીનથી દૂર નહીં કરી શકાય તેના માટેનો એક માત્ર માર્ગ જીવનમાં ઘટેલી બનેલી આ મહામારીની ભયાનકતાને ભૂલી જવાનું છે, પરંતુ સામાન્ય માણસ તેના જીવનમાં ભૂતકાળને ભૂલી શકતું નથી તો તેનો માર્ગ શું છે? એ માર્ગે છે યોગ. સમર્પણ ધ્યાન સંસ્કાર દ્વારા યોગને ગ્રહણ કરી શકાય છે, એ શું છે તે સરળ શબ્દોમાં સમજાવું છું ધ્યાન સાથે જોડાઈને યોગ કરશો તો તમે પરમાત્માની સામૂહિક શક્તિ સાથે જોડાઈ જશો, પ્રકૃતિ સાથે સમરસ થઇ જશો, પ્રકૃતિ ભૂતકાળનો વિચાર કરતી નથી તો તમને પણ ભૂતકાળનો વિચાર નહીં આવે અને આ ઘટનાનો મન મસ્તિષ્ક પર ખરાબ પ્રભાવ પડ્યો છે તેને ભૂલી શકશો આ પ્રભાવને સમર્પણ ધ્યાન યોગનો સહારો લઈને ઘટનાને ભૂલી શકશો, ભવિષ્યમાં પણ મુક્તિ પામી શકશો, ફક્ત શારીરિક સ્તર પર રહી આ ઘટનાનો પ્રભાવ ઓછો નહીં કરી શકાય.
પ્રશ્ન:5 ગુરુ શક્તિઓ દરેક ઘટનામાં સકારાત્મક પ્રભાવ જુએ છે તો આ ઘટના પાછળ સકારાત્મક સંદેશ છે?
જવાબ::: સકારાત્મક શક્તિઓનું નામ જ ગુરુ શક્તિ છે ગુરુ શક્તિ સદેવ પ્રત્યે ઘટનામાં સકારાત્મક વિચાર
શરણે રાખે છે અને આ ઘટના પણ સકારાત્મક વિચાર મહેસૂસ કરે છે. જેમ કે ભૂકંપ આવે છે તો તે કોઈ જાતિ, વિશેષ, ધર્મ, ભાષા, દેશ કે કોઇ રાજ્યના લોકો માટે નથી હોતો એ પ્રાકૃતિક આફત બધા પર સમાન રૂપે આવે છે પરમાત્માની વિશેષતા છે કે તે જ્યારે પણ આપે છે સમાન રૂપથી આપે છે કોઈ ભેદભાવ કરતો નથી પ્રકૃતિના માધ્યમથી પણ પરમાત્મા કોઈ ભેદભાવ કરતો નથી તેથી જ્યારે પણ પ્રાકૃતિક વિપત્તિ આવે છે ત્યારે સમાન રૂપથી દરેક પર પ્રભાવ પડે છે આજે પણ એમ જ થયું છે તમે જુઓ જાતિ-ધર્મ દેશની સીમા તૂટી ગઈ છે વાસ્તવમાં જેને આપણે ધર્મ કહીએ છીએ તે ધર્મ છે જ નહીં અને ઉપાસના પદ્ધતિ છે.
બની શકે મારી અને તમારી ઉપાસના


પદ્ધતિ અલગ હોય પરંતુ આજે આપણા બંનેનો ધર્મ એક જ છે અને એ છે મનુષ્ય ધર્મ. ગુરુ શક્તિ આ તમામ ઘટનાને સકારાત્મક ગ્રુપમાં એ રીતે લે છે કે હવે તમારે જાતિ ભાષા દેશની સીમાઓને તોડીને એક થવું પડશે હવે
તમારે જે કંઈ છે તે મનુષ્ય માત્ર માટે વિચારવું પડશે અને જો એ રીતે વિચારશો તો તમે વિકસિત થશો. જે વાત ગુરુ શક્તિ વર્ષોથી ન સમજાવી શકી એ વાત આ ઘટનાએ સમજાવી છે. આ ઘટના સંકેત આપે છે કે બધી જ સીમા ભૂલીને મનુષ્યજાતિ તમે એક બનો, સમાન બનો અને વિશ્ર્વમાં એક જ ધર્મ છે જે મનુષ્ય ધર્મ છે. અને જો આ ધર્મ તમે જાણી ગયા તો વસુધૈવ કુટુંબકમ્ની કલ્પના આપણા પૂર્વજોએ કરી છે તે સાકાર થશે.
પરમેશ્ર્વરે આપેલ બે
સંકેત અત્યારે મને સ્પષ્ટ દેખાય છે એ છે કે બધી જ ઉપાસના પદ્ધતિ દેશ, ભાષા, રંગ બધાના ભેદભાવ ભૂલી જાઓ અને બધા જ મનુષ્ય એક થઈ જાઓ સમાન થઈ જાવ અને બીજુ પરમેશ્ર્વરને બહાર શોધવાનું બંધ કરો અને સંત કબીરના વચનોની એકાગ્રતાથી પાલન કરો પરમાત્માને તમારી ભીતર મેળવો પરમાત્મા તમારી ભીતર જ છે
પ્રશ્ન:6 ધ્યાન અને પ્રાર્થના આ બંને દ્વારા મદદ મળી શકે છે?
જવાબ: પ્રાર્થના એ પરમાત્મા સાથે જોડાવાનો
ઉત્તમ માર્ગ છે પૂર્ણ હૃદયથી નિ:સ્વાર્થ ભાવે કરેલી પ્રાર્થના અવશ્ય પૂર્ણ થાય છે આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે ઊચ્ચઉર્જા શક્તિથી જોડાઈએ છીએ અને બીજું એ સમયે આપણે માનીએ છીએ કે મારાથી નહીં થઈ શકે એટલે ‘હું’નો ભાવ પણ સમાપ્ત થાય છે સમર્પણ ધ્યાનની વાત કરીએ તો આ ધ્યાનની પદ્ધતિ નથી પરંતુ આ સંસ્કાર છે. આમાં શીખવા શીખવવાની કોઈ વાત જ નથી. કોઈ વ્યક્તિ જો આત્મસાક્ષાત્કાર મેળવવાની ઈચ્છા સાથે આવે છે તો આત્મસાક્ષાત્કાર મેળવી શકે છે સામાન્ય મનુષ્યની અને મારી આત્મા થોડી અલગ છે? મારા ભીતરમાં પણ એ જ આત્મા છે જેની સાથે લાખો પવિત્ર વિશ્ર્વભરની આત્માઓ જોડાયેલી છે તો આટલી મોટી સામુહિકતા સાથે કોઈ વ્યક્તિ આવે અને ઇચ્છા કરે કે મને પણ આત્મસાક્ષાત્કાર મળવો જોઈએ, આત્માનુભૂતિ મળવી જોઈએ તો તેને પણ આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત થાય છે પ્રકૃતિ ની શક્તિની એક સીમા હોય છે પરમાત્માની શક્તિ એક નિશ્ચિત સીમામાં જ રહે છે ત્યારે તમારે ઇચ્છા કરવી પડશે, તમારે માગવું પડશે તમારે પ્રાર્થના કરવી પડશે અને ત્યારે જ તમે આ સાક્ષાત્કાર મેળવી શકશો પરમેશ્ર્વર ત્યારે જ તમારી ભીતર પ્રવેશ કરશે જ્યારે તમે તમારા હૃદયના દરવાજા ખોલશો શિષ્યની આત્મા ગુરુની આત્મા સાથે સમરસ થઇ જાય છે ત્યારે ગુરુની બધી જ શક્તિઓ બધી જ ઊર્જા બધા જ વાઇબ્રેશન્સ શિષ્યને અનાયાસ પ્રાપ્ત થઈ જાય છે શિષ્ય લેતો નથી અને ગુરુ આપતા નથી આ લેવડદેવડની વાત શરીરના સ્તર પર થાય છે અહીં શરીરનો કોઇ જ વ્યવહાર નથી આત્માથી આત્માની વાત છે જે ધ્યાન દ્વારા શક્ય બને છે.

રિલેટેડ ન્યૂઝ