ચિંતન

મડામાં પાલતું ગાય, ભેંસ, બળદ જેવા ઢોર-ઢાખરને ચરાવવા સવારે ગામના પાદરમાં છોડી દેવામાં આવે છે. સાંજ પડતા ચરીને તે બળદ પાછો આવશે અને જે ખીલો છે ત્યાં ઉભો રહી જશે. તેનો માલિક અંદર છે તેને બળદ આવવાની ખબર ન હોય તો પણ બળદ અવાજ કરીને માલિકને બોલાવશે. માલિક બહાર આવશે અને દોરી વડે ખીલા સાથે બાંધી દેશે અને બળદ ઝુકી જાય છે. એક બળદ માલિકને સામેથી પોતાને બાંધી દેવાનો સંકેત કરે છે. આ રસ્સી બળદ માટે પ્રોટેકશન છે કે રીસ્ટ્રીકશન છે ? રસ્તા પર તમે ગાડી લઇને જાવ છો. રસ્તામાં જે સિગ્નલ આવે છે તે પ્રોટેકશન છે કે રીસ્ટ્રીકશન ? લક્ષ્મણે માતા સીતાજી માટે જે લાઇન ખેંચી હતી તે રીસ્ટ્રીકશન છે કે પ્રોટેકશન ? હવે કહો બંધનને રીસ્ટ્રીકશન માનો છો કે પ્રોટેકશન ? તમારા પર તમારા પિતાજીએ લગાવેલ બંધન કે દીકરીને માતાએ રાત્રીના દસ વાગ્યા બાદ બહાર ન નીકળવાની આપેલ સુચના રીસ્ટ્રીકશન છે કે પ્રોટેકશન ? તમે બંધનથી ડરો છો પણ જે બંધન તમારા હિત માટે હોય છે તેને સ્વીકારો. ભગવાન મહાવીરે જે કહ્યું છે તે પ્રોટેકશન માટે કહ્યું છે નહીં કે રીસ્ટ્રીકશન માટે. તમે દુનિયાના રીસ્ટ્રીકશનને


ઓવરટેઇક કરો પણ મહાવીરપ્રભુએ આપેલ સંદેશને રીસ્ટ્રીકશન ન માનો. જ્યારે તમને કોઇ વાત પ્રોટેકશનની લાગે ત્યારે તેમાં લોજીક ન લગાવતા… કેમ ? શા માટે ? પ્રશ્ર્નો ન પૂછો. ગાડી લઇને પૂરપાટ ઝડપે જતા હોવ
તો રેડ સિગ્નલ જોઇને લોજીક વગર રોકાઇ જતા હો તો મારા જેવા સાધુ ભગવાન મહાવીરે કહેલ વાત કહે છે ત્યારે લોજીક શા માટે લગાવો છો ? મારા પિતાજીએ રાત્રીના 9.30 વાગ્યા પછી કોઇ બહાર નહીં નીકળે એ રીસ્ટ્રીકશન લગાવ્યું હતું અને મેં તેનું દીક્ષા સુધી પાલન કર્યુ હતું. તમે કહો છો નરેન્દ્ર મોદીએ દેશ સંવિધાનથી ચલાવવો જોઇએ. ક્રિકેટની મેચ સંવિધાનથી ચાલવી જોઇએ પરંતુ તમારા ઘરમાં કોઇ સંવિધાન છે ? કોઇ એવુ છે જે આજે કહી શકે કે સમગ્ર પરિવાર માટે અમે સંવિધાન બનાવ્યું છે, માટે જ કહું છું કે રીસ્ટ્રીકશનને પ્રોટેકશન સમજો.
-પ.પૂ.આ.ભ.શ્રીમદ્વિજયરત્નસુંદરસૂરીશ્ર્વરજી મ.સા.

રિલેટેડ ન્યૂઝ