પોરબંદર પંથકની પ્રસુતાને કારની વ્યવસ્થા કરી આપી ઘર સુધી પહોંચાડી

રાજકોટ ગ્રામ્ય ટ્રાફિક પોલીસે માનવતાની મહેંક પ્રસરાવી

રાજકોટ તા,25
કોરોના વાયરસની વૈશ્ર્વિક મહામારીની કટોકટી પરિસ્થિતિ વચ્ચે પણ પોલીસ પોતાની ફરજ પુરી નિષ્ઠાથી બજાવી રહી છે ત્યારે રાજકોટ ગ્રામ્ય ટ્રાફિક પોલીસે માનવતાની મહેક પ્રસરાવી હાઈવે પર વાહનની રાહમાં ઉભેલી પ્રસુતાને કારના વ્યવસ્થા કરી પોરબંદરના છાયા ગામે પહોચાડી ‘પોલીસ પ્રજાનો મિત્ર’ સુત્રને સાર્થક કર્યું છે.
જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચનાથી ગ્રામ્ય ટ્રાફિક શાખાના પીએસઆઈ એન.એચ.ચાવડા, હેડ કોન્સ હેમલભાઈ બોરીચા, દશરથસિંહ વાઘેલા, વિપુલભાઈ નિમાવત સહિતનો
સ્ટાફ ગઈકાલે ગોંડલથી ઉપલેટા નેશનલ હાઈવે પર પેટ્રોલીંગમાં હતા દરમિયાન વાહનોની અવર-જવર ઉપર દેખરેખ ચેકિંગ દરમિયાન જેતપુર હાઈવે પર સાંજના સમયે ગર્ભવતી મહિલા નીશાબેન લલીતભાઈ રાયઠ્ઠા તેના


માતા અને ભાઈ સાથે ઉભી હોય જેની પુછપરછ કરતા પોતે પ્રસુતી માટે રાજકોટ સરકારી દવાખાને હતા જ્યાથી રજા આપતા પોતાના વતની પોરબંદરના છાયા ગામે જવા માટે નીકળેલા પરંતુ કોઈ વાહન મળતા ન હોય જેથી પોલીસ
પાસે વતન જવાની સગવડ કરી આપવાની મદદ માગી હતી. જેથી પોલીસે પણ મહિલાની પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ કારની વ્યવસ્થા કરી આપી પ્રસુતાને તેના ઘર સુધી પહોંચાડી માનવતાની મહેક પ્રસરાવી હતી.

રિલેટેડ ન્યૂઝ