લૉકડાઉનમાં હેલ્થ-વીડિયો ચેટ એપ ભારતીયોની પસંદ

કોરોના સંકટને કારણ લૉકડાઉનમાં ભારતીય સૌથી વધુ જાગરુક પોતાના આરોગ્ય અંગે છે. ઉપરાંત આ દરમિયાન તેઓ વીડિયો ચેટ અને ગેમિંગની પણ ભરપૂર મજા લઇ રહ્યા છે. તેનો ખ્યાલ એ વાતથી પણ લગાવી શકાય કે તેઓ આરોગ્ય સેતુ એપને એક સપ્તાહમાં 55 લાખ વખત ડાઉનલોડ કરી ચૂક્યા છે. જ્યારે વીડિયો ચેટની એક એપને સપ્તાહમાં 42 લાખ વખત ડાઉનલોડ કરી ચૂક્યા છે. વિવિધ એપ માટે આ આંકડો અલગ-અલગ છે. પરંતુ હેલ્થ સાથે સંકળાયેલી એપ સૌથી વધુ ડાઉનલોડ કરાઇ છે. ઉપરાંત ગેમિંગ અને ચેટિંગ એપનું ચલણ પણ વધ્યું છે.લૉકડાઉનથી કંટાળી ગયેલા ભારતીયઓએ કંટાળો દૂર કરવા અને પોતાને વ્યસ્ત રાખવા માટે લૂડો, કેરમ જેવી ઘણીગેમિંગ એપ પણ ડાઉનલોડ કરી છે. જ્યારે વર્ક ફ્રોમ હોમવાળા ભારતીયો વચ્ચે વીડિયો ચેટ, કોન્ફરન્સ એપ પ્રથમ પસંદ બની છે.

એપ અને તેના ડાઉનલોડના આંકડા 2 દિવસ પહેલાના

આરોગ્ય સેતુ55 લાખ
વીડિયો ચેટ42 લાખ
લૂડો38 લાખ
કેરમ28 લાખ
ટિકટોક26 લાખ
પેમેન્ટ22 લાખ
વીડિયો શેરિંગ21 લાખ
ચેટ એપ18 લાખ
રિલેટેડ ન્યૂઝ