જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા નથી તેમના માટે સીબીએસઈ જલ્દીથી નવી તારીખની જાહેરાત કરશે

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ)એ ગુરુવારે દિલ્હીમાં હિંસાના કારણે પરીક્ષા આપી ન શકતા વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ નોટિસ ફટકારી છે. સીબીએસઇએ શાળાના આચાર્યોને હિંસાના કારણે પરીક્ષા ન આપી શકનારા વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરવા જણાવ્યું છે. સીબીએસઇ આવા વિદ્યાર્થીઓ માટે નવી પરીક્ષા લેશે અને આ માટેની તારીખ ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે.ઉત્તર પૂર્વ દિલ્હીમાં હિંસાને કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાથી વંચિત રહ્યા હતા.

AAP ના કાઉન્સિલર, મનોજ તિવારીએ કરેલા ટ્વીટ પર રાજકારણ ગરમાયું- રમખાણોના કાવતરાનો

પર્દાફાશ :-

દિલ્હી હિંસા કેસમાં હવે આમ આદમી પાર્ટીના કાઉન્સિલર તાહિર હુસેન અંગે મામલો ઉભો થયો છે. તાહિર હુસેનના ઘરની છત પર ઈંટો મળવાને કારણે ભાજપ પ્રમુખ મનોજ તિવારીએ આ અંગે ટિ્‌વટ કર્યું છે - આમ આદમી પાર્ટીના કાઉન્સિલર તાહિર હુસેનનાં મકાનમાં એસિડ બેગ, પેટ્રોલ બોમ્બ, પથ્થરોથી ભરેલા પત્થરો કબજે કરીને કરવામાં આવેલા તોફાનોના કાવતરુંની પોલ ખુલી છે. ટ્વિટમાં તેમણે કહ્યું હતું કે તેઓ કોની પાસેથી દેશ વિરુદ્ધ કાવતરું નિર્દેશિત કરી રહ્યા છે? તેનો મોબાઇલ કબજે કર્યા બાદ આરોપીને તાત્કાલિક સજા થવી જોઈએ.

રિલેટેડ ન્યૂઝ