બિહાર મેં ‘અનાજ ઘર’ નહીં દેખા તો ફિર ક્યા દેખા

બિહાર રાજ્યના પટણામાં આવેલું ગોળઘર સ્થાપત્ય કલાનું ઉત્તમ
ઉદાહરણ છે. એકદમ આકર્ષિત અને સુંદર જોવા મળતુ આ ગોળઘર એક સમયે બિહારના પટણાની સૌથી ઊંચી ઈમારત હતી. આ ગોળઘરની ઉપરથી તમે ગંગાના બે અલગ-અલગ રૂપને જોઈ શકો છો. આ ગોળઘરની ઊંચાઈ 29 મીટર છે અને એક સમય હતો કે જ્યારે આ ગોળઘરની ઉપરથી આખું પટણા શહેર જોઈ શકાતુ હતું. વર્ષ 1770માં આવેલા ભયંકર દુષ્કાળ બાદ તે સમયના અંગ્રેજ ગવર્નર વોરેન હોસ્ટિંગે અનાજનો સંગ્રહ કરવા માટે આ ગોળઘર તૈયાર કરવા માટેનો આદેશ આપ્યો હતો. આ ગોળઘરમાં એકસાથે 1,40,000 ટન અનાજનો સંગ્રહ કરી શકાય છે. બ્રિટિશ એન્જિનિયરે આ ગોળઘર નામના ભવનનું નિર્માણ


કરાવ્યું હતું. એક પણ પ્રકારના થાંભલાના ઉપયોગ વિના આ ગોળ આકારનું ગોળઘર તૈયાર કરવામાં આવ્યું હતું. ગોળઘરના ઉપરના ભાગ પર 2 ફૂટ 7 ઈંચ વ્યાસનું છિદ્ર અનાજ ભરવા માટે છોડવામાં આવ્યું હતું જે બાદમાં
પૂરી દેવામાં આવ્યું
હતું. ઉપરની 3 મીટરની જગ્યામાં ઈંટની જગ્યાએ પથ્થરનો ઉપયોગ
કરવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે આ ગોળઘરમાં જ્યારે પણ કોઈ અવાજ કરે ત્યારે તે અવાજ 27થી 32 વખત ગૂંજી ઉઠે છે. આ
ગોળઘર ઉપર જવા માટે આશરે 145 પગથિયા તૈયાર કરવામાં આવ્યા છે. વર્ષ 1786માં તેનું નિર્માણ થયું હતું.

રિલેટેડ ન્યૂઝ