Site icon Gujarat Mirror

ઠાકોર સમાજનું નવું બંધારણ લાગુ કરાયું,મંત્રી સ્વરૂપજીએ સાદાઇથી દીકરીના લગ્ન કર્યા

થોડા સમય પહેલા હજુ ઠાકોર સમાજે પોતાનું નવું બંધારણ જાહેર કર્યું હતું. જેમાં લગ્નમાં ચાલતા કુરિવાજો સામે સમાજે લાલઆંખ કરી છે. આ સાથે જ હવે આ બંધારણનો અમલ ધારાસભ્યએ પોતાના ઘરથી જ કરી છે. વાવના ધારાસભ્ય અને રાજ્યમંત્રી સ્વરૂૂપજી ઠાકોરે આ સામાજિક બંધારણના સુધારાની શરૂૂઆત પોતાના ઘરથી કરી છે.

થોડા સમય પહેલા ઓગડધામ ખાતે ઠાકોર સમાજે સર્વ પક્ષના આગેવાનો, વડીલો તથા યુવાઓની ઉપસ્થિતિમાં સમાજનું નવું બંધારણ તૈયાર કર્યું હતું. આ બેઠકમાં ઓછા ખર્ચે લગ્ન, ખોટા દેખાદેખી ખર્ચાનો ત્યાગ, સમાજમાં જાગૃતિ લાવવી, શિક્ષણને પ્રોત્સાહન આપવું તથા આવનારી પેઢી પર આર્થિક ભાર ન પડે તેવા દ્રઢ નિર્ણયો સર્વસંમતિથી લેવાયા હતા.

જે બાદ આ બંધારણનો અમલ ગણતરીના દિવસોમાં જ કરવામાં આવ્યો છે. ગઈકાલે સ્વરૂૂપજી ઠાકોરની દીકરી તથા તેમના ભાઈની દીકરીના લગ્ન કરવામાં આવ્યા હતા. જે ખુબ જ સાદગીપૂર્ણ રીતે કરવામાં આવ્યા હતા. સમગ્ર લગ્ન પ્રસંગ સમાજના નક્કી કરેલા નિયમો મુજબ સાવ સાદગીથી યોજાયો હતો. મહેમાનો માટે આમંત્રણ પત્રિકા છપાવી ન હતી તેમજ ભોજન વ્યવસ્થા પણ સમાજના રિવાજ પ્રમાણે જ રાખવામાં આવી હતી. એટલે કે રાજ્યમંત્રી સ્વરૂૂપજી ઠાકોરે પોતાના ઘરથી જ નવા બંધારણની શરૂૂઆત કરી અને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Exit mobile version