કેશોદમાં મહેશ નગરમાં શેરીના કુતરાઓ કાર પાછળ પડવાની સામાન્ય બાબતનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે અને આ વિવાદ એટલો ઉગ્ર બની ગયો હતો કે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે ભોગ બનનાર ફરિયાદી યુવતી એ જણાવ્યું હતું કે ડો. આર.એમ. પટેલ તેમની બાજુમાં રહે છે પરંતુ ધટના સમયે આર. એમ. પટેલ ની કાર પાછળ કુતરાઓ દોડતા તેઓ કુતરાઓને લાકડી વડે મારવા માટે દોડીયા હતા અને ત્યારબાદ મને પણ ગાળો બોલી અને મારા પર તથા મારા માતા પર લાકડી વડે તેઓએ પ્રહાર કરી તેમજ ભૂંડી ગાળો આપી મારી નાખવાની ધમકી આપ્યા નો આક્ષેપ પણ ભોગ બનનાર યુવતિ કર્યો છે અને સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન પોલીસને પોતાની ફરિયાદ નોંધાવતાં ઉપરોકત હક્કીક્ત જણાવી હતી
