GIR SOMNATH
સોમનાથ વેરાવળ ખોડલધામ સમિતિ દ્વારા નવરાત્રીની ધામધૂમથી ઉજવણી

સોમનાથ વેરાવળ ખોડલધામ સમિતિ દ્વારા માંના નવલા નોરતા ખોડલધામ અતિથિ ભવન વેરાવળ ખાતે ભવ્ય રીતે ઉજવવામાં આવી રહ્યો છે. સંપૂર્ણપણે માની આરાધના આદ્યશકિતની આરતી સાથે સાથે લેઉવા પટેલ સમાજની માતાઓ દીકરીઓ સમાજના યુવાનો અબાલ વૃધ્ધ માટે માંના ગરબા દાંડીયા રાસનો ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે.ખોડલધામ સમિતિ સોમનાથ ના ગીરીશભાઈ વોરા, નરેશભાઈ ગુંદરણીયા તથા યોગેશભાઈ મોવલિયા ના આયોજનમાં તા.15/10થી તા.24/10 દરમ્યાન દરરોજ રાત્રીના 9-00 કલાકે માંજગદંબા માખોડલની ધુપ દીવાથી મા સન્મુખ આરતી બાદ લેઉવા પટેલ સમાજના ખેલૈયાઓ સંગીતના સુરે ઢોલ નગારાના તાલે મા ખોડલનો પરીવાર ખોડલધામ અતિથિ ગૃહના પટાંગણમાં માતાજીના ગુણગાન ગાઈ રહ્યા છે. ખોડલધામ ટ્રસ્ટ કાગવડના નેજા નીચે સોમનાથ વેરાવળ ખોડલધામ સમીતી દ્વારા સમાજના દીકરા દીકરીઓ પારીવારીક માહોલ વચ્ચે મા જગદંબાના ગુણગાન ગાઈ રહ્યા છે.
ખોડલધામ સમિતિ સૌરાષ્ટ્ર ઝોનના સહ ક્ધવીનર હિંમતભાઈ સોજીત્રા તથા ખોડલધામ સમિતિ ગીર સોમનાથ જિલ્લા ક્ધવીનર વિપુલભાઈ ઠુંમર ના માર્ગદર્શન મુજબ વિવિધ સમિતિઓ ના યુવાનો જહેમત ઉઠાવી નવરાત્રી કાર્યક્રમ ને સફળ બનાવી રહ્યા છે.
GIR SOMNATH
સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના ત્રિવેણી સંગમ સમા પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેવાધિદેવ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવી ધન્યતા અનુભવી હતી. મહાદેવના દર્શન કરી ગૃહમંત્રીએ સોમેશ્વર મહાપૂજા, ધ્વજાપૂજા અને પાઘપૂજા કરી હતી. તેમણે દેવાધિદેવના ચરણોમાં લોકસુખાકારી તેમજ જનકલ્યાણ માટેની પ્રાર્થના પણ કરી હતી.
સોમનાથ મંદિરના પંડિતો અને ઋષિકુમારોએ શ્ર્લોકોચ્ચાર વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રીને તેમના પત્ની સાથે સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરાવી હતી. ગૃહમંત્રીએ મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક કરવા સાથે ધ્વજા આરોહણ કરાવ્યું હતું. આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રીને દર માસની માસિક શિવરાત્રિએ હોમાત્મક લઘુરૂૂદ્ર યજ્ઞનો સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રીની સોમનાથ મુલાકાત દરમિયાન સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયા, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, પ્રાંત અધિકારી કે.વી.બાટી, અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયા, દિલિપ બારડ સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
GIR SOMNATH
આયુષ્માન યોજનાની લિમિટથી વધુ ખર્ચ આવે તો CM રાહત ફંડમાંથી સહાય અપાશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે, ત્યારે તેમણે ગીર-સોમનાથ જિલ્લાના ચાડુંવાવ ગામની મુલાકાત લીધી હતી. અહીં અમિત શાહે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લીધો હતો, જ્યાં તેમણે આયુષ્માન યોજનાને લઈને મહત્વની જાહેરાત કરી છે. ગૃહમંત્રી અમિત શાહ વેરાવળ તાલુકાના ચાડુવાવ ગામે આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પહોંચ્યા હતા. જ્યાં અમિત શાહે જંગી જનમેદનીને સંબોધતા દેશની આઝાદી માટે લડનારા સુખનાથ અને ભગતસિંહને યાદ કર્યા હતા. આ સાથે જ અમિત શાહે ભારતને વધારે મજબૂત બનાવવાનો સંકલ્પ કર્યો હતો.
ભારતની જેમ જર્મની સહિત અનેક દેશો પણ આઝાદ થયા હતા, જે આજે ક્યાં પહોંચ્યા છે? જ્યારે આપણો દેશ 1947માં આઝાદ થયો હતો અને 2047માં તે 100 વર્ષ પૂર્ણ થશે, ત્યારે ભારત પણ દરેક ક્ષેત્રમાં અવલ્લ હોવાનો સંકલ્પ કર્યો છે. આઝાદી સમયે આપણે ટાંકણી પણ નહતા બનાવતા, આજે આપણે ચંદ્ર પર પહોંચ્યા છીએ. આ સાથે જ અમિત શાહે મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, આયુષ્માન યોજનાની લિમિટ કરતાં વધારે ખર્ચ આવશે, તો ગુજરાતના મુખ્યમંત્રીના રાહત ભંડોળમાંથી તે સહાય ચૂકવવામાં આવશે. ભારતનો દરેક નાગરિક સ્વસ્થ હશે, ત્યારે જ વિકસિત ભાર બનશે. દેશના 60 કરોડ ગરીબો સમૃદ્ધ બનશે.
GIR SOMNATH
વિકસિત ભારતનો સંકલ્પ કેવળ શબ્દો નથી દરેક ભારતીયોને સમકક્ષ બનાવવાનો વિચાર છે : ગૃહમંત્રી

સરકારી યોજનાઓ થકી લોકકલ્યાણનો માર્ગ કંડારનાર ‘વિકસિત ભારત સંકલ્પયાત્રા’ દેશભરમાં ચાલી રહી છે. તે અંતર્ગત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લાનાં ચાંડુવાવ ખાતે નવિકસિત ભારત સંકલ્પ યાત્રાથ યોજાઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે આ અવસરે જણાવ્યું હતું કે, સોમનાથનો ઈતિહાસ સમગ્ર દેશ માટે ગૌરવપ્રદ છે. સોમનાથના લોકોએ સોમનાથ દાદાના રક્ષણ અને સ્વાભિમાન માટે અનેક બલિદાન આપી ભારતીય સંસ્કૃતિને અક્ષુણ્ણ રાખી છે. તેવી આ તપોભૂમિ જેણે વિનાશ પર વિકાસની ગાથા આલેખી છે. સોમનાથ દાદાની ફરકથી ધજા તેનું દ્યોતક છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, આ વિકાસ યાત્રા વિકસિત ભારતના વિચારને જન આંદોલન/લોક આંદોલન બનાવવાની યાત્રા છે. જે બાકી છે તેને મળવા માટેની યાત્રા છે તો આગામી પાંચ વર્ષમાં બધાને શત પ્રતિશત બધુ આપી દેવાના સંકલ્પ સાથેની આ યાત્રા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ આપણાં છે અને આપણે સૌ નરેન્દ્રભાઈ મોદીના છીએ. તેવા સમયે વડાપ્રધાન દ્વારા લેવામાં આવેલા વિકસિત ભારતની સંકલ્પના અને તેને સાકાર કરવાની દિશામાં ગુજરાત અગ્રેસર બનીને કાર્ય કરી રહ્યું છે. સમગ્ર દેશમાં જન આરોગ્ય કાર્ડ માટે પાંચ લાખની જોગવાઈ છે. તેની સામે ગુજરાતે પ્રધાનમંત્રી આરોગ્ય કાર્ડ માટે દસ લાખ સુધીની જોગવાઈ કરી છે. અને તેનાથી પણ કદાચ વધુ જરૂૂર પડે તો મુખ્યમંત્રી રાહત નીધિમાંથી આ માટેનું ફંડ આપવાની જોગવાઈ કરીને સમગ્ર દેશમાં ગુજરાતે લીડ લીધી છે. ગૃહમંત્રીએ ઉમેર્યું હતું કે ભારત બે હિસ્સામાં વહેંચાયેલું છે. એક કે જેની પાસે અનાજ, પાણી, આરોગ્ય સુવિધાઓનો અભાવ છે. તો બીજી તરફ ભારત તિરંગા સાથે ચંદ્ર સુધી પહોંચ્યું છે. તેવા સમયે દરેક વંચિત અને છેવાડાના માનવી સુધી લાભો પહોંચાડવા માટેની આ યાત્રા છે. બીજી તરફ જર્મની, જાપાન જેવા દેશો કે જેઓએ છેલ્લા 75 વર્ષમાં અભૂતપૂર્વ વિકાસ સાધ્યો છે. તેવા દેશો સાથે હરિફાઈ કરીને સમગ્ર વિશ્વમાં ભારતને વિશ્વ ગુરુનું સ્થાન અપાવી સર્વપ્રથમ બનાવવાનો સંકલ્પ કરવા માટેની યાત્રા છે.
સંકલ્પ યાત્રા વિશે તેમણે જણાવ્યું હતું કે, આગામી 26મી જાન્યુઆરી સુધી ભારત દેશના નાનામાં નાના પંચાયત સ્તર સુધી આ યાત્રા પહોંચીને ગામમાં એકપણ લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહી જાય અને સત્વરે તેનો લાભ આપી શકાય તે પ્રકારની સુદ્રઢ વ્યવસ્થા અને આયોજન ગોઠવાય તે માટેની આ યાત્રા છે.
વિકસિત ભારત બનાવવા માટે દેશના 130 કરોડ નાગરિકો જોડાય, ભારત આત્મનિર્ભર બને તે માટે સામાન્ય ખેડૂત પ્રયત્ન કરે, ગામડાનો નાનો નાગરિક દુકાન ચલાવે, ગામમાં કોઈ વંચિત ન રહી જાય તે માટે સંકલ્પબદ્ધ થવા તેમણે ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.
જેને લાભ મળ્યો છે અને જેને લાભ નથી મળ્યો તેની તુલના કરવાનો આ કોઈ ઉપક્રમ નથી તેમ જણાવી તેમણે ઉમેર્યુ કે, વિકસિત ભારત માટે સૌ ભારતવાસી સંગઠિત બને એક બની આગામી 100 વર્ષની ઉજવણી પ્રસંગે ભારત વિશ્વમાં અગ્રેસર બને, ઉદ્યોગ-ધંધા-વેપાર-વાણિજ્ય, ખેતી, આરોગ્ય, તમામે તમામ માનવીય જીવનને સ્પર્શતા ક્ષેત્રોમાં સર્વપ્રથમ ક્રમાંક હાંસલ કરે તે દિશા માટે દેશને એક સાથે જોડી સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસથી જોડવાની આ યાત્રા છે.
સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે, દેશમાં વડાપ્રધાનના નેતૃત્વમાં દેશની આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આવતા 25 વર્ષમાં દેશને વિકસિત ભારત બનાવવાનો વડાપ્રધાનનો સંકલ્પ છે. કિસાન સન્માન નિધિ યોજનાનો ઉલ્લેખ કરી તેમણે સરકારની યોજનાઓથી કેવી રીતે લોકોનું જીવન બદલાયું છે તેની રૂૂપરેખા આપી હતી.
આ તકે, જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં 3 રથના માધ્યમથી હાલ સરકારની 17 યોજનાઓ વિશે ગ્રામજનોને માહિતી આપવામાં આવી રહી છે. ચાંડુવાવ ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, લાઈવલીહૂડ મિશન, હરઘર જલ યોજનામાં 100% સિદ્ધિ મેળવી છે. છેવાડાના માનવીને સરકારની યોજનાઓ વિશેની માહિતી પહોંચાડીને તેમના ઉદ્ધારનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજા, ભગવાનભાઈ બારડ, કે.સી.રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબહેન મૂછાર, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, જશાભાઈ બારડ, બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, પૂર્વ સાંસદ ચુનીભાઇ ગોહિલ, પૂર્વ બીજ નિગમ ચેરમેન રાજશીભાઈ જોટવા, અગ્રણી સર્વ મહેન્દ્રભાઈ પીઠિયા, ઝવેરીભાઇ ઠકરાર, માનસિંહભાઈ પરમાર, દિલીપભાઈ બારડ, શિવાભાઈ સોલંકી, જયેશભાઈ વઘાસિયા, વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી અનુપ ખિંચી, આઇ.એ.એસ વર્ષા જોશી, રેન્જ આઈ.જી. શ્રી નિલેશ ઝાઝડિયા, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, જિલ્લાના પદાધિકારીઓ-અધિકારીઓ સહિત આગેવાનો, અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
-
Sports2 weeks ago
કોહલી-રોહિત નહીં આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ખતરનાક, કાંગારુ કેપ્ટને કર્યો ખુલાસો
-
LIFESTYLE1 month ago
દિવાળી પહેલા JIO નો મોટો ધમાકો: ઓછી કિંમત ને વધારે ફિચર્સ સાથે 4G મોબાઇલ કર્યો લૉન્ચ, જુઓ કેવા છે ફીચર્સ
-
પોરબંદર1 month ago
પોરબંદર પંથકના ખેડૂત નાં રૂા. 50 હજાર સેરવી લેનાર ત્રણ ઝડપાયા
-
પોરબંદર2 months ago
સગર સમાજની ભગીરથ જનકલ્યાણ યાત્રાનું ભાણવડ ખાતે આગમન
-
પોરબંદર1 month ago
આરોગ્યની જાળવણી માટે ખેડૂતોએ મિલેટ્સ ધાન્યોનું વાવેતર વધારવું જોઇએ: પર્યાવરણ મંત્રી
-
પોરબંદર2 months ago
ગાંધવી સમુદ્ર કિનારે તથા ભાણવડ પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ
-
સુરેન્દ્રનગર1 month ago
સુરેન્દ્રનગરમાં રેલવે પાટા ઉપર કુદરતી હાજતે બેઠેલા વૃદ્ધને નીંદર ચડી જતા ટ્રેન અડફેટે ચડ્યા
-
પોરબંદર1 month ago
પોરબંદરની સ્વામિનારાયણ નર્સિંગ કોલેજના વોર્ડનના બીભત્સ શબ્દાના ઉચ્ચારથી ચકચાર