Connect with us

અમરેલી

દામાણી હાઇસ્કુલનો પ્રકૃતિ શિક્ષણ પ્રવાસ યોજાયો

Published

on

ધારી ગ્રામ પંચાયત સંચાલિત જી.એન.દામાણી હાઇસ્કુલના માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ એક દિવસનો આંબરડી સફારી પાર્ક સુંધી પગપાળા પ્રવાસ કરી વન્ય પ્રાણી સિંહ દર્શનનો લાભ લીધો.ધારી હાઇસ્કુલથી તમામ વિદ્યાર્થીઓ ચાલીને આંબરડી સફારી પાર્ક સુંધી ટ્રેકિંગ કરી પહોંચ્યા.આચાર્ય માનસિંહ બારડ તથા તમામ સ્ટાફગણ વિદ્યાર્થીઓ સાથે પગપાળા પ્રવાસ કરી સફારી પાર્ક પહોચી ત્યાંથી સફારી મુલાકાતે જંગલમાં સિંહ દર્શન કર્યા સાથે વન્ય પ્રાણી વિશે માહિતી મેળવી જંગલ માં વિદ્યાર્થીઓ સાથે ફોરેસ્ટ ગાઈડ શ્રી ફિરોજભાઇ અને બીજા ગાઈડ મિત્રોએ બાળકોને વન્ય પ્રાણીથી માહિતગાર કર્યા.એક સાથે સૌ વિદ્યાર્થીઓ કવચ વન અને સિંહ સ્ટેચ્યુ અને પાર્કમાં વન ભોજન કર્યું.વિદ્યાર્થીઓને પ્રોજેક્ટર દ્વારા જંગલ અને પ્રાણી વિશે સ્ટાફગણે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમરેલી

રાજુલામાં વિજલેણું નહીં ભરનાર 50 ગ્રાહકોના કનેકશન કાપી નખાયા

Published

on

50 કનેક્શન કાપી નાખવામાં આવ્યા આગામી 10 દિવસમાં આ લેણું ભરવામાં નહીં આવે તો તમામના કનેક્શન રદ કરવામાં આવશે.. રાજુલા શહેર તેમજ આજુબાજુના 14 જેટલા ગામોમાં પીજીવીસીએલના રૂૂપિયા 6 કરોડ જેટલી અધધ રકમ બાકી રહેતા પીજીવીસીએલ દ્વારા કડક સાથે કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ બાબતે રાજુલા પીજીવીસીએલના ઇજનેર રામભાઈ બલાઈ એ જણાવ્યું હતું કે વીજ અધિનિયમ 2003 ની કલમ 56 એક મુજબ રાજુલા શહેર અને તાલુકાના 14 જેટલા ગામોમાં 9761 ગ્રાહકો જેની પાસેથી રૂૂપિયા 6 કરોડને 22 લાખ રૂૂપિયાનું વીજ લેણું રાજુલા પીજીવીસીએલ નું નીકળે છે અવારનવાર લેખિત નોટિસ આપવા છતાં આ બિલ ભરવામાં આવેલ નથી આથી આજથી કડક કાર્યવાહીનો કરવામાં આવ્યો છે
આજરોજ રાજુલા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 48 જેટલા વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે અને જ્યાં સુધી તે બિલ ન ભરે ત્યાં સુધી તે કનેક્શન રદ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આગામી ચૂક જ સમયમાં આ બાકી રહેલી 6 કરોડ 22 લાખની રકમ કરવામાં જો ગ્રાહકો નિષ્ફળ સાબિત થશે તો તેની સામે ફોજદારી રાહે ગુનો દાખલ કરી અને વસુલાત કરવામાં આવશે વધુમાં નાયબ કાર્યપાલક ઇજનેર રામભાઈ બલાઈએ જણાવ્યું હતું કે ગ્રાહકો પોતાના કરી જાય તે માટે અપીલ કરી હતી.

Continue Reading

અમરેલી

રાજુલાના દેવકા ગામે જમીન પચાવી પાડતા છ શખ્શો સામે ફરિયાદ

Published

on

રાજુલા તાલુકાના દેવકા ગામના શખ્સની જમીન છેલ્લા એક વર્ષથી વાવેતર કરી પચાવી પાડવાના ઇરાદે ગેરકાયદેસર કબ્જો કરતા 6 શખ્સોની ઘરપકડ કરી લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
અમરેલી જિલ્લામાં જમીન માફિયાઓ બેફામ બન્યા છે અવાર-નવાર જમીન પચાવીની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે રાજુલા તાલુકાના કુંભારીયા ગામે આવેલ જમીન છેલ્લા 1 વષે થી ગેરકાયદેસર કબ્જો કરનારા છ શખ્શો સામે ડુંગર પોલીસમાં લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો દાખલ કરતા ચકચાર મચી જવા પામી હતી.
રાજુલા તાલુકાના મૂળ દેવકા ગામના અને હાલ મુંબઈ રહેતા વાલજીભાઇ આતાભાઈ ચૌહાણની રાજુલા તાલુકાના કુંભારીયા ગામે ખેતીની જમીન આવેલી છે જે જમીનનો છેલ્લા એક વર્ષથી કરશનભાઇ હરજીભાઇ ચૌહાણ ભાવેશભાઇ કરશનભાઇ ચૌહાણ લાલજીભાઇ ઉર્ફે લાલાભાઇ કરશનભાઇ ચૌહાણ ત્રણેય રે.દેવકા માવજીભાઇ હરજીભાઇ ચૌહાણ મધુભાઇ માવજીભાઇ ચૌહાણ પ્રવિણભાઇ માવજીભાઇ ચૌહાણ ત્રણેય રે કુંભારીયા સહીત છ શખ્શો એ ગેરકાયદેસર કબ્જો કરી લીધેલ હતો જે કબઝો ખાલી કરવા અંગે જમીન માલિકે અવાર-નવાર કહેવા છતાં આ છયેય શખ્શોએ જમીન પચાવી પાડવાના ઇરાદે કબ્જો ખાલી કરતા ન હતા અને જમીન માલિકને મારી નાખવાની ધમકી આપતા હતા. જે અંગે આ તમામ 6 શખ્સો સામે લેન્ડ ગ્રેબીંગ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધાતા પોલીસે તમામ છયેય આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Continue Reading

અમરેલી

બાબરામાં મહિલા સદસ્યનો પતિ 4 લાખના નશીલા સીરપ સાથે પકડાયો

Published

on

બાબરા પંથકમા પાછલા ઘણા સમયથી આયુર્વેદિક શીરપના નામે નશાકારક પીણાનુ ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું હતુ. ત્યારે આજે અમરેલી એલસીબીએ બાબરા નગરપાલિકાના વોર્ડ નં-1ના મહિલા સદસ્યના પતિ મુળશંકર મણીશંકર તેરૈયાને આવી આયુર્વેદિક શીરપની બોટલોના મોટા જથ્થા સાથે ઝડપી લીધો હતો. પોલીસે બાતમીના આધારે તપાસ કરતા આ શખ્સ પાસેથી નશાયુકત શીરપની ત્રણ હજાર બોટલ ઝડપાઇ હતી. પોલીસે સાડા ચાર લાખનો મુદામાલ કબજે લઇ તેની સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
ચાર માસ અગાઉ પણ આ જ શખ્સ પાસેથી આવો જથ્થો ઝડપાયો હતો. ગત તારીખ 3/8ના રોજ પોલીસે આ શખ્સના ઘર અને ગોડાઉનમા તપાસ કરતા ઘરેથી નશાકારક પ્રવાહીની 5414 બોટલ અને ગોડાઉનમાથી 40073 બોટલ કબજે લીધી હતી. જે તે સમયે આ બોટલોને એફએસએલમા ચકાસણી અર્થે મોકલવામા આવી હતી. ચકાસણી દરમિયાન આ બોટલોમા આલ્કોહોલનુ પ્રમાણ વધુ હોવાનો રીપોર્ટ આવતા પોલીસે આજે મુળશંકર તેરૈયા સામે ગુનો નોંધ્યો છે.
દરમિયાન ખેડા જિલ્લામા કથીત રીતે આયુર્વેદિક શીરપ પીવાથી છ યુવાનના શંકાસ્પદ મોત થયાની ઘટના બાદ અમરેલી જિલ્લા પોલીસે તે પ્રકારનુ આયુર્વેદિક શીરપ અમરેલી જિલ્લામા કયાંય વેચાતુ હોય તો સ્થાનિક પોલીસને જાણ કરવા અનુરોધ કર્યો છે.

Continue Reading

Trending