UNમાં ઇમરાન ખાને J&Kની જૂની કેસેટ વગાડતાં ભારતે બેઠક છોડી

- ઈમરાને છજજ અને ભાજપની પણ ખૂબ ટીકા કરી પણ સાંભળનાર કોઈ નહોતું!

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સંયુકત રાષ્ટ્ર મહાસભાની 76માં જન્મદિવસે પોતાનો નાપાક ઈરાદો બતાવ્યો. કાશ્મીર મુદ્દે હંમેશા ‘મ્હાત’ ખાતા ઈમરાન ખાને સંયુકત રાષ્ટ્રના મંચનો કિંમતી સમય ભારતની ‘ખોદણી’ કરવામાં જ ખરાબ કર્યો. આ દરમિયાન તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભારતની સેના પર ઘણા ખોટા આરોપ પણ લગાવ્યા હતા. ઈમરાનના વિરોધમાં તે સમયે યુએનજીએના કોન્ફરન્સ હોલમાં હાજર ભારતીય રાજન યિકોએ વોકઆઉટ કર્યું હતું.
પાક. પીએમએ રાષ્ટ્રીય સ્વયંસેવક
સંઘ પર નિશાન સાધતા કહ્યું કે, આરએસએસ ગાંધી અને નહેરૂના સેક્યુલર મૂલ્યોને પાછળ છોડી ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની કોશિષ કરી રહ્યું છે. ર00રના ગુજરાતના તોફાનોની વાત કરતા તેણે કહ્યું કે, ભારતમાં મુસ્લિમો પર અત્યાચાર થઈ રહ્યા છે.
આ ઉપરાંત ઈમરાને કાશ્મીર અંગે પણ ઝેર ઓક્યુ અને કહ્યું કે, ભારતે કાશ્મીર ઉપર ગેરકાયદેસર કબ્જો કરી લીધો છે અને અહીંના લોકોના માનવાધિકારનું હનન



કર્યું છે. સંયુકત રાષ્ટ્રએ પોતાની રીતે આ મુદ્દે વિચારવું જોઈએ. તેણે ધારા 370ને ખતમ કરવાના મુદ્દાને લઈને કહ્યું કે, તેનાથી કાશ્મીરી લોકોના અધિકાર ખતમ થઈ ગયા છે. ઈમરાને કાશ્મીરમાં ભારતીય સેના પર
ખોટા આરોપ લગાવ્યા તેણે કહ્યું કે, આતંર રાષ્ટ્રીય સમુદાયે કાશ્મીરમાં સ્વતંત્ર તપાસ કરવી જોઈએ. તેણે કહ્યું કે, મોદી સરકાર જમ્મુ-કાશ્મીરમાં કાયદા બદલીને ડેમોગ્રાફિક ચેંઝ કરી રહી છે. આ પ્રકારનું કામ વોર ક્રાઈમ માનવામાં આવે છે. પાક.ના લોકો જમ્મુ-કાશ્મીરના નિવાસીઓ સાથે ઉભા છે.
ઈમરાને પોતાના ભાષણ દરમિયાન ભારત પર સીઝફાયર તોડવાનો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું કે, ભારત
સિઝફાયરનું ઉલ્લંઘન કરી સરહદ પર તનાવ ઉભો કરે છે. ભારતીય સેના નિર્દોષને નિશાન બનાવે છે. તેણે ભારતને ધમકી આપતા કહ્યું કે, જો કોઈપણ જાતનું મિસએડવેંચર કરાયું ત અમે અંતિમ સમય સુધી લડાઈ લડીશું.





રિલેટેડ ન્યૂઝ