દેશમાં ઉજવાશે ત્રણ-ત્રણ જન્માષ્ટમી પર્વ!


કૃષ્ણ જન્માષ્ટમીની તારીખને લઇને આ વર્ષે પણ બે મત છે. મોટાભાગના પંચાંગમાં 11 અને 12 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી છે, પરંતુ ઋષિકેશ અને ઉત્તર પ્રદેશના થોડાં વિસ્તારમાં 13 ઓગસ્ટના રોજ પણ જન્માષ્ટમી ઉજવવાની તૈયારી છે.
વૈષ્ણવ મત પ્રમાણે 12 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી ઉજવવી શ્રેષ્ઠ છે, એટલે મથુરા (ઉત્તર પ્રદેશ) અને દ્વારકા (ગુજરાત) બંને જગ્યાએ 12 ઓગસ્ટના રોજ જન્મોત્સવ ઉજવાશે.
જગન્નાથપુરીમાં 11 ઓગસ્ટની રાતે કૃષ્ણ જન્મ થશે. ત્યાં જ, કાશી અને ઉજ્જૈન જેવા શૈવ શહેરોમાં પણ 11 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી ઉજવાશે.
કારણ કે કૃષ્ણ જન્મની તિથિ અને નક્ષત્ર એકસાથે મળી રહ્યા નથી. 11
ઓગસ્ટના રોજ આઠમ તિથિ સૂર્યોદય પછી શરૂ થશે. ભગવાન કૃષ્ણનો જન્મ આઠમ તિથિએ રોહિણી નક્ષત્રમાં થયો હતો. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્ર પ્રમાણે આ વર્ષે જન્માષ્ટમી પર્વના રોજ શ્રીકૃષ્ણની તિથિ અને જન્મ નક્ષત્રનો સંયોગ બની રહ્યો નથી. આ વર્ષે 11
(અનુસંધાન પાના નં.8)
ઓગસ્ટ, મંગળવાના રોજ આઠમ તિથિ આખો દિવસ અને રાતભર રહેશે. પં. મિશ્ર સાથે જ અખિલ ભારતીય વિદ્વાન પરિષદ જણાવે છે કે, ગૃહસ્થ
લોકો માટે જન્માષ્ટમી પર્વ 11 ઓગસ્ટના રોજ રહેશે. ત્યાં, સાધુ અને સંન્યાસીઓ માટે 12 ઓગસ્ટના રોજ રહેશે. જન્માષ્ટમીને લઇને પંચાંગ ભેદ છે, કેમ કે, 11 ઓગસ્ટના રોજ આઠમ તિથિ છે જે બીજા દિવસે સવારે 8 વાગ્યા



સુધી રહેશે.
ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ પણ આઠમ તિથિએ અડધી રાતે થયો હતો. એટલે વિદ્વાનોના જણાવ્યાં પ્રમાણે ગૃહસ્થ લોકોએ આ દિવસે કૃષ્ણ જન્માષ્ટમી પર્વ ઉજવવો જોઇએ. ત્યાં જ, બીજા દિવસે એટલે 12 ઓગસ્ટે
સૂર્યોદય સમયે આઠમ તિથિ તો રહેશે, પરંતુ સવારે 8 વાગ્યા સુધી જ રહેશે. એટલે અમુક જગ્યાએ જન્માષ્ટમી પર્વ 12 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે.
શ્રીકૃષ્ણ જન્મભૂમિના મંત્રી સચિવ કપિલ શર્માના જણાવ્યાં
પ્રમાણે, ભગવાન કૃષ્ણનું જન્મ નક્ષત્ર રોહિણી હતું. જે આ વર્ષે 12 ઓગસ્ટની રાતે રહેશે. નક્ષત્રની સ્થિતિ જોતા મથુરામાં કૃષ્ણ જન્મોત્સવ 12-13 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. કોરોનાના કારણે આ વર્ષે ભક્તો વિના જ કૃષ્ણ જન્મોત્સવ પર્વ ઉજવવામાં આવશે. આ ઉત્સવને ટીવી દ્વારા જોઇ શકાશે. ત્યાં જ, પુષ્પાંજલી સમારોહ જેવા હિંડોળા પણ ભાગવત ભવનમાં રાખવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે.
દ્વારકા ધામ
મંદિરના પૂજારી પં. પ્રણવ ભાઇના કહેવા પ્રમાણે, 12 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી ઉજવવી શુભ રહેશે. ત્યાં જ, જગન્નાથ પુરીના પૂજારી પં. શ્યામ મહાપાત્રાના જણાવ્યાં પ્રમાણે, ઓરિસ્સા સૂર્યદેવની ઉપાસના કરનાર પ્રદેશ છે, એટલે અહીં સૂર્યની સ્થિતિને જોતાં તહેવાર ઉજવવામાં આવે છે. એટલે, પુરીમાં 11 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી અને 12 ઓગસ્ટના રોજ નંદોત્સવ ઉજવવામાં આવશે.



રિલેટેડ ન્યૂઝ