આંદોલનનો હક્ક ખરો પણ ‘માપ’માં

લોકતંત્રમાં અસહમતિ અને વિરોધ પ્રગટ કરવાનો અધિકાર દરેક નાગરિકને છે. પણ આવું કરવામાં મર્યાદા પાલનની અપેક્ષા રાખવામાં આવતી હોય; છે. સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે કોઈપણ આંદોલન કે વિરોધ પ્રદર્શન એ રીતે ન થવું જોઈએ જેથી અન્યોને તકલીફ થાય.
કૃષિ ખરડાનો વિરોધ કરવા હવે વિપક્ષો એક થઈ શેરીમાં ઉતરવાના છે ત્યારે તેઓનો આ વિરોધ શાંતિપૂર્ણ હશે એવું આશ્વાસન તેમણે લોકોને આપવું
ઘટે. કારણ કે અનુભવ કહે છે કે આવા પ્રસંગોએ તેમના સમર્થકો લાઠી-ડંડા લઈને નીકળી પડતા હોય છે અને બળજબરી માર્કેટ-દુકાનો બંધ કરાવતા હોય છે. રસ્તા પર વાહનોને ચાલવા નથી દેતા. કોઈ તેમની વાત માને નહીં તો દુકાન, વાહન વગેરેની તોડફોડ કરવામાં આવતી હોય છે. આમ જ્યારે કોઈ પક્ષ કોઈ આંદોલન, બંધ, ધરણા-પ્રદર્શનની અપીલ કરે છે ત્યારે સામાન્ય; નાગરિકોમાં ભય પેદા થાય છે. લોકોમાં ભય પેદા થાય અને લોકોની રોજી-રોજગારને અસર પહોંચે, આર્થિક નુકશાન કે બિનજરૂરી હાલાકી ભોગવવી પડે તો એવા વિરોધ-પ્રદર્શનોને કોઈ પણ રીતે લોકતાંત્રિક ગણી શકાય નહીં.; લોકો હાલ કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યા છે, રોજગારઅને આવક સામે પ્રશ્નાર્થ ઊભા થયા છે ત્યારે વિપક્ષો કૃષિ ખરડાના વિરોધ વ્યક્ત કરવા બીજો કોઈ માર્ગ અપનાવી ન શક્યા હોત? અગાઉ પણ કોર્ટે આંદોલનના કારણે સાર્વજાનિક સંપત્તિને નુકસાન પહોંચે તો તેની
ભરપાઈ સંબંધિત રાજકીય પક્ષ કે સંગઠનને કરવા જણાવ્યું હતું, પણ તેની કોઈ અસર થઈ હોય એવું લાગતું નથી.
અસહમતિનો અર્થ મનમાની બિલકુલ ન હોય શકે. કૃષિ ખરડાને લઈ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને પણ
દેશવ્યાપી સ્વરૂપ આપવાના પ્રયાસ થઈ રહ્યા છે. તેમાં પણ રસ્તા રોકી, રોજીરોટી રળવાના લોકોના હકને બાધિત કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. રાજકીય પક્ષો તથા સામાજિક સંગઠનોએ વિચારવાની આવશ્યકતા છે કે આંદોલનોને; લોકતાંત્રિક મર્યાદા અંતગર્ત ચલાવવા જોઈએ. વિરોધ પ્રદર્શન કે સરકાર પર દબાણ લાવવાની રીત એવી ન હોવી જોઈએ જેમાં સામાન્ય નાગરિકોને કોઈપણ પ્રકારનું નુકસાન ભોગવવું પડે.

રિલેટેડ ન્યૂઝ