મોબાઇલમાં હવે નંબર પહેલાં ’0’ લાગડવો પડશે

નવી દિલ્હી તા. 30
ટ્રાઇએ ગઇકાલે એક પ્રસ્તાવ મુક્યો છે. આ દરખાસ્તમાં દેશમાં 11 અંકના મોબાઇલ નંબરોને વાપરવાનું સૂચન આપવામાં આવ્યું છે. ટ્રાઇ માને છે કે આમ કરવાથી દેશમાં મોબાઇલ નંબરની ક્ષમતા વધીને 1000 કરોડ થઈ જશે.
હવે તમારો મોબાઇલ નંબર 11 અંકોનો થઇ શકે છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓફ ઈન્ડિયા (ટ્રાઇ) એ શુક્રવારે એક પ્રસ્તાવ મૂક્યો છે. આ દરખાસ્તમાં ટ્રાઇએ દેશમાં 11 અંકના મોબાઇલ
નંબરનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું છે. ટ્રાઇના કહેવા અનુસાર, જો 10 અંકના મોબાઇલ નંબરમાંથી 11 અંકવાળા મોબાઇલ નંબર થઇ જશે તો દેશમાં વધુ સંખ્યા મોબાઈલ નંબરો ઉપલબ્ધ થઇ શકશે.
ટ્રાઇમાં તેના
પ્રસ્તાવમાં કયું છે કે જો મોબાઈલ નંબરનો પહેલો આંકડો 9 રાખવામાં આવે તો 10 થી 11 અંકના મોબાઇલ નંબર પર સ્વિચ કરવાથી દેશમાં કુલ 10 અબજ (1000 કરોડ) નંબરોની ક્ષમતા ઉભી થાય છે. ટ્રાઇએ વધુમાં કહ્યું કે હાલનીનીતિ મુજબ 70 ટકા યુટિલાઇઝેશન 1000 કરોડના 70 ટકા એટલે કે 700 કરોડ કનેક્શન ઉભા થઇ શકે તેમ છે.
આ સિવાય ટ્રાઇએ ફિક્સ્ડ લાઈનથી કોલ કરતી વખતે મોબાઇલ નંબરની આગળ પ0થ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અત્યારે
નંબરની શરૂઆતમાં શૂન્ય ઉમેર્યા વિના પણ લેન્ડલાઇનથી મોબાઇલ નંબરો પર કોલ કરી શકાય છે. ટ્રાઇએ જણાવ્યું હતું કે ફિક્સ નેટવર્કમાંથી મોબાઇલ પર કોલ કરવા માટે શૂન્ય લગાવવો ફરજિયાત કરવાથી લેવલ 2, 3, 4 અને 6 ના તમામ ફ્રી સબ-લેવલને મોબાઇલ નંબર તરીકે ઉપયોગ કરી શકાય છે.
આ સિવાય ટ્રાઈએ નવી નેશનલ નંબરિંગ યોજના પણ સૂચવી છે, જે શક્ય તેટલી વહેલી તકે ઉપલબ્ધ કરાવવાની છે. આ ઉપરાંત, ટ્રાઇએ ડોંગલ્સ માટે
વપરાયેલા મોબાઈલ નંબરને 10 અંકોથી વધારીને 13 અંક કરવાની પણ વાત કરી છે.

રિલેટેડ ન્યૂઝ