T-20 વિશ્ર્વકપમાં આજે આયરલેન્ડ V/S નેધરલેન્ડ શ્રીલંકા V/S નામિબિયા

આયરલેન્ડ-નેધરલેન્ડની મેચ 3.30થી અને શ્રીલંકા-નામિબિયાની મેચ 7.30થી

યુએઇમાં ટી-20 વર્લ્ડકપના કવોલિફાયર મેચનો પ્રારંભ થઇ ચુકયો છે. ટૂર્નામેન્ટ આજે આયરલેન્ડ-નેધરલેન્ડ અને શ્રીલંકા-નામીબીયા ટકરાશે. શનાકાના નેતૃત્વમાં શ્રીલંકન ટીમ વિજય સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરવા ઇચ્છશે જયારે અન્ય મુકાબલામાં નેધરલેન્ડ સામે આયરલેન્ડ જીતની પ્રબળ દાવેદાર છે. આજની બંને મેચો અબુધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં રમાશે. આયરલેન્ડ-નેધરલેન્ડની મેચ 3.30થી જયારે શ્રીલંકા નામીબીપી વચ્ચેની મેચનો 7.30થી પ્રારંભ થશે. આયલેન્ડની ટીમે આંતર રાષ્ટ્રીય મેચોમાં ટોચની ટીમોને પછડાતુ આપી અપસેટ સજર્યો છે. પરંતુ નેધરલેન્ડ સામે તેનો રેકોર્ડ નિરાશાજનક રહ્યો છે બંને દેશો વચ્ચે રમાયેલી 12માંથી 7 મેચમાં નેધરલેન્ડનો વિજય થયો છે. ગેરી વિલ્સનના નેતૃત્વ



હેઠળની
આયરિશ ટીમનો મદાર અનુભવી બેટસમેન કવિન ઓ બ્રાયન પર
રહેશે. જયારે ડચ કેપ્ટન પીટર સીલરની ટીમમાં રાયન ટેન ડોસ્મેટ, રાયન ટેન અને રોલ્ફ વાન ડેર પર સૌની નજર રહેશે. અન્ય મુકાબલામાં ભૂતપૂર્વ
ચેમ્પિયન શ્રીલંકા જીત માટે ફેવરિટ મનાય છે. શનાકાની ટીમનો મહાર અસાલન્કા સાથે આવિલ્કા ફર્નાન્ડો, કામિન્દ્ર મેન્ડિસ અને કરૂણારત્ને પર રહેશે. 18 વર્ષ બાદ મોટી ટુર્નામેટમાં પ્રવેશ મેળવનારી નામીબીયા ટીમનો કેપ્ટન ર્ગ્રહાર્ડ ઇરાસ્મૂસ છે. ટીમમાં જે. જે. સ્મિથ, વિલિયમ્સ જેવા બેટસમેનો ઉપરાંત સાઉથ આફ્રિકાનો પૂર્વ ક્રિકેટર
વેઇઝ પણ સામેલ છે.





રિલેટેડ ન્યૂઝ