T-20 વિશ્ર્વકપનો શાનદાર પ્રારંભ: ઓમાને PNGને કચડ્યું, સ્કોટલેન્ડે બાંગ્લાદેશને હરાવી કયોર્ર્ ઊલટફેર

ઓમાને 129નો લક્ષ્યાંક 14મી ઓવરમાં જ હાંસલ કર્યો: જતિન્દરસિંહે અણનમ 73 અને સાકિબ ઈલિયાસે અણનમ 50 રન ઝૂડી કાઢ્યા: મેચ ફેવરિટ બાંગ્લાદેશને હરાવી ‘ડાર્કહોર્સ’ સ્કોટલેન્ડે સૌને ચોંકાવ્યા

ટી-20 વર્લ્ડ કપની શરૂઆત ગઈકાલથી થઇ છે. આ ટૂર્નામેન્ટમાં 16 ટીમો ભાગ લઈ રહી છે, ભારતનો પ્રથમ મુકાબલો 24 ઓક્ટોબરે રમાવા જઈ રહ્યો છે. ટી-20 વર્લ્ડ કપની શરૂઆત ગઈકાલથી થઈ છે. પ્રથમ દિવસે જ એક જોરદાર અપસેટ સર્જાયો હતો જેમાં સ્કોટલેન્ડની ટીમે બાંગ્લાદેશને 6 રને દિલધડક પરાજય આપી સૌને ચોંકાવી દીધા હતા. ઞઅઊ અને ઓમાનમાં રમાનારા આ વર્લ્ડ કપની પહેલી મેચ ઓમાન અને પાપુઆ ન્યૂ ગિની વચ્ચે રમાઈ હતી, જેમાં ઓમાનનો 10 વિકેટે વિજય થયો હતો. પાપુઆ ન્યુ ગીનીએ 20 ઓવરમાં 9 વિકેટે 129 રન બનાવ્યા હતા. વળતા જવાબમાં ઓમાને માત્ર 13.4 ઓવરમાં વિનાવિકેટે 131 રન બનાવી જોરદાર વિજય પ્રાપ્ત કર્યો હતો. જ્યારે બીજો મેચ બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડ વચ્ચે રમાયો હતો જેમાં દિલધડક રમતને અંતે સ્કોટલેન્ડનો 6 રને રોમાંચક વિજય થયો હતો. પાપુઆ ન્યુ ગીની વતી બેટિંગમાં અસદ વાલાએ 4 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 53 રન અને ચાલ્ર્સ અમીનીએ 26 દડામાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 37 રન ફટકાર્યા હતા. ઓમાન વતી બોલિંગમાં જીશાન મકસૂદે 4 વિકેટ ખેડવી હતી. બિલાલ ખાન અને ક્લિમુલ્લાહે બબ્બે વિકેટ ઝડપી હતી.
ગઈકાલનો



બીજો મેચ ખૂબ જ રોમાંચક રહ્યો હતો. જેમાં બાંગ્લાદેશ કપ્તાને ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને સ્કોટલેન્ડની ટીમની 11.3 ઓવરમાં 53 રનમાં 6 વિકેટ ઝડપી આ નિર્ણય વાજબી જણાતો હતો. જોકે
ત્યારબાદ મેચમાં વળાંક આવ્યો હતો. ક્રિસ ગ્રીવસે 28 દડામાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 45 રન અને માર્ક વોટે 17 દડામાં 22 રન ફટકારી સ્કોટલેન્ડને 20 ઓવરના અંતે 9 વિકેટે 140 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. ક્રિસ અને માર્કે લગભગ 6 ઓવરની રમતમાં 7મી વિકેટની ભાગીદારીમાં 51 રન જોડી મહત્વનું યોગદાન આપ્યું હતું. બાંગ્લાદેશ વતી મહમદ હસને 3 તથા મુસ્તફિઝુર અને શાકીબે બબ્બે વિકેટ ઝડી હતી.
141 રનના વિજયી
ટાર્ગેટનો પીછો કરતી બાંગ્લાદેશની ટીમની શરૂઆત નબળી રહી હતી. માત્ર 18 રનના સ્કોર સુધીમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. જોકે ત્યારબાદ ઇનિંગ થોડી સ્થિર બની હતી. મુસ્તફિઝુર રહિમે 38, શાકીબ અલ હસને 20 અને મહમદુલ્લાહે 23 રન બનાવ્યા હતા.બાકીના બેટધરો નિષ્ફળ રહ્યા હતા. બ્રેડલી વહીલસે 3 અને ક્રિસ ગ્રીવસે 2 વિકેટ ઝડપી હતી. ઓલરાઉન્ડ ક્રિસ ગ્રીવસ મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો.





રિલેટેડ ન્યૂઝ