T-20 વર્લ્ડકપ: પ્રેક્ટિસ મેચમાં ઓસિ.ને આઠ વિકેટે આસાનીથી હરાવતું ભારત

- રોહિત શર્માની શાનદાર અર્ધ સદી

ટી20 વર્લ્ડ કપમાં બે દિવસ પહેલા વોર્મઅપ મેચમાં ઇંગ્લેન્ડને હરાવનાર ભારતીય ટીમે ગઈકાલે અહી રમાઈ ગયેલા પ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયાને આસાનીથી 8 વિકેટે પરાજય આપ્યો હતો.
ઓસ્ટ્રેલિયાની ટીમે ભારત સામે 153 રનનો ટાર્ગેટ ખડો કર્યો હતો. જવાબમાં ભારતે માત્ર 17.5 ઓવરમાં 153 રન બનાવી મેચમાં વિજય પ્રાપ્ત કર્યો હતો. રોહિત
શર્માએ 41 દડામાં 5 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 60 રન ફટકાર્યા હતા. જ્યારે કે.એલ. રાહુલે 39 અને સૂર્યકુમાર યાદવે અણનમ 38 રન ફટકાર્યા હતા. રોહિત શર્મા 60 રન ફટકાર્યા બાદ રિટાયર્ડ થયો હતો. એસ્ટન એગરે 1 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયા સામેના વોર્મઅપ
મેચમાં પણ ટીમ ઇન્ડિયાએ શાનદાર દેખાવનો સિલસિલો જાળવી રાખી વર્લ્ડ કપના મુખ્ય રાઉન્ડના મેચ માટે જરૂરી ઉત્સાહ યથાવત રાખ્યો હતો.
આ અગાઉ ટોસ જીતીનેબેટિંગ કરવાનો નિર્ણય કરનાર ઓસ્ટ્રેલિયન ટીમે 20 ઓવરમાં 5 વિકેટો ગુમાવીને 152 રન બનાવ્યા. ટીમમાં સૌથી વધુ સ્ટીવ સ્મિથે 57 (48 દડા) રન અને માર્કસ સ્ટોઇનિસે 41 (25 દડા) રન અને ગ્લેન મેક્સવેલે 37 (28 દડા) રન
ફટકાર્યા હતા. ભારત તરફથી આર. અશ્વિન 2 વિકેટ, ભુવનેશ્વર કુમાર, રવિન્દ્ર જાડેજા અને રાહુલ ચાહરે 1-1 વિકેટો ઝડપી હતી. ઓસ્ટ્રેલિયન મીડલ ઓર્ડર બેટ્સમેન સ્ટીવ સ્મિથ ફરી એકવાર ફોર્મમાં દેખાયો છે. વોર્મ અપ મેચમાં તેને ભારતીય ટીમ વિરુદ્ધ શાનદાર ફિફ્ટી ફટકારતા ઓસીઝ ટીમના ઉત્સાહમાં વધારો થયો હતો.

રિલેટેડ ન્યૂઝ