સિલ્વર ગર્લ મીરાંબાઇને એડિ. એસપી બનાવાશે

ભારતને ટોક્યો ઓલિમ્પિકમાં પ્રથમ મેડલ અપાવનાલ મીરાબાઈ ચાનૂ ટોક્યોથી ભારત પરત ફરી છે. મીરનો સિલ્વર મેડલ આ વખતે ઓલિમ્પિકમાં અત્યાર સુધી ભારત માટે એકમાત્ર મેડલ છે. તે ઓલિમ્પિકના પ્રથમ દિવસે મેડલ મેળવનારી પ્રથમ ભારતીય એથ્લેટ પણ છે. દિલ્હી એરપોર્ટ પર મીરાબાઈનું ભવ્ય સ્વાગત થયું છે. એરપોર્ટ સ્ટાફે ભારત માતાની જયના નારા લગાવ્યા હતા. તે સમયે મીરાની છઝ-ઙઈછ તપાસ પણ કરવામાં આવી હતી. મીરા સાથે તેમના કોચ વિજય શર્મા પણ પરત ફર્યાં છે. આ અગાઉ મીરાએ ટોક્યો એરપોર્ટથી પરત ફરતી વખતે એક તસવીર પણ સોશિયર મીડિયા પર શેર કરી છે. તેની કેપ્શનમાં લખ્યું- ઘરે જવા નિકળી છું. મારા જીવનની આ ખાસ યાદગાર ક્ષણો માટે થેન્ક્યૂ ટોક્યો. ચાનૂના આ ટ્વિટના 5 કલાકની અંદર લગભગ 63 હજાર લાઈક્સ અને 3500 રી-ટ્વિટ મળ્યા. વેટલિફ્ટર ચાનીએ શનિવારે મહિલાઓની 49 કિલોગ્રામ વેટ કેટેગરીમાં કુલ 202 કિલોગ્રામ વજન ઉઠાવી સિલ્વર મેડલ જીત્યો હતો. વેટલિફ્ટિંગમાં મીરા મેડલ જીતનારી ભારતની બીજી એથ્લેટ છે. આ અગાઉ કર્ણમ મલ્લેશ્વરીએ વર્ષ 2000માં સિડની ઓલિમ્પિકમાં બ્રોઝ મેડલ મેળવ્યો હતો. ટોક્યો ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનાર મીરાબાઈ ચાનુની મણિપુર સરકાર દ્વારા એડિશનલ એસપી તરીકે નિમણૂક કરવામાં આવી છે. મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે આજે જાહેરાત કરી કે રાજ્ય સરકારે ટોક્યોઓલિમ્પિકની સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈ ચાનુને મણિપુર પોલીસમાં એડિશનલ એસી (સ્પોર્ટ્સ) તરીકે મૂકવાનો નિર્ણય કર્યો છે. આ સાથે મુખ્યમંત્રી એન બિરેન સિંહે કહ્યું હતું કે મીરાબાઈ ચાનુને રાજ્ય
સરકાર તરફથી એક કરોડ રૂપિયાની રકમ આપવામાં આવશે. આ સાથે મુખ્યમંત્રી એન બિરેન સિંહે કહ્યું કે જુડો ખેલાડી સુશીલા દેવી લિકમ્બમને સબ-ઇન્સ્પેક્ટર એસઆઈના પદ પર બઢતી અપાઇ છે. ચાલો તમને જણાવી દઇએ કે તે અગાઉ કોન્સ્ટેબલ હતી. આ સાથે મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારા રાજ્યના તમામ એથ્લેટ્સને દરેકને 25 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.
સૌથી પહેલા હું પિઝા ખાઈશ!
મણિપુર સરકાર તરફથી પણ મીરાને રૂપિયા 1 કરોડની ઈનામની રકમ આપશે. આ સાથે તેને સરકારી નોકરી પણ આપશે. મીરાબાઈએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે હું અને મારી માતાએ આ જીત માટે અનેક ત્યાગ કર્યાં છે. તેમણે કહ્યું કે પિઝા ખાધાને ઘણો સમય થયો છે. આ જીત બાદ સૌથી પહેલા હું
પિઝા ખાઈશ.
જ્યારે રેસ્ટોરન્ટ ચેઈન ડોમિનોઝે મીરાને જીવનભર માટે મફત પિઝા આપવાની ઓફર કરી છે. ડોમિનોઝે સોશિયલ મીડિયા
પોસ્ટમાં લખ્યું કે તમે કહ્યું અને અમે સાંભળ્યું. અમે નથી ઈચ્છતા કે મીરાબાઈ ચાનૂને ફરી વખત પીઝા ખાવા માટે રાહ જોવી પડે. માટે અમે જીવનભર મફત પિઝાની ઓફર કરી છીએ.

રિલેટેડ ન્યૂઝ