‘પ્રાઈમ’ સન્માનથી પેરાલિમ્પિયન્સ ગદગદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરાલિમ્પિક્સ રમતવીરોની પ્રશંસા કરતાં તેમને ભારતના રાજદૂત ગણાવ્યા હતા. મોદી સાથે મુલાકાત કરીને ભાવુક બનેલા ખેલાડીઓએ કહ્યું હતું કે, આવું સન્માન કોઈએ નથી આપ્યું. ટોકિયો પેરાલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરીને દેશને 19 ચંદ્રક અપાવનાર ભારતીય રમતવીરોની ચાલુ સપ્તાહે વડાપ્રધાને પોતાના નિવાસસ્થાને બોલાવીને મહેમાનગતિ કરી હતી. રમતવીરો સાથે વાત કરતાં મોદીએ જણાવ્યું હતું કે, આપ સૌની સિદ્ધિ દેશના સમગ્ર રમતવીર સમુદાયનો જુસ્સો વધારશે. પેરાલિમ્પિક્સમાં મળેલી સફળતા દેશમાં ઊગતા ખેલાડીઓને રમતગમતનાં ક્ષેત્રમાં કારકિર્દી ઘડવા માટેપ્રોત્સાહિત કરશે, તેવું તેમણે કહ્યું હતું.’ ભારતીય રમતવીરોના કાફલાને બિરદાવતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, પેરાલિમ્પિકમાં ઐતિહાસિક પ્રદર્શનથી
ભારતમાં ખેલનાં ક્ષેત્ર પ્રત્યે જાગૃતિ
જોશભેર વધી રહી છે. ખેલાડીઓએ વડાપ્રધાનનો આભાર માનતાં ચંદ્રક વિજેતા રમતવીરોના હસ્તાક્ષર સાથેની શાલથી સન્માન કર્યું હતું.

રિલેટેડ ન્યૂઝ