મોદી ખેડૂતોને મૂડીવાદીઓના ગુલામ બનાવી રહ્યાં છે: રાહુલ

લોકસભામાં પસાર થઈ ચૂકેલા કૃષિ ખરડાને લઈને નરેન્દ્ર મોદી સરકાર સામેનો વિરોધ ઓછો થઈ રહ્યો નથી. તેવામાં ગઇકાલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત કૃષિ ખરડાને લઈને મોદી સરકાર ઉપર નિશાન તાક્યું હતું. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર ઉપર ખેડૂતોને મૂડીવાદીઓના ગુલામ બનાવવાનું ષડયંત્ર રચવાનો આરોપ મૂક્યો હતો. રાહુલે ટ્વિટ કરતા કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો કે કૃષિ બિલોમાંએમએસપીની ગેરન્ટી કેમ આપવામાં આવી નથી ? રાહુલ ગાંધીએ વિધેયકને કાળો કાયદો ગણાવતા સવાલ કર્યો હતો કે એપીએમસી ખતમ થઈ જતા ખેડૂતેને એમએસપી કેમ મળશે ?. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મોદી ખેડૂતોને
મૂડીવાદીઓના ગુલામ બનાવી રહ્યા છે. જેનાથી દેશ ક્યારેય સફળ થશે નહીં.

રિલેટેડ ન્યૂઝ