LACપર ગર્જી રાફેલ, ચીને ઝીંકી મિસાઇલ

ભારત અને ચીનમાં ચાલી રહેલા તણાવની વચ્ચે ચીની સેના પીપલ્સ લિબરેશન આર્મીએ લદ્દાખની પાસે પોતાના વિસ્તારમાં હુમલાનો વ્યાપક યુદ્ધાભ્યાસ કર્યો છે. આ અભ્યાસ દરમ્યાન ચીની તોપો એ જ્યાં દારૂગોળો વરસાવ્યો, ત્યાં જમીનથી હવામાં માર કરનાર મિસાઇલોનું પણ પરીક્ષણ કર્યું. ચીની સેનાની એર ડિફેન્સ સિસ્ટમે દુશ્મનના વિમાનોને પણ તોડી પાડવાનો અભ્યાસ કર્યો.
ચીનના સરકારી ભોપૂ ગ્લોબલ
ટાઇમ્સે એક વીડિયો શેર કરીને કહ્યું કે તિબેટ સૈન્ય કમાન્ડના ચીની સૈનિકોએ રાત્રે હુમલાનો વ્યાપક અભ્યાસ કર્યો છે. આ અભ્યાસ સમુદ્ર સપાટીથી 4500 મીટરની ઊંચાઇ પર કર્યો. આ દરમ્યાન ચીની સેનાએ જમીનથી હવામાં માર કરનાર મિસાઇલો, રોકેટ અને હોવિત્ઝર તોપોનો ઉપયોગ કર્યો. ચીની એર ડિફેન્સ સિસ્ટમે ફાઇટર જેટને તોડવાનો અભ્યાસ કર્યો.
ચીને આ યુદ્ધાભ્યાસ એવા સમય પર કર્યો છે જ્યારે ભારતના સૌથી આધુનિક
ફાઇટર જેટ રાફેલ લદ્દાખના આકાશમાં ઉડાન ભરી રહ્યા છે. સૂત્રોના મતે રાફેલ પાયલટોએ અંબાલાથી લદ્દાખ સુધી વિમાનો ઉડાડ્યા. જો કે આ એક પ્રેક્ટિસ તરીકે કરાયું. એવું એટલા માટે કરાઇ રહ્યું છે જેથી કરીને રાફેલ પાયલત ત્યાંના હવામાન અને વાતાવરણથી પરિચિત થઇ જાય. જો ચીન કોઇપણ પ્રકારની ગુસ્તાખી કરે અને રાફેલની જરૂરિયાત પડે તો તેના પાયલટ આ વાતાવરણ પહેલાં જ પરિચિત હોય.
એલએસી પર ચાલી રહેલા



તણાવની વચ્ચે સોમવારના રોજ ફરી એકવખત બંને દેશોની વચ્ચે કમાન્ડર સ્તરની વાતચીત થઇ રહી છે. આ કોર કમાન્ડર સ્તરની છઠ્ઠી વાર્તા હશે.

ખાસ વાત એ છે કે તેમાં વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારી પણ સામેલ થશે. સૂત્રોના મતે બંને દેશોની વચ્ચે કોર કમાન્ડર સ્તરની આ વાર્તા ચીનવાળા હિસ્સા મોલ્ડોમાં થઇ રહી છે. આ વાર્તાથી ભારત કેટલાંક મજબૂત ઉકેલ માંગે છે. એસસીઓ સમિટ દરમ્યાન બંને દેશોના વિદેશ મંત્રીઓએ આશ્વાસન આપ્યું હતું કે ડિસએંગેજમેન્ટને લઇ તે ગંભીર છે. ભારત અને ચીનના વિદેશ મંત્રીઓએ વચન આપ્યું હતું કે અગાઉના કરારનું સમ્માન કરાશે. ભારતની તરફથી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ લેહના 14 કોરના કમાન્ડર લેફ્ટિનેંટ જનરલ હરિંદર સિંહ કરી શકે છે તો ચીનની તરફથી વાર્તામાં મેજર જનરલ લિઉ લિન સામેલ હશે. ભારત આ વાર્તામાં ચીન પર તરત ફિંગર પોઇન્ટથી હટવાનું દબાણ કરી શકે છે. અત્યાર સુધી ચીન અને ભારતની વચ્ચે વાતચીત પરિણામ વગરની સાહિત થઇ છે. ચીન કહે છે કંઇક અને કરે છે કંઇક. શાંતિ અને પોતાની સરહદમાં રહેવાનું આશ્વાસન આપ્યા બાદ પણ તે વિસ્તારવાદી નીતિથી બાજ આવી રહ્યું નથી.





રિલેટેડ ન્યૂઝ