કોરોના કી ઐસી તૈસી: IPLમાશે હજારો દર્શકો સાથે

19 સપ્ટેમ્બરથી શરૂ થશે IPL

આઈપીએલ-2020ની તારીખોની જાહેરાત કરતા તેના અધ્યક્ષ બ્રજેશ પટેલે પીટીઆઈથી કહ્યું હતું કે 19 સપ્ટેમ્બરથી 8 નવેમ્બર સુધી થનારા ટી-20 ટુર્નામેન્ટ દરમિયાન દર્શકોને મેદામમાં જવાની પરવાનગી દેવાનો નિર્ણય સંયુક્ત અરબ અમીરાત(યુએઈ) સરકાર દ્વારા લેવામાં આવશે. તારીખની જાહેરાત કરવા છતા ભારતી ક્રિકેટ બોર્ડ પણ યુએઈમાં આઈપીએલ કરાવવાને લઈને ભારત સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે. ઉસ્માની એ જણાવ્યું હતું કે એક વખત અમને બીસીસીઆઈ દ્વારા ખાતરી થઈ જાય તો પછી અમે અમારી સરકાર પાસે એસઓપીની સાથે જઈને બીસીસીઆઈ દ્વારા કરવામાં આવેલા પ્રસ્તાવ કરીશું. તેણે વધુમાં કહ્યું હતું કે અમે નિશ્ચિત રીતે અમારા લોકોને આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટન અનુભવ કરવવા માંગીશું. પરંતુ આ નિર્ણય સંપૂર્ણ રીતે સરકારનો હશે. અહીંયા મોટાભાગે ટૂર્નામેન્ટમાં દર્શકોની સંખ્યા 30થી 50 ટકા સુધી હોય છે. અમે આ જ સંખ્યાની ઉમ્મીદ કરી રહ્યા છીએ. અમને આ નિર્ણય માટે અમારી સરકારની મંજૂરીની આશા કરી રહ્યા છે.

યુએઇમાં કોરોના મહામારી પર સ્થિતિ નિયંત્રણમાં

યુએઇમાં કોવિડ-19ના 6000થી વધારે પોઝિટિવ કેસ છે. યુએઇમાં કોરોના મહામારી પર સ્થિતિ નિયંત્રણમાં છે. જો કે નવેમ્બરમાં યોજાનાર 2020 દુબઈ રગ્બી સેવંસ ટુર્નામેન્ટને કોરોના વાયરસના ખતરાના પગલે 1970 પછી પહેલી વાર રદ્દ કરવામાં આવી છે. તેણે આઈપીએલની સુરક્ષાને લઈને થઈ રહેલી ચિંતા વિશે જણાવતા કહ્યું હતું કે યુએઇ સરકાર સંક્રમિતની સંખ્યાને ઓછીકરવામાં વધારે સફળ રહી છે. અમે કેટલાક નિયમો અને પ્રોટોકોલનું પાલન કરીને સામાન્ય જીવન જીવી રહ્યા છીએ. આઈપીએલમાં તો હજુ સમય છે. અમને વિશ્વાસ છે કે ત્યાં સુધીમાં અમે ખુબ જ સારી સ્થિતિમાં હશું.
આઈપીએલની સંચાલન સભાની બેઠક રવિવારે યોજાશે જેના પછી નિર્ણય કરવામાં આવશે.

નવી દિલ્હી: આઈપીએલને લઈને ઘણા સમયથી વિવિધ માહિતી માર્કેટમાં ફરી રહી છે. કોરોના વાયરસના પગલે કોઈપણ નક્કર નિર્ણય નથી કરવામાં આવી રહ્યો ત્યારે આજે વધુ એક સમાચાર મળી રહ્યા છે. એ સમાચાર એ છે કે ખાલી સ્ટેડિયમમાં આઈપીએલ નહીં રમાડવામાં આવે. પહેલા એવા સમાચાર આવી રહ્યા હતા કે મેચ ખાલી સ્ટેડિયમમાં રમાશે. પરંતુ હવે એક મોટા સમાચાર આવ્યા છે. જેના પગલે લોકો પણ ચોંકી ગયા છે. સમાચાર મળી રહ્યા છે કે આઈપીએલ 2020ની મેચો ખાલી સ્ટેડિયમમાં કદાચ નહીં રમાય. એમિરેટ્સ ક્રિકેટ બોર્ડે કહ્યું છે કે તે આઈપીએલ દરમિયાન સ્ટેડિયમને 50 ટકા દર્શકો સાથે ભરી શકે છે. એમિરેટ્સ ક્રિકેટ બોર્ડના સચિવ મુબશશિર ઉસ્માનીએ શુક્રવારે નિવેદન આપતા જણાવ્યું હતું કે જો સરકાર મંજૂરી આપશે તો તે સંયુક્ત અરબ અમીરતામાં થનારી આઈપીએલમાં સ્ટેડિયમોને 30થી 50 ટકા સુધી દર્શકોથી ભરવા માંગશે. જણાવી દઈએ કે આઈપીએલનું દુબઈ ઈંટરનેશનલ સ્ટેડિયમમાં આયોજન થશે. જેની ક્ષમતા 25 હજાર દર્શકોની છે.રિલેટેડ ન્યૂઝ